ગ્રહોની ગતિવિધિ અનુસાર જાણો તમારી રાશિ પર શુભ-અશુભ અસર

જ્યોતિષ શાસ્ત્ર વિષે વિવિધ મત મતાંતરો પ્રવર્તે છે. પણ એક વાત સહુ માને છે કે દરેક ગ્રહની પોતાની એક ખાસિયત છે અને તેની ગતિવિધિની માનવ જીવન પર અસર પડે છે. બ્રહ્માંડમાં ગ્રહોની ગતિવિધિ સમજવા માટે મોબાઈલ એપ્લીકેશન પણ બની છે. જેમાં કોઈ પણ ગ્રહ કઈ રાશિમાં છે તે જોઈ શકાય છે. ૨૧મી નવેમ્બરે શુક્ર ગ્રહનું ધન રાશિમાં આગમન થયું. અહી ચાર ગ્રહો ભેગા થયા. ગુરુ જે સહુથી મોટો અને પ્રભાવી ગ્રહ ગણાય છે. અથવાતો તેને દેવોનો ગુરુ ગણાય છે તે અને શુક્ર એટલે કે માયાવી ગુરુ અથવાતો દૈત્યોનો ગુરુ બંને ભેગા થાય છે. વળી શનિ અને કેતુ તો ત્યાં છે જ. વૈચારિક મતભેદ વધે. અથડામણો વધે. વાયુપ્રદુષણની અસર ઉત્તરમાં વધારે દેખાય. બે ઋતુની અસર રહે. શિયાળો બેસે પણ વાદળા દેખાય. પવન વધે. મનમાં વિડમ્બના રહ્યા કરે તેથી એકંદરે વિચારો વધે. જો કે દરેક રાશી પર તેની અસર અલગ અલગ રહે. તો જોઈએ આ ગ્રહોની યુતિ દરેક રાશી માટે કેવી રહેશે?

મેષ: મન તો મર્કટ છે. તેના પર કાબુ હોય તેજ સારું. આ સમય માન સન્માનમાં વૃદ્ધિ કરાવે. એકંદરે લાભકારી રહે.યાત્રા કરવાની ગમે તો ખરી પણ ધ્યાન રાખવું જરૂરી છે. ગુરુવારે ખીર ખાવા થી સારું રહે.

વૃષભ: આપ સરળતાથી ભરોસો કરો છો. ભરોસા પર ન ચાલવાની સલાહ છે. આંતરમનમાં વિચારો વધે. આપ સાચા હો તો પણ વિવાદથી બચવું. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. સાકરનું દાન કરવું.

મિથુન: નવા સંબધોની શરૂઆત થઇ શકે. ઘણા સમયથી કામ અટવાયેલા હોય તો તેમાં માર્ગ મળે. આપની કાર્યશૈલી વખણાય. આપ સારું બોલો છો પણ વિવાદ માં ન પડવાની સલાહ છે. પ્રણયની પાંખો ખુલતી લાગે. શિવલિંગ પર પાણી દૂધ, પંચામૃતથી અભિષેકથી સારું રહે.

કર્ક: ચિંતાઓ માત્ર તણાવ આપે છે. મનની શાંતિ હણાય. અને અંતે કઈ એવું ખરાબ ન થાય જેવી ચિંતા કરી હોય. વિવાદમાં ન પડવાની સલાહ છે. ઓહ્મ નમઃ શિવાય ના જાપથી સારું રહે.

સિંહ: આપનો સમય આવી રહ્યો છે. અંધકારમાંથી કિરણોનું આગમન થતું હોય તેમ લાગે. મુશાફરીમાં ધ્યાન રાખવું. સંતાનની ચિંતા ઓછી થાય.આર્થિક લાભ દેખાય. સૂર્યને અર્ઘ આપવાથી સારું રહે.

કન્યા: ખાવા પીવામાં ધ્યાન રાખવું. મુસાફરી અનુકુળ ન આવે. પડકારોને પહોંચી વળવા પ્રયત્નો કરવા પડે. યોગ્ય પ્રમાણમાં પાણી પીવાની સલાહ છે.

તુલા: લક્ષ્મીજી આપના પર પ્રશન્ન થઇ રહ્યા છે. ચિંતાના વાદળો હટસે. રિસર્ચમાં લાભ રહે. યાત્રામાં સાવધાની રાખવી. ગુરુવારે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ.

વૃશ્ચિક; સમય બદલાઈ રહ્યો છે. આર્થિક લાભ થાય પણ સાવધાની ન હોય તો નુકશાન પણ થઇ શકે. પ્રગતિ થશે. વિરોધનો વંટોળ દેખાઈ શકે પણ અંતે સફળતા મળે. શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરવી.

ધન: શું જોઈએ છે? એવું કુદરત પૂછે તો? બસ આવુજ કઈ થવા જઈ રહ્યું છે. હા, વિવાદોથી દુર રહેશોતો સારું રહેશે. વાહન ચલાવતા પુરતું ધ્યાન રાખવાની સલાહ છે. શિવ પૂજાથી સારું રહે.

મકર: ઉદાસ મન અને શંકાઓ આપને પરેશાન કરી શકે. પણ જો પોતાના પર ભરોસો હોય તો વાદળો હટતા દેખાય. તકરારમાં ન પડાય. સવારે વહેલા ઉઠવાની સલાહ છે.

કુંભ: ધાર્મિક વિચારો વધે. મતભેદ ઘટે.ખોટી ચિંતાઓનો કોઈ અંત નથી અને આધાર પણ. અંતે લાભ થશે. કોઈનુંપણમન વચન કર્મથી ખરાબ ન વિચારવાની સલાહ છે.

મીન: લાલસામાં ન આવશો. સારો સમય આવી રહ્યો છે. મિત્રોનો સહકાર મળે પણ પરિવારને પણ તમારી જરૂર છે તે સમજવું જરૂરી છે. મીઠી વસ્તુઓનું દાન કરવું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]