વાસ્તુ એટલે ઘર નહિ, કુદરત સાથે સંતુલનના નિયમોનું શાસ્ત્ર

દીવાળી એટલે એવી અમાસ જે શુભ માનવામાં આવે છે. દીવાળી અને દિવસો બંને અમાસ ને શુભ માનવામાં આવે છે. પૂનમની દીકરી ને અમાસનો દીકરો બંને નસીબદાર ગણાય. એમાં જે અમાસ ની વાત કરી છે તેને દિવસોના સંદર્ભમાં લેવામાં આવ્યું હોય, તેની શક્યતા છે. દીવાળીના સો દિવસો બાકી હોય ત્યારે દિવાસો આવે. આ દિવસથી વાતાવરણમાં બદલાવ આવે અને દીવાળી સુધીમાં સંપૂર્ણ હકારાત્મકતા આવી જાય, આ ગાળામાં શારીરિક તકલીફો વધે. જેના કારણે મન પર પણ અસર થાય. જેના કારણે જ આ સમય દરમિયાન આવતાં તહેવારો પણ શરીર અને મન ને સહાયક શક્તિ પુરી પડે તે રીતે ઉજવાતા હતા.

ઉપવાસ, અધ્યાત્મ. ચંદ્ર કિરણો, શારીરિક કસરત જેમાં શરીર વિજ્ઞાનને ધ્યાનમાં લેવાયું હોય, આવી ઘણી બધી બાબતોને તહેવારો સાથે જોડી દેવામાં આવી હતી. સમયાંતરે વાસી ખોરાક જે પ્લાસ્ટિક ના પેકીંગમાં બજારમાં મળે છે તેનું જે રીતે માર્કેટિંગ થયું તેમાં મૂળભૂત સિદ્ધાંતો વિસરાતા ગયા અને આવો ખોરાક જે સવાસ્થ્ય માટે હાનિ કારક ગણાય તે ફરાળ તરીકે આપણી સાથે જોડાઈ ગયો. ફરાળ એટલે ફળાહાર. જયારે બહારનું વાતાવરણ પાચન શક્તિ માટે અનુકૂળ ન હોય ત્યારે અમુક ફળોને આહારમાં લેવામાં આવે તો તે મદદરૂપ થાય અને આવા સમયે અમુક મંત્રો જે શ્વસનની પ્રક્રિયામાં મદદરૂપ થાય તેનું ઉચ્છરં કરવાથી શરીર અને મન બંનેનું સ્વાસ્થય સારું રહે.

ચંદ્ર પ્રકાશ પિત્તજન્ય રોગોમાં મદદરૂપ થાય છે, તેથી શરદ ઋતુ કે જેમાં આવે રોગ થવાની સહુથી વધારે શક્યતા હોય ત્યારે ચંદ્ર પ્રકાશમાં કમરેથી થોડું વળીને પગ અને હાથમાં પેટને લગતા જે પોઇન્ટ છે તે દબાય તે આશય થી શારીરિક હલન ચલન કરીને ગરબા કરવાથી શરીર સ્વસ્થ રહે તેવી વાત હતી. જે ફ્લડ અને ભયાનક અવાજ કરતી સાઉન્ડ સિસ્ટમ અને વૉલીબોલ કે સાલસા ગરબા જેવી બાબતોમાં વિસરાતા ગયા. આપણે આપણા તહેવારો ને ન સમજી શકયા, તેથી તેનાથી મળતા ફાયદાથી પણ વિમુખ થવા લાગ્યા.

ઇલેક્ટિક લાઈટથી રેડિએશન વધે છે અને જો તે વધારે પ્રમાણ માં હોય તો માનસિક તણાવ પણ ઉભો કરી શકે છે. વધારે ઓક્સિજન મળે તેવા વાતાવરણમાં રહેવા ટેવાયેલા આપણે હવે વાતાવરણમાં ગરમી વધારીને બંધિયાર જગ્યાઓમાં રહેવા લાગ્યા તેનું પણ એક કારણ આપણા નિયમો માટેની ઉદાસીનતા છે. એક મેસેજ આવ્યો,” રોકેટ શીખવાડવા માંગે છે કે ઉપર જવા માટે બાટલી જરૂરી છે.” આવા સંદેશાઓ તહેવારો વિષે ને હાલની સમાજની મૂળ માટેની ઉદાસીનતા દર્શાવે છે. ભારતના દેવી દેવતા માટે પણ ઘણા એવા સંદેશાઓ ફરતા હોય છે જે અમાન્ય ગણાય. જે અન્ય દેવી દેવતાઓ માટે મારા ધ્યાનમાં આવ્યા નથી. ધર્મ તેના રક્ષકની રક્ષા કરે છે. આપણે આપણા ધર્મ યા તો માનવ ધર્મથી જેટલે નજીક તેટલો આપનો ઉત્કર્ષ વધારે. સોશિયલ મિડિયા કે એડ્વેર્ટાઇઝમાંથી સાચું શું તે સમજવાની ક્ષમતા આપણને આપણા મૂળ ને સમજવાની ક્ષમતા આપી શક્સે. વાસ્તુ એટલે માત્ર ઘર નહિ તે કુદરત સાથે સંતુલનના નિયમો સાથે જોડાયેલ શાસ્ત્ર છે.

ભ્રમણા:

ફટાકડા એ ભારતીય શોધ છે.

સત્ય:

ફટાકડા ચીનમાં શોધાયા હતા, તે ભારતીય તહેવારનો ભાગ ન હતા. વિવિધ સાંસ્કૃતિક આક્રમણોથી આપણે આપણા મૂળભૂત સિદ્ધાંતો ભૂલી અને પ્રદૂષણને આમંત્રણ આપતા ગયા.