ગરમ માહોલ વચ્ચે શનિ 30 એપ્રિલથી થશે વક્રી, થશે અસર…

વનાર સમય દેશના રાજકીય ભવિષ્ય માટે ખૂબ મહત્વનો સમય છે, એક બાજુ વરસાદ અને ગરમીના પ્રશ્ન હશે તો બીજી બાજુ રાજકીય માહોલ પણ ગરમાયેલો રહેશે.હાલ ગુરુ ધન રાશિમાં વક્રી ગતિ કરી રહ્યો છે, તે સાથે શનિ મહારાજ પણ જોડાઈ જશે, તારીખ૩૦ એપ્રિલ ૨૦૧૯થી શનિ ગ્રહવક્રી થશે, બંને મોટા ગ્રહો લગભગ એક બિંદુની આસપાસ વક્રી ભ્રમણ કરી રહ્યા છે.

શનિ ગ્રહનું વક્રી ભ્રમણ ખાસ કરીને ધન રાશિના જાતકો માટે સરળતા દર્શાવતું નથી. મકર રાશિના જાતકોને થોડો સમય રાહતના સમાચાર મળી શકે. વૃશ્ચિક રાશિમાં ગુરુ મહારાજ આવવાથી વૃશ્ચિક રાશિના જાતકોને મન અને તન આનંદમય રહે. દેશની કુંડળીમાં આ ભ્રમણ આઠમાં ભાવે થઇ રહ્યું છે. અષ્ટમ ભાવે શનિ, કેતુ અને ગુરુ આ બધા ગ્રહોની વક્રી ગતિ આવનાર સમયમાં દેશમાં રાજકીય માહોલમાં મોટાપાયે રહસ્યોદ્ઘાટનનું સુચન કરે છે. રાહુ-કેતુની ગતિ તોહંમેશા વક્રી દિશામાં જ હોય છે. આઠમો ભાવ નવીનતા અને સર્જનનું પણ સુચન કરે છે. અગમ્ય અને અજાણ ચીજોને બહાર લાવવા માટે અષ્ટમભાવમાં ગ્રહ હોવા જરૂરી હોય છે.

દેશની કુંડળીમાં જયારે આ પ્રકારે યોગ થઇ રહ્યો છે, ત્યારે રાજકારણમાં અને દેશની સ્થિતિમાં અનેક મોટી અને અજાણ બાબતો મીડિયા દ્વારા પ્રકાશમાં આવી શકે તેવું અનુમાન કરી શકાય. કોઈ મોટી અને વગદાર વ્યક્તિ દ્વારા મોટી માહિતી બહાર આવી શકે તેવું પણ અનુમાન થઇ શકે. ટૂંકમાં જયારે ગુરુ અને શનિ રહસ્યના ભાવે બિરાજયા હોય ત્યારે આ પ્રકારે ભવિષ્યનું અનુમાન થઇ શકે.અષ્ટમ ભાવ રહસ્યનો ભાવ છે, શનિ કર્મના દેવ છે, ગુરુ જીવનદાતા અને કૃપાના દેવ છે. આ સમયમાં વ્યવસાય અને રોજગાર બાબતે દેશમાં જે તેજી આવે તે ૧૧ ઓગસ્ટ ૨૦૧૯થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી નવી સપાટી બનાવે તેવું બને,૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯ પછીના સમયમાં ૨૧નવેમ્બર ૨૦૧૯ સુધી સામાન્ય તેજી રહેશે.૨૧નવેમ્બર ૨૦૧૯ પછીનો સમય દેશના બજારો માટે પડકાર જનક બની શકે. આવનારી તેજી બિલકુલ પ્રસંગોપાત હોઈ શકે તેવું જણાય છે. કારણ કે, વક્રી ગ્રહોના સમયે આવતી તેજી બેશક ખૂબ અણધારી અને વધુ હોય છે, પરંતુ તે લાંબો સમય ટકી શકતી નથી.જયારે જો તેજી ૨૧ નવેમ્બર ૨૦૧૯ પછીના સમયે અનુભવાય તો તે ખૂબ લાંબો સમય રહેશે તેવું કહી શકાય.૨૧ નવેમ્બર ૨૦૧૯ પછીના સમયે તેજી આવે તેના અણસાર ગ્રહોની દ્રષ્ટિએ બહુ ઉજળા નથી કહી શકાતા.

કુદરતનીકૃપા છે કે શનિ વૃશ્ચિક તરફ ગતિ કરી રહ્યો હોવાથી આ સમય દરમિયાન વરસાદ માટે હજુ આશાઓ જણાય છે. લાંબી રાહ જોયા પછી વરસાદ થાય તેવું બની શકે. ખેતીવાડી માટે પાણીની વ્યવસ્થા જરૂરી બનશે.અગ્નિતત્વ પ્રધાન ધન રાશિમાં શનિદેવ હોવાથી વરસાદ બાબતે વધુ શ્રદ્ધા રાખવી પડશે. ધનરાશિમાં શનિ દેવ હોય ત્યારે વરસાદ અચાનક અને એકસાથે થાય છે. બાકીના સમયે પાણીની અછતનો માહોલ રહી શકે.કુદરત સાથે ચેડા કરવાનું પરિણામ મનુષ્ય ભોગવી રહ્યો છે, તેમાં શંકા કરવા જેવું નથી.

વૃષભ, કન્યા અને ધન રાશિના જાતકો માટે આ સમય દરમ્યાન કાર્યમાં વધુ મહેનતની જરૂર રહેશે, મન સ્થિર રાખવું પડશે. કાર્યનો ખોટો બોજ અને ખોટી ચિંતાથી બચવું પડશે. પોતાનો વ્યવહાર સ્પષ્ટ રાખીને કાર્ય કરશો તો શનિદેવની કૃપા થશે. શાંતિ માટે હનુમાનજીની ઉપાસના કરવી. મીન, કુંભ અને તુલા રાશિના જાતકોને શનિદેવ કાર્યોમાં સફળતા અને કુદરતી સહાય આપશે,મીન, કુંભ અને તુલા રાશિના જાતકો આ સમય દરમ્યાન વધુ આગેકૂચ કરી શકશે. બાકીની રાશિઓ માટે સામાન્ય શુભ ફળ કહી શકાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]