રાશિ ભવિષ્ય 23/12/19થી 29/12/19

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને ઈતર પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમ્યાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા હોય તેવી લાગણી મનમાં ને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, લગ્નબ!બત વાતચીત ચાલતી હોય તેમાં કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, વેપારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવું યોગ્ય છે.


તમને ગમતી કોઈ વાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. વેપારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આસપ્તાહ દરમિયાન તમને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાંકે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. વેપારના કામકાજમાં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા રહે, અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે, લગ્ન બાબત વાર્તાલાપમા ધીરજ રાખવી.


અણધારી ગમતી વાત સંભાળવા મળેકે તેવી વ્યક્તિની અચાનક મુલાકાત થઈ જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને કોઈની સારી લાગણીરૂપી મદદકે સારું માર્ગદર્શન પણ મળી શકે છે અને તેમાં પણ જો તારી પસંદગીનું પાત્ર હોયતો આબાબતથી તમે ઘણા રોમાંચિત બની શકો છો, વેપારના કામકાજ સારી વાત બની શકે છે. કોઈ જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, મુસાફરીના યોગ બને છે તેમાં તમને ઉત્સાહ અને આનદ સારો રહે, કોઈ વસ્તુ ખરીદવાનો સંતોષ પણ તમારામાં જોવા મળી શકે છે.


આસપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યાએ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું. વેપારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત કોઈ સમજી જાય અને વાતનો પ્રતિભાવ પણ તમને હકારમાં આપતા તમારામાં આનંદ,ઉત્સાહ,મસ્તી આવી જાય પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલા કે મિલનમુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. વેપારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે. સારા ફળનો સ્વાદ ચાખવા મળી શકે છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, કોઈ જૂની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. વેપારમાં કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવનાતો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રોકે સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી. વેપારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું. લગ્નબાબત વાર્તાલાપકે મિલન મુલાકાતમાં યોગ્ય પ્રતિસાદ મળે તેવું પણ સંભવિત બની શકે છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણનું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાંકે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. વેપારના કામકાજમાં તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી તેમાં લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, વેપારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે. લગ્ન બાબત વાર્તાલાપકે મિલનમુલાકાત તમારી પસદંગીની વ્યક્તિ સાથે થાય તેવું પણ સંભવિત બની શકે છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલ મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીન વાતની આપલે પણ થઇ શકે છે, વેપારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]