મનની શાંતિ માટે: રાશિઓ ગ્રહો અને તેમના મંત્ર

મંત્ર મનને મુશ્કેલીથી તારવાનું કાર્ય કરે છે. આપણું સૂક્ષ્મ જગત મનના રહસ્યોની અંદર રહેલું છે. મનની અંદર મનુષ્યની માન્યતાઓ રહેલી છે, મનુષ્ય તેના અનુભવ અને અભ્યાસને આધારે તે માન્યતાઓ સાથે મોટો થાય છે. માનો કે ના માનો, માન્યતાઓપર જીવનની સફળતા ટકી રહેલી છે. તમે જો તમારી માન્યતા બદલી શકો તો જ જીવનમાં પરિવર્તન પણ લાવી શકો.

જ્યોતિષનો આધાર ચંદ્રની દશાઓ એટલે કે મનુષ્યનું મન જ છે. કોઈ ખુશ છે કે દુઃખી, તેનો ખરો ચિતાર તેનું મન જ આપી શકશે. ‘જો મન ચંગા તો કથરોટ મેં ગંગા’. મનુષ્યનું મન ખુબ જ બળવાન છે, ઘણીવાર બુદ્ધિનું જોર પણ મન પાસે નબળું પડી જાય છે. મોટા મોટા નિર્ણયો માત્ર લાગણીને આધારે લઈને અનેક લોકો પસ્તાય છે. આ શું દર્શાવે છે? મન અને માન્યતાઓની શક્તિ! જો મનને ઉગારવું હોય તો મનને કાબૂમાં લાવવું પડે, મનને શાંતિ આપવા માટે દરેક રાશિ અનુસાર નીચે મંત્ર આપેલ છે, આ મંત્રના શ્રદ્ધાપૂર્વક જપ કરવાથી જે તે રાશિના જાતકોને માનસિક શાંતિ અને સમૃદ્ધિ મળી શકશે. શાંતિ પ્રાપ્ત કરવી હોય તો મનને ગુસ્સા અને શંકાથી બચાવવું પડે. જેનું મન શંકાશીલ હશે તેને ક્યાંય સુખની પ્રાપ્તિ થવાની નથી.

મંત્રના જાપ કરતી વખતે માત્ર શબ્દો અને તેના ઉચ્ચારણ પર ધ્યાન કેન્દ્રિત કરો, મનમાં ધ્યાન કરો કે મંત્ર દ્વારા તમને શાંતિનો અનુભવ થઇ રહ્યો છે. મંત્રની શક્તિ તમારી અંદર સુખ અને સમૃદ્ધિનો સંચાર કરી રહી છે. ખરાબ શક્તિ અને રોગ તમારા શરીરમાંથી  બહાર જઈ રહ્યા છે. તમે સુખી બની ચૂક્યાં છો. આ પ્રકારે માનસિક ચિંતન અને ધ્યાન કરતાં રહો અને સાથે મંત્રનું સતત ઉચ્ચારણ કરતા રહો. તમને મંત્ર દ્વારા ચોક્કસ રાહત પ્રાપ્ત થશે.

રહસ્ય: મંત્રોના જેટલા અક્ષર તેટલા હજાર તેમના જાપ.

મેષ રાશિનો મંત્ર:

ॐ ह्रीं श्रीं लक्ष्मी नारायणाय नमः 

વૃષભ રાશિનો મંત્ર:

ॐ गोपालाय उत्तर ध्वजाय नमः

મિથુન રાશિનો મંત્ર:

ॐ कलीं कृष्णाय नमः

કર્ક રાશિનો મંત્ર:

ॐ हिरण्य गर्भाय अव्य्कत रूपिणे नमः

સિંહ રાશિનો મંત્ર:

ॐ कलीं ब्रह्मणे जगदधारय नमः

કન્યા રાશિનો મંત્ર:

ॐ नमो प्रिं पिताम्बराय नमः

તુલા રાશિનો મંત્ર:

ॐ तत्व निरन्जनाय तारकरामाय नमः

વૃશ્ચિક રાશિનો મંત્ર:

ॐ नारायणाय सुर सिन्हाय नमः

ધન રાશિનો મંત્ર:

ॐश्रीं देव कृष्णाय रुर्ध्व सुताय नमः

મકર રાશિનો મંત્ર:

ॐ श्रीं वत्सलाय नमः

કુંભ રાશિનો મંત્ર:

ॐ श्रीं उपेन्द्राय अच्युताय नमः

મીન રાશિનો મંત્ર:   

ॐ कलीं उद् धृताय उद्धारिणे नमः

નીચે દોષકારક ગ્રહ અને સામે પઠન કરવાના સ્રોતની નોંધ આપી છે, જો આ ગ્રહ દોષકર્તા હોય તો નીચે આપેલ સ્રોતનું પઠન લાભદાયી છે:

ચંદ્ર:

ॐश्रां श्रीं श्रों सः सोमाय नमः

શિવમહિમ્ન સ્રોત: કુંભ અને મકર લગ્નના જાતકો માટે શાંતિ બક્ષનાર.

મંગળ:

ॐ क्रां क्रीं क्रों सः भौमाये नमः

અંગારક સ્રોત: કન્યા અને મિથુન લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

બુધ:

ॐ ब्रां ब्रीं ब्रों सः बुधाये नमः

વિષ્ણુ સહસ્ત્રનામ: સ્વયં પરાશર ઋષિએ જેનો ઉલ્લેખ પરાશર હોરામાં કરેલ છે, મેષ અને વૃશ્ચિક લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

ગુરુ:

ॐ ग्रां ग्रीं ग्रों सः गुरवे नमः

દત્ત બાવની: પ્રભાવશાળી અને તુરંત પીડા દુર કરનાર સ્રોત, તુલા અને વૃષભ લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

શુક્ર:

ॐ द्रां द्रीं द्रों सः शुक्राये नमः

લલિતા સહસ્ત્રનામ: માતાજીની ઉપાસના માટે પરમ ફળદાયી, ધન અને મીન લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

શનિ:

ॐप्रां प्रिं प्रों सः शन्ये नमः

સુંદરકાંડ, હનુમાન ચાલીસા: ખુબ પ્રચલિત અને આશ્ચર્યકારક સુખદાયી પરિણામો આપે છે, તુરંત વિઘ્ન દુર થાય છે. કર્ક અને સિંહ લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

સૂર્ય:

ॐ ह्रां ह्रीं ह्रों सः सूर्याय नमः

આદિત્યહ્રદય અને સૂર્ય સહસ્ત્રનામ: આદિત્ય હ્રદયનો ઉલ્લેખ રામાયણમાં આવે છે, સૂર્યસહસ્ત્રનામ પરમ પ્રભાવી છે, પંદરીયા યંત્ર સાથે આ સ્રોત વાંચતા તત્કાળ રોગ મુક્તિ થાય છે. કુંભ અને મકર લગ્નના જાતકો જો સૂર્યથી પીડિત હોય તો આ સ્રોત વાંચવા જોઈએ. 

રાહુઅને કેતુ દૈત્ય ગ્રહો હોઈ તેની સ્તુતિને બદલે જગદગુરુશિવની સ્તુતિ કરવી જોઈએ.

વિચારપુષ્પ: બધા તોફાન માત્ર નાશ નથી કરતાં, ઘણાં વાતાવરણ પણ શુદ્ધ કરે છે.