વિવિધ ઋતુઓમાં જન્મેલાઓનું ફળકથન

જ્યોતિષ એટલે કુદરત અને માનવના સંબંધનું લેખાજોખું, કુદરત અને મનુષ્ય ભિન્ન નથી. જે આકાશમાં છે તે જ પૃથ્વી પર છે, અને પૃથ્વી પર છે તે જ મનુષ્યના શરીરમાં છે. ઉનાળામાં જે શાક આવે છે, તેની ગુણવત્તા શિયાળામાં મળતા શાક જેવી હોતી નથી. કેટલાક શાક અને ફળો અમુક સિઝનમાં જ થાય છે. ભલા, આંબાને કેમ ખબર પડી કે હવે ઉનાળો આવ્યો? આંબામાં તો કોઈ ઘડિયાળ કે બુદ્ધિ નથી, મનુષ્ય જેવી તો નથી જ, છતાં આંબો ભૂલ્યા વિના દર ઉનાળામાં કેરી આપે છે. આ છે કુદરતનો સીધો સંબંધ બધા જીવ સાથે. સુર્યમુખી સુરજ તરફ જ જુએ છે, ભરતી અને ઓટ ચંદ્રના આધારે જ થાય છે. આવી તો કેટલીય ઘટનાઓ છે, જેમાં માનવી અને કુદરતનો સંબંધ સ્પષ્ટ હોય છે.

શિશિર ઋતુ ઠંડી હોય છે, તેમાંબળ વધે છે, શિશિર ઋતુમાં જન્મેલો મનુષ્ય સુંદર દેહવાળો, શુભ કાર્યો કરનાર, ધર્મમાંરસ લેનાર હોય છે. આ ઋતુમાં જન્મેલ ધીમે ધીમે પણ લાંબી વાતો કરનાર હોય છે. તેઓ પોતાના કાર્યોમાં ધીમા હોઈ શકે. આ ઋતુમાં જન્મેલા એકલા હાથે બધા કાર્યો પાર પાડનાર હોય છે. તેઓ વડીલોનું ખુબ સન્માન કરે છે અને વારસો જાળવવા પ્રયત્નશીલ રહે છે.

વસંત ઋતુ માર્ચ અને એપ્રિલની આસપાસ આ ઋતુ આવે છે, વસંત ઋતુને ઋતુરાજ પણ કહેવાય છે. આ ઋતુની જેમ જ તેમાં જન્મેલા મનુષ્ય બુદ્ધિશાળી અને તેજસ્વી હોય છે. તેઓની તબિયત ખુબ સારી રહે છે. અલબત તેઓને આયુર્વેદ જેવા વિષયોનું પણ જ્ઞાન હોઈ શકે. તેઓ ઉદ્યમી અને એકચિત મનુષ્ય હોય છે. તેઓ ઓછા પ્રયત્ને સફળ વ્યક્તિઓ બને છે, તેનું કારણ તેમની વિચક્ષણ બુદ્ધિ હોઈ શકે.

ગ્રીષ્મઋતુ મે અને જુન મહિના દરમિયાન હોય છે, આ ઋતુમાં બળનોશોષ પડે છે. આ ઋતુમાં જન્મનારને જીવન દરમિયાન ઓછામાં સંસાર ચલાવવાની ટેવ હોય છે, તેઓ સફળતાથી જલ્દી સંતુષ્ટ થાય છે. તેઓ વધુ મહેનત કરી શકતા નથી, પરિણામે તેઓ પોતાની બુદ્ધિના આધારે જ કાર્ય કરે છે. તેઓનેલાગણી જલ્દી પીગળાવી શક્તિ નથી. સંબંધો માપસરના જ રહે છે. અભ્યાસ ઓછો રહે છે.

વર્ષાઋતુ જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં હોય છે, વર્ષાએ ઋતુઓની રાણી જેવી છે, આ ઋતુમાં કુદરતની પ્રચુરતા જોવા મળે છે. આ ઋતુમાં જન્મનાર મનુષ્યને જીવનમાં આર્થિક ઉન્નતીની ચાહ અને આકાંક્ષાઓ ઘણી હોય છે. પરંતુ જયારે તેમની પાસે ધન આવે છે, ત્યારે તેમને ધનની કિંમત હોતી નથી. તેઓ ગુણવાન હોય છે, અને મોટેભાગે પોતાનો અર્થ સિદ્ધ પણ કરે જ છે.શરદ ઋતુ સપ્ટેમ્બરથી નવેમ્બરની આસપાસ હોય છે, આ ઋતુની શરૂઆતમાં રોગો ઘણા હોય છે, છતાં શરદ પાર કરતાની સાથે અનેક તહેવારો પણ હોય છે. આ ઋતુમાં જન્મનારનું જીવન ધન અને ધાન્યથી સમૃદ્ધ હોય છે, જાતક જીવન દરમિયાન અનેક અનુભવોમાંથી પસાર થાય છે, સારા-નરસા અનુભવો પણ વધુ થાય છે. તેના સંબંધીઓ અને હિતેચ્છુઓ ઓછા હોય છે. તેને પોતાના કાર્યો બદલ ખુબ માન મળે છે.

હેમંત ઋતુ, એટલે માગશર અને પોષ મહિનો, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન આ ઋતુ હોય છે. તેને પાનખર પણ કહે છે. સૃષ્ટિમાં જુનું છોડીને નવું ધારણ કરવાની મોસમ આવી જાય છે. આ ઋતુમાં ચારે તરફ પાન ખરતા જોઈ શકાય છે. આ ઋતુમાં જન્મનારને અનેક વ્યાધિઓ આવી શકે છે. તેઓનું આયુષ્ય રોગોને લીધે હણાય છે. તેઓનો ચેહરો નિસ્તેજ રહે છે. આ જાતકો જીવન દરમિયાન નાની નાની બાબતો માટે વધુ તકલીફ લેતા જણાય છે. તેઓ જીવનને ખુબ ગંભીરતાથી લે છે.

ઉપર મુજબ ઉત્તરાયણ પક્ષમાં જન્મનાર દરેક ક્ષેત્રે વધુ સફળ હોય છે, જયારે દક્ષિણાયનમાં જન્મનાર મનુષ્યને વધુ પ્રયત્નો કરવા પડે છે. તેવું આદ્ય આચાર્યોનું કહેવું છે. ઉત્તરાયણ વર્ષની શરૂઆતે થાય છે, અને લગભગ જુન મહિના પછીનો સમય દક્ષિણાયન કહેવાય છે.

નીરવ રંજન