મહેનત ફળતી ન હોય તો આ ચકાસી જુઓ

જો દરિયા પાર જવું હોય તો કિનારા પરથી નજર હટાવવી પડે તે જરૂરીછે પરંતુ તે કિનારો કઈ દિશા માં છે તે યાદ રહે તે જરૂરી છે. કારણ કે પાછા આવવાનો રસ્તો ખબર ન હોય તો ખોવાઈ પણ જવાય. જીવન જીવવાની સાચી દિશા અને સુખના નિયમો મળે છે વાસ્તુ થકી.

આજે આપણે રિપલભાઈ ના ઘર નો અભ્યાસ કરીએ. અંગ્રેજી એલ આકાર નું મકાન છે અને તેમાં ઉત્તર અને વાયવ્ય નો ભાગ ખાલી દેખાય છે. જેના કારણે આત્મ વિશ્વાસ નો અભાવ, ભાલકોની ચિંતા, પેટ ની અંદર ના અવયવો ની તકલીફ, આર્થિક ચિંતા અને પડવા આખડવાની સમશ્યા આવી શકે. ઈશાન તરફ ના ભાગ માં સંડાસ છે. જે હૃદય ને તકલીફ આપે. વળી આ જગ્યાએ ડ્રેનેજ પણ છે જે વિકાર આપી શકે. સ્વાસ્થ્ય માટે યોગ્ય ન ગણાય.ઘર નું મુખ્ય દ્વાર પશ્ચિમ ના પદ માં છે. જેના કારણે જીવન સ્થગિત થઇ ગયાની લાગણી થાય. મહેનત નું ધાર્યું પરિણામ ન મળે. પશ્ચિમ થી નૈઋત્ય તરફનો ભાગ વરંડા ના કારણે ખાલી છે. જેના લીધે ભર્યા ઘરમાં પણ એકલા પણું લાગે અને ખાલીપા ની લાગણી થાય. બેઠક રૂમ નૈઋત્ય માં છે જેના કારણે ઉગ્રતા નું વાતાવરણ રહે.લિવિંગ રૂમ નૈઋત્ય થી દક્ષિણ તરફ નો ભાગ કવર કરે છે અને બેઠક વ્યવસ્થા પૂર્વ તરફ મુખ રાખીને ટીવી જોવાય તેવી છે. આના કારણે ઉગ્રતા રહે, મન પાર ભાર રહે તેવા સંજોગો ઉદ્ભવે અને પાછું વાતાવરણ શાંત પણ થઇ જાય. દેવસ્થાન દક્ષીણ માં છે. પૂર્વ તરફ મુખ રાખીને પૂજા થાય તેવી વ્યવસ્થા છે. પરંતુ જગ્યા યોગ્ય ન હોવાથી ઘરમાં ગુસ્સા નું પ્રમાણ વધે. રસોડું અગ્નિ થી પૂર્વ નો ભાગ કવર કરે છે. વાસ્તુ ના પ્રાથમિક નોયમો મુજબ આ વ્યવસ્થા યોગ્ય ગણાય. તેમ છતાં નારીનો સ્વભાવ ગુસ્સા વાળો રહે તેથી નોયમો ની સચ્છાઇ પાર અવિશ્વાસ આવે તેનું કારણ પ્લેટફોર્મ ની દિશા છે.

ભારતીય વાસ્તુમાં નાની નાની અનેક બાબતો ને ધ્યાન  માં લેવી પડે છે. પ્લેટફોર્મ દક્ષિણ તરફ હોવાથી નારીને ગુસ્સો આવે અને ગોઠણ થી નીચે ના ભાગ માં પગ પણ દુખે.ડાયનિંગ ટેબલ યોગ્ય નથી. દીવાલ ને અડીને આવેલા ટેબલ પર પશ્ચિમ તરફ મુખ રાખીને જમવાની વ્યવસ્થા છે . તેના કારણે ઘર માં એકસૂત્રતા ન સચવાય અને નકારાત્મક વિચારો વધે. રસોડા માંથી બહાર જવાનો દરવાજો યોગ્ય જગ્યાએ નથી પરંતુ બેડ રૂમ ના દરવાજા તોજી ગણી શકાય. બે બેડરૂમ માં એક વાયવ્ય માં છે અને એક ઉત્તર માં . બંને ની આંતરિક વ્યવસ્થા યોગ્ય નથી. ઉત્તર માં આવેલા બેડ રૂમ માં પશ્ચિમ તરફ મુખ રાખીને કામ થાય તે રીતે કમ્પ્યુટર છે જે કામ માં સંતોષ ન મળવા દે. ઈશાન તરફ દક્ષિણ માં ખુલે તેવી તિજોરી છે. જેના કારણે માનસિક અને આર્થિક તણાવ ઉદ્ભવે. પલંગ વાયવ્ય તરફ છે તેથી સ્વભાવ માં જીદ વધે અને ભૌતિકતાવાદી વિચારો વધે. વાયવ્ય ના બેડરૂમ માં વાયવ્ય માં તિજોરી છે જે પૂર્વ તરફ ખુલે છે. તેથી ઉઘરાણી વધે અને પૈસા ટકે નહિ.

આ જ મકાન માં વધારે હકારાત્મક સ્થિતિ માં જીવવા માટે સર્વ પ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણે ની રચના કરવી જરૂરી છે. ઈશાન માં પાંચ તુલસી, અગ્નિ માં બે ફૂલદાડમ. પર્વ માં બે આમળા વાવવા ઉપરાંત ટોયલેટ ના દરવાજા પર ચાંદી નો તાર લગાવવો. રસોડા ની દક્ષિણ ની દીવાલ પર પેસ્ટલ યેલ્લો, લિવિંગ રૂમ  ની પશ્ચિમ ની દીવાલ પર લાઈટ સ્કાયબ્લ્યૂ રંગ લગાવવા. ઘરમાં ગુગલ, અંબર નો ધૂપ કરવો. શિવ લિંગ પર [પાણી ,દૂધ, પંચામૃત, દહીંમાં કાળા તલ, પાણી થી અભિષેક કરી બીલીપત્ર ચડાવી દેવા.

સુખમય જીવન ના નિયમો આપે છે વાસ્તુશાસ્ત્ર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]