જીવનને ઉત્સવની જેમ ઉજવવાની ઊર્જા આપે યોગ્ય વાસ્તુ

લગ અલગ દિવસોને ઉત્સવની જેમ મનાવવાને બદલે જીવનને જ  ઉત્સવ સમજવામાં આવે તો? આ પ્રકારની હકારાત્મક ઉર્જા વાસ્તુ નિયમોથી મળે છે. આજે આપણે એન આર પટેલના મકાનને સમજીએ. પૂર્વમાં વધારે માર્જિન સારું ગણાય પરંતુ દક્ષિણમાં ઉત્તર કરતા વધારે માર્જિન યોગ્ય નથી. એકંદરે અગ્નિમાં માર્જિન વધતાં ઘરમાં કોઈને કોઈ સમસ્યાઓ ચાલતી રહે. ઘરમાં બે દ્વાર છે જેમાંથી એક ઈશાન પૂર્ માં છે. એ માન્યતા ખોટી છે કે બરાબર ઈશાન ખૂણામાં દ્વાર સારું ગણાય. આ દ્વારના લીધે ઘરની આવક અને જાવક લગભગ સમાન થઇ જાય.

બીજું દ્વાર દક્ષિણ ના પદ માં છે. જે ના કારણે માનસિક તણાવ ની સમશ્યા આવી શકે. આમ બંને દ્વાર યોગ્ય ન ગણાય, બેઠક રૂમ ઈશાન થી ઉત્તર અને પૂર્વ સુધી છે જે યોગ્ય ગણાય. આ જગ્યાએ રહેવાની ઈચ્છા વધારે થાય. વળી ઉત્તર માં બારીઓ વધારે છે તે પણ સારું ગણાય. પણ બેઠક રૂમ ની બેઠક વ્યવસ્થા અગ્નિ તરફ કેન્દ્રિત છે જેના કારણે ઘરમાં કોઈ નો સ્વભાવ દરેક વાત માં ભૂલો કાઢવા વાળો બની જાય અને તેનાથી ઘરની એકસૂત્રતા ઘટી શકે. આમ બેઠક રૂમ ની સારી ઉર્જાની પુરેપુરી અસર ન મળે.રસોઈ ઘર અગ્નિ માં હોય તો મૂળભૂત વાસ્તુનિયમો પ્રમાણે તેને યોગ્ય માનવામાં આવે. પરંતુ સ્થાન ઉપરાંત પ્લેટફોર્મ ની દિશા અને રંગો ને સમજવા જરૂરી છે. કાળા રંગ નું પ્લેટફોર્મ હોય તો નારીને ગુસ્સો વધારે આવે. અહીં દક્ષિણ મુખી વ્યવસ્થા છે તેથી નારીને ગુસ્સો વધારે આવે અને ગોઠણ થી નીચે ના ભાગમાં પગ પણ દુખે. જેનથી સ્વભાવ પર અસર પડે. બાથરૂમ નકારાત્મક ન ગણાય પરંતુ સંડાસ યોગ્ય જગ્યાએ નથી જેના લીધે માસિક અને શારીરિક તકલીફ આવી શકે . જો આ જગ્યાએ ખાળ કૂવો પણ હોય તો તે લાંબી અને ખર્ચાળ બીમારી પણ આપી શકે. વાયવ્ય માં બેડરૂમ અને ઉત્તર તરફ મસ્તક રાખી ને સુવાની વ્યવસ્થા હાયપરટેન્શન આપી શકે. આમ પ્રથમ નજરે વાસ્તુ નિયમો થી નજીક લાગતું મકાન આંતરિક રચના નો અભ્યાસ કરતા અલગ લાગે છે . બ્રહ્મ માં વધારે દરવાજા નકારાત્મકતા આપે છે.ભારતીય  વાસ્તુ નિયમો માનવ જાતિને મદદરૂપ થવા માટે રચાયા છે. આ મકાન ને હકારાત્મક ઉર્જા આપવા માટે સર્વ પ્રથમ તો સૂચન પછીના નક્સ પ્રમાણે ની રચના કરવી જરૂરી છે.ઈશાન માં પાંચ તુલસી વાવવા. અગ્નિ માં બે ચંદન અને નૈઋત્ય માં બે નારિયેળી વાવવી. આ ઉપરાંત ઘરમાં ગુગલ અને મટ્ટીપલ નો ધૂપ કરવો. શિવ લિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચંદન, ચોખા, સરસવ, બીલીપત્ર, પાણી થી અભિષેક કરવો. ગણેશજી ને ગોળ નો પ્રસાદ ધરાવી ને લેવો. દર ગુરુ વારે દરવાજા પર આંબા ના પાન નું તોરણ લગાવવું. વડીલો ને આદર આપવો. ઈશ્વર પ્રેત્યેની શ્રદ્ધા અને સત્કર્મ પણ સારી ઉર્જા આપે છે.

ભ્રમણા:

વાસ્તુ નિયમો ને સમજવા માટે જ્યોતિષ શાસ્ત્ર નો અભ્યાસ જરૂરી છે.

સત્ય:

જ્યોતિષ શાસ્ત્ર એ ખુબજ ગહન વિષય છે અને તેમાં નવ ગ્રહ ની વાત કરવામાં આવી છે. જેમાંથી એક પણ ગ્રહ નું નામ પૃથ્વી નથી. વાસ્તુ માં એક ગ્રહ પર રહેવાની વાત કરવામાં આવી છે જે માનવ જાતિ થી સહુ થી વધારે નજીક છે. અને તેનું નામ પૃથ્વી છે. આમ આ બંને વિષયો ને અલગ રાખી ને સમજવામાં આવે તો તેનો અભ્યાસ વધારે સરળ અને યોગ્ય બને છે.