દક્ષિણના દ્વારનો ભય આ રીતે કાઢો…

વાસ્તુ નિયમો માત્ર ઘર પુરતા જ સીમિત છે તે માન્યતા ખોટી છે. જેને સુખી થવું છે તે સર્વે ને આ નિયમો ઉપયોગી થાય છે. ઘર, સોસાયટી, ગામ, રાજ્ય કે દેશ એ સવાલ અહીં ઉદભવતો નથી. એક ફેરફાર પણ ઉર્જા બદલવા સક્ષમ છે.

આજે આપણે નિપુલભાઈના ઘરને સમજીએ. દક્ષિણ તરફ દ્વાર હોય એટલે માણસ ને ચિંતા થાય. જેમ પનોતીનો ભય કાલ્પનિક છે તેવું જ આમાં પણ છે. આ ભય ઓછો કરે તેવી બાબત છે કે દ્વાર દક્ષિણ અગ્નિમાં છે તેથી ઘરને નારી પ્રધાન ગણાય. ઈશાનમાં જમીનની ઉપર પાણી હોય તે યોગ્ય નથી, આજ રીતે વાયવ્યમાં જમીનની અંદર ટાંકી હોય તે પણ યોગ્ય નથી. આના કારણે કફજન્ય રોગ અને સાઈનસાઈટિસ થવાની શક્યતા વધી જાય છે. ઘરના બે દ્વાર છે. નૈઋત્ય તરફ ગેલેરી છે અને નૈઋત્ય પશ્ચિમ તરફથી એક દ્વાર છે, જેના કારણે એકલા પડી ગયાની લાગણી થયા કરે અને નકારાત્મક વિચારો પણ ખુબ આવે.પશ્ચિમ કરતા પૂર્વ માં માર્જિન વધારે છે તે સારું ગણાય. ડ્રોઈંગ રૂમ અગ્નિમાં છે અને અગ્નિમાં ટી વી છે. ઘરમાં કોઈનો સ્વભાવ પાણીમાંથી પોરા કાઢવાવાળો થઇ જાય. તેમને ભૂલો પહેલા દેખાય. માથા પાસે ટી વી હોય તો સૂતી વખતે કપડું ઢાંકી દેવું જરૂરી છે.ઈશાનમાં રસોડું છે અને ઉત્તરમુખી રસોઈ થાય છે તેથી નારીને અસંતોષ રહે અને તબિયતની ફરિયાદ પણ રહે. વળી તેનો સ્વભાવ પણ જિદ્દી બને. જેના કારણે સ્વભાવ ચિઢચિડિયો બની જાય. નારી ને ઘરનો મોભ ગણવામાં આવે છે તેથી તેને તકલીફ પડે તો ઘરના વાતાવરણ પાર પણ અસર પડી શકે. પૂર્વ તરફ વજન છે તેથી મન સન્માન ને લગતી સમશ્યા પણ રહે. બ્રહ્મ માં દીવાલ છે તેથી પગ દુખે. ઘરનું બીજું દ્વાર ઉત્તરી વાયવ્ય માં છે તેથી બાળકોની ચિંતા રહે. વાયવ્ય માં ટોયલેટ ના કારણે પેટ ને લગતી સમશ્યા ઉદ્ભવે.  ડાયાબિટીસ પણ થઇ શકે. બેડ રૂમ યોગ્ય જગ્યાએ છે પણ સુવાની વ્યવસ્થા યોગ્ય ન હોવા ના કારણે ઊંઘ પુરી ન થયા ની લાગણી રહે. પશ્ચિમ માં પશ્ચિમ મુખી બેસી ને થતી પૂજા માં વિચારો વધારે આવે. દક્ષિણ મુખી તિજોરી આર્થિક ચિંતાઓ વધારી આપે. અહીં ક્યારેક ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ જવાના વિચાર પણ આવે. પણ એવું ન કરવાની સલાહ છે કારણ કે ભારતીય વાસ્તુમાં આ જ જગ્યાને હકારાત્મક બનાવવાના નિયમો છે.

આ જ જગ્યાએ સુખી થવા માટે સર્વ પ્રથમ તો દક્ષિણ ના દ્વારનો ભય કાઢી ને સૂચન પ્રમાણે ના નકશા પ્રમાણે ની રચના કરી દેવી. ત્યાર બાદ પ્લોટ માં ઈશાન માં અગિયાર તુલસી, અગ્નિ માં બે ફૂલદાડમ, વાયવ્ય માં બે બીલીપત્ર અને નૈઋત્ય માં બે નારિયેળી વાવી દેવી. ઘર માં ગુગલ ચંદન મટ્ટીપલ નો ધૂપ ફેરવવો. ઘરમાં પોતું થાય ત્યારે પાણી માં મીઠું નાખી ને પોતું કરવું. પાણિયારે ઉભી વાટ નો ઘી નો દીવો કરવો. સંડાસ ના દરવાજા પર ચાંદી નો તાર લગાવવો. દર ગુરુવારે ઉંબરો પૂજી અને દરવાજા પર આસોપાલવ નું તોરણ લગાવી દેવું. ડ્રોઈંગ રૂમ ના અગ્નિ માં કાચના વાસણ માં ગુલાબના ફૂલ રાખવા. રસોડાના પ્લેટફોર્મ ના ઈશાન માં તાંબાના કળશ માં ગાળેલું પાણી રાખવું. ઘરની રસોઈ ની પહેલી બે રોટલી ગાય કુતરા માટે જુદી કાઢી રાખવી. રાત્રે સૂતી વખતે પગ ધોઈ લેવા અને પગ ઢાંકી ને સૂવું. શિવ પૂજા કરવી.

ઉર્જાવાન ઘર ઉર્જાવાન જીવન આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]