ગુરુનું રાશિ પરિવર્તન, વૃશ્ચિકમાં આવી લાવશે બદલાવ

ગામી ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ની સાંજે ગુરુ ગ્રહનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થશે. ગુરુ, શનિ, રાહુ અને કેતુ આ ચારેય મોટા ગ્રહો અને પ્રમાણમાં ધીમી ચાલના હોઈ, તેમનુંરાશિ પરિવર્તન અને રાશિના ભોગકાળ, દેશ અને દુનિયામાં મોટા પરિવર્તન લાવનારા હોય છે. ગુરુધન રાશિમાં માર્ચ ૨૦૧૯ દરમ્યાન સ્પર્શ કરીને વક્રી થશે અને નવેમ્બર ૧૯ સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે. ગુરુનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ વૃશ્ચિક રાશિની સાથે કર્ક અને મીન રાશિના જાતકોના જીવનમાં અનેક સુખો લાવનારું સાબિત થશે. શનિ મહારાજ અને રાહુ જ્યાં ભ્રમણ કરે છે ત્યાં નિયંત્રણ અને શુષ્કતા લાવે છે, ગુરુ જ્યાં ભ્રમણ કરે છે, ત્યાં દોષથી રાહત અને સમૃદ્ધિ લાવે છે.

દેશ માટે સાતમાં ભાવે ગુરુનું ભ્રમણ આર્થિક બાબતોમાં હરણફાળ પ્રગતિ આપી શકે. દુનિયામાંદેશની સાખ ઓર વધે અને એક સક્ષમ મિત્ર દેશની પ્રગતિમાં સહાયરૂપ બને તેવું દેખાઈ રહ્યું છે. ભાવનાત્મક મુદ્દાઓ, ધાર્મિક મુદ્દાઓ અને માનવીય અભિગમની સરાહના થશે.દેશ માટે આર્થિક પ્રગતિ અને બજારોમાં તેજી આવી શકે છે, દેશમાંરાજ્યકક્ષાએ અથવા તો સામાન્ય નાના ઉદ્યોગોમાં તેજીનો માહોલ જોવા મળશે. અલબત માર્ચ ૨૦૧૯ સુધીનો સમય દેશ માટે અનેક નવી તકોનું સર્જન કરશે. દેશમાં શાંતિ અને સલામતીનો માહોલ બનશે અને સામાજિક એકતા અને રાજકીય સ્થિરતા પણ જોવા મળશે. ૨૦૦૬ઓક્ટોબર પછી ગુરુનોવૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો હતો, ત્યારે પણ સતત ૩ વર્ષ સુધી દેશમાં તેજી અને આર્થિક બાબતોમાં પ્રગતિ જોવા મળી હતી. અત્યારના તબક્કે તેજીની કલ્પના થોડી અટપટી લાગી શકે પણ આ આવનાર સમયનો એકસંકેત છે, ગુરુનું રાશિ પરિવર્તન થતા બધું જ બદલાઈ જશે તે નક્કી છે. આશા છે કે આ વર્ષે પણ નવેમ્બર ૧૯ સુધીમાં બજાર તેનીઆળસ છોડીને નવી રાહ પકડી લેશે. આ બધું ગુરુ મહારાજના વૃશ્ચિક રાશિમાં ભ્રમણને જ આભારી રહેશે.

બારેય રાશિઓને વૃશ્ચિકનો ગુરુ કેવું ફળ આપશે, તે નીચે મુજબ છે.

મેષ: મેષ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધાર જણાશે. વ્યવસાયમાં પ્રગતિ થશે. લગ્ન બાબતે પ્રશ્નનું સમાધાન થઇ શકે. માત્ર વિદેશ અને લાંબી યાત્રા માટે અનુકુળતા ઓછી રહેશે.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં પ્રગતિ થશે, વ્યવસાયમાં નવીનતા આવશે. લગ્ન બાબતે સુખાકારી વધે. પત્ની કે પતિના સ્વાસ્થ્ય બાબતે વધુ તકેદારી લેવી.

મિથુન: મિથુન રાશિના જાતકોને કાર્ય બાબતે ફેરફાર આવી શકે, નોકરીમાં બદલી અને બઢતીના સંજોગ છે. સ્વાસ્થ્ય બાબતે વધુ સાવચેત રહેવું પડે, આરામથી બચવું.

કર્ક: કર્ક રાશિના જાતકો માટે પુત્ર બાબતે વધુ સુખનો અનુભવ થશે. શેર કે સટ્ટાકીય બાબતોમાં તકદીર સાથ આપશે. કળા, વિદ્યા અને શોખના વિષયોમાં પ્રગતિ થાય.

સિંહ: સિંહ રાશિના જાતકોને પદોન્નતિ થઇ શકે, નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થઇ શકે. નોકરીમાં બદલાવ આવેતેની સંભાવના વધુ જણાય છે. વાહનનું સુખ વધે.

કન્યા: કન્યા રાશિના જાતકોને આ વર્ષ દરમ્યાન વધુ મુસાફરીનો અનુભવ થઇ શકે, તમે વધુ લોકોના સંપર્કમાં આવો તેવું બને. સામાજિક કાર્ય સફળ થાય.

તુલા: તુલા રાશિના જાતકોને વ્યવસાયમાં મંદી દુર થાય, નવા ભાગીદાર સાથે સફળતા મળે.રૂઢિગત માન્યતાઓથી તમે નવીનતા તરફ જશો. પરિવારને પ્રાથમિકતા આપશો.

વૃશ્ચિક:તમારી મહેનત અને ઓળખાણ તમને સફળતા તરફ લઇ જશે, જીવનમાં મોટા બદલાવ માટે તૈયાર રહેજો, માનસિક વ્યગ્રતા અને ચિંતાઓ દુર થશે.

ધન: તમે વ્યવસાયમાં રોકાણ કે નોકરીમાં મોટા બદલાવ માટે આતુર છો, આ વર્ષે તમે આર્થિક બાબતોમાં પ્રગતિ કરશો. મહેનત અને શ્રદ્ધા જરૂરી રહેશે. બદલાવથી ડરવું નહિ.

મકર: મકર રાશિના જાતકોને પોતાના વિચારોમાં મક્કમતા લાવવી પડશે, તમારા ખોટા વિચારો તમને સફળતાથી દુર રાખી શકે. એક મહત્વના કાર્યમાં પ્રગતિ કરો તેવું બને.

કુંભ: કુંભ રાશિના જાતકોને સંબંધોમાં સફળતા મળશે. તમે આસપાસના લોકોમાં સફળ તાલમેલ કરી શકશો. વ્યવસાયમાં તમે ઉત્તમ નેતૃત્વ આપશો. નોકરીમાં બઢતી.

મીન: તમે મોટી સફર ખેડવા માંગો છો, વિદેશઅનેલાંબી સફરમાં તમે સફળ થશો. ઘરના સભ્યો તમારાથી ખુશ રહેશે. ઉપરી નેતૃત્વ બદલાઈ શકે. ધાર્મિક કાર્ય થઇ શકે.

નીરવ રંજન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]