ભારતીય ખગોળશાસ્ત્ર થકી જીવનની શ્રેષ્ઠ ક્ષણોનો લાભ લઇ શકાય!

શું તમે જાણો છો કે કોઈ પણ મહિનાના સત્તર દિવસ તમે સાચા અર્થમાં સુખી થઇ શકો છો? કેટલાક લોકોને આ વાત સાચી નહિ લાગે. એનું કારણ છે કે ઘણા બધા લોકોને ચિંતા અને ફરિયાદની વચ્ચે સુખની પરિભાષા ભૂલી જવાની ટેવ હોય છે. પણ ભારતીય ખગોળશાસ્ત્રને સારી રીતે સમજવામાં આવે તો તેના અભ્યાસ થકી જીવનની શ્રેષ્ઠ ક્ષણોનો લાભ લઇ શકાય છે. હવે એવો વિચાર ચોક્કસ આવે કે પેલા સત્તર દિવસો કયા એની ખબર કેવી રીતે પડે? આપણે સહુ જાણીએ છીએ કે સુર્ય મંડળના દરેક ગ્રહ સુર્યની આસપાસ ફરે છે. તેથી સૂર્યને કુંડળીમાં સ્થાન છે. તેની ઉર્જા આપણા જીવન પર પણ અસર કરે છે. એવીજ રીતે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. તેની ઉર્જા પણ જીવનને અસર કરે છે. અન્ય ગ્રહો વિષે પણ બધા જાણતાજ હશે.આપણી કથાઓમાં ચંદ્રની પત્નીઓની વાત કરવામાં આવી છે. ખરેખર એ વાત નક્ષત્રોના સંદર્ભમાં કરવામાં આવી છે. ભારતમાં લેખનની પહેલા શ્રુતિ અને સ્મૃતિથી જ્ઞાન ફેલાવવાની પ્રથા હતી. જેના ભાગ રૂપે સરળતાથી યાદ રહી જાય તે રીતે દરેક આધારને વાર્તા સ્વરૂપ આપવામાં આવ્યું હોય તેવું બની શકે.

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટીએ ૧૨ રાશી, ૧૨ ગ્રહો અને ૨૭ નક્ષત્રોના આધારે કથન કરી શકાય. ૧૨ રાશી અને ૨૭ નક્ષત્રો છે તેથી  સવા બે નક્ષત્રોથી એક રાશી બને એવું કહી શકાય. જન્મના નક્ષત્રના આધારે વ્યક્તિ વિશેની માહિતી મળી શકે. વળી જેતે નક્ષત્રના ચરણને પણ સમજવાની વાત જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવી છે. દરેક રાશી માટે અલગ અલગ નક્ષત્રોની શુભ અને અશુભ અસરો હોય છે. જેતે સમયે કયું નક્ષત્ર ચાલે છે, તેના જ્ઞાનથી વ્યક્તિ પોતાના લાભાલાભનો વિચાર કરી શકે. પરાશર મુનીએ એક શ્લોકમાં નક્ષત્રની મહત્તા દર્શાવતા કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના જન્મના નક્ષત્રને નથી જાણતો તે જેમ દીપક વિના ઘર ભેંકાર લાગે તેમ જીવનના અંધકારમાં ભટકે છે. આ વાતને માત્ર અજ્ઞાનની અસર સાથે જોડવું જ યોગ્ય ગણાશે.

ક્રમાંક નક્ષત્ર ક્રમાંક નક્ષત્ર ક્રમાંક નક્ષત્ર
અશ્વિની ૧૦ મઘા ૧૯ મૂળ
ભરણી ૧૧ પૂર્વા ફાલ્ગુની ૨૦ પૂર્વાષાઢા
કૃતિકા ૧૨ ઉત્તરા ફાલ્ગુની ૨૧ ઉત્તરાષાઢા
રોહિણી ૧૩ હસ્ત ૨૨ શ્રવણ
મૃગશીર્ષ ૧૪ ચિત્રા 23 ધનિષ્ઠા
આદ્રા ૧૫ સ્વાતિ ૨૪ શતતારકા
પુનર્વશુ ૧૬ વિશાખા ૨૫ પૂર્વભાદ્ર્પદા
પુષ્ય ૧૭ અનુરાધા ૨૬ ઉત્તર ભાદ્ર્પદા
આશ્લેષા ૧૮ જયેષ્ઠા ૨૭ રેવતી

 

જ્યોતિષના સિદ્ધાંત પ્રમાણે પોતાના નક્ષત્રથી બીજું, ચોથું, છઠ્ઠું, આઠમું અને નવમુંનક્ષત્ર શુભ ગણાય છે.નક્ષત્રનું કોષ્ટક બનાવીએ ત્યારે નવ-નવ નક્ષત્રોને એક એક ઉભી લાઈનમાં લખવાથી કુલ સત્યાવીસ નક્ષત્રોનું એક કોષ્ટક બનશે જેમાં ત્રણ ઉભી લીટીમાં નક્ષત્રો લખાયેલા હશે. હવે પોતાના નક્ષત્રોની સાથે એ જ આડી લીટીમાં આવેલા નક્ષત્રો તેને સમાંતર ગણાય. જેમકે સિંહ રાશી ધરાવતી વ્યક્તિ માટે જન્મનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની ગણાય. કોષ્ટકમાં તેની આસપાસ કૃતિકા અને ઉત્તરાષાઢા નક્ષત્રો આવેલા છે. આ બંને નક્ષત્રો તેમના માટે શુભ ગણાય. આનક્ષત્રો હોય ત્યારે કોઈ નવું કામ કરી શકાય. ઉત્તરા ફાલ્ગુની બારમાં ક્રમે છે. તેથી ૧૩, ૧૫, ૧૭, ૧૯ અને ૨૦મુ નક્ષત્ર તેના માટે શુભ ગણાય.આ દરેક નક્ષત્રો સાથે આડી લીટીમાં આવેલા નક્ષત્રો પણ શુભ ગણાય છે.આમ એક મહિનામાં સત્તર દિવસશુભ નક્ષત્રોનો લાભ મળી શકે. નક્ષત્રોની સમજણ માટે અહી દર્શાવેલ કોષ્ટક ચોક્કસ મદદરૂપ થઇ શકશે. વખતો વખત આપણે વિવધ નક્ષત્રોની વિવિધ અસરો વિશે ચર્ચા કરતા રહીશું.જેમકે ગુરુ જળ તત્વના નક્ષત્રમાં હોય તો શિયાળામાં પણ વરસાદ પડી શકે.  જે તે નક્ષત્રોના તત્વ તેની માનવ જીવન અને પર્યાવરણ પરની અસરો પણ જોઈશું.મિત્રો હવે લાગે છેને કે જો સાચી સમજણ હોય તો જીવન મધુર જ છે ને?