રાશિ ભવિષ્ય

0
206471

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

(તા. 17/01/2019)

મેષ 40_2આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય

——————————————

વૃષભ 40આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય .

——————————————-

મિથુન 40_1આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે

——————————————-

કર્ક 40આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે

.——————————————–

સિંહ 40_4આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું

——————————————-

કન્યા 40આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે

.——————————————

તુલા 40_2આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે

.——————————————–

વૃશ્ચિક 40આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે

——————————————–

ધન 40આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે,

——————————————–

મકર 40આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો

——————————————–

કુંભ 40_1આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે

——————————————-

મીન 40_1આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે

(તા. 14/1/2019 થી 20/01/2019) સોમવારથી રવિવાર સુધી

meshવ્યાપારીમિત્રો માટે લાભદાયક સમય છે, કામકાજમાં ધારી સફળતા મળવાના કારણે આત્માવિશ્વાસ સારો જોવા મળે, અધ્યાત્મિકવૃતી સારી જોવા મળે ક્યાય દેવદર્શન માટે જવાના યોગ પણ છે, કોઈ જગ્યાએ દાન પૂજા કરો  અથવા યથાશક્તિ કોઈની મદદ કરો તેવું પણ બની શકે છે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામાં દ્વિધા હોયતો તેના ઉકેલ માટેનો માર્ગ પણ મળી શકે છે, જુના કોઈ અટકેલાકામ પુરા કરવાની કોશિષ કરોતો તેમાં પણ સફળતા મળી શકે છે, યુવાવર્ગને પોતાના મિત્રો કે પરિચિત સાથે ફરવાના કે કોઈ સામાજિકપ્રસંગમાં જવાના યોગ છે અને તેમાં તેમની પ્રશંશા થવાથી ઘણો સારો આનંદ મળે તેવું બની શકે છે

———————————————————————————————————————-

vrushabhકાર્યક્ષેત્રમાં અચાનક વ્યસ્તતા વધી જાય જેના કારણે માનસિકથાક વધુ અનુભવો પરંતુ આર્થિકલાભ થવાથી કામ કર્યાનો સંતોષ પણ થાય,  ધાર્મિકપ્રવૃત્તિમાં મન વધુ લાગે તેવું બની શકે છે, વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામાં,સગા-સ્નેહીમાં તમે મજાક કરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમાં તમારી હાજરી પ્રભાવશાળી બની શકે છે. વેપારના કામકાજમાં ઉત્સાહને સફળતા જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવી હોય તો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નો ઉકેલાય તેવા યોગ ઉભા થઈ શકે

———————————————————————————————————————–

mithunઘરમાંકે કુટુંબમાં સુખદ માહોલ જોવા મળે, સ્થાવર, જંગમ મિલકતને લગતા કોઈ જુનાપ્રશ્ન કે અટકેલાકામ હોયતો તેના નિરાકરણનો માર્ગ મળે પરંતુ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે, કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવથી કામકાજ કરવું, અન્યની વાતમાં દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, જરૂર પુરતોજ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમાં સારી લાગણીનો સુખદ અનુભવ થવાથી મન ઘણું ખુશ રહે તેવા યોગ જણાઇ રહ્યા છે

———————————————————————————————————————–

karakકાર્યક્ષેત્રમાં બદલાવ આવે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાં કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમાં જવાના યોગ છે તેમાં તમારી હાજરીનો પ્રભાવ પણ દેખાય. વેપારના કામકાજમાં તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સંભાળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમાં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા ઓછી થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે.

———————————————————————————————————————–

leoનોકરી, વ્યવસાયમાં થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમાં દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીમાં કે દામ્પત્યજીવનમાં તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમાં ધ્યાન અને મન પરોવી રાખશોતો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે. ધીરજ અને આત્મવિશ્વાસથી કામ સરળતા વાળું બની રહશે, કોઈ નાનાઅંતરની મુસાફરી થાય અને તેમાં થોડી કંટાળાજનક સ્થિતિ જોવા મળે

———————————————————————————————————————–

kanyaસામાજિકકે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય અને કોઈ તેમાટે કોઈ નાણાકીયખર્ચ પણ કરો, વેપારના કામકાજમાં કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાની આવડત અને અનુભવ પુરવાર કરવાની તક મળે અને તેમાં કયાંક સફળતા મળે તેવા સંજોગ બની શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી તક પણ દેખાય, હિતશત્રુ પર તમે સારો અંકુશ રાખી શકશો

———————————————————————————————————————–

tulaaઆર્થિકબાબતમાં આવક કરતા જાવક વધુ થાય પરંતુ નવુંઆયોજન રાહત આપી શકે છે, મિલકત અંગેના કોઈપ્રશ્નમાં દ્વિધા ઉભી થવાના સંજોગ બને, જૂનીવાતકે કોઈ સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કરોતો તેમાં પણ રુકાવટ આવી શકે, વેપારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમાં પણ વધુ મહેનત બાદ સફળતા મળે, મુસાફરીકે પ્રવાસના યોગ બની રહ્યા છે તેમાં તમે કંટાળાનો અનુભવ કરો, તમારા કામમાં કોઈનો સહકાર ઓછો મળે તેવુંપણ બની શકે છે, વિદ્યાર્થીવર્ગ કે સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને ભણવામાં રસ ઓછો અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ જવાથી સમયનો દુર વ્યય થઈ શકે છે.

———————————————————————————————————————–

wrussikપારિવારિકસમસ્યા અને કામકાજમાં અચાનક વધારો થઈ જાય તેથી તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણીના દુભાયકે કોઈના ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં કે નજીકના સગા-સ્નેહીમાં કોઈની સાથે વાર્તાલાપ દરમિયાન ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં તમને પ્રતિસાદ ઓછો મળી શકે છે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ સહકારકે માર્ગદર્શન મેળવવામાં થોડી દ્વિધા અનુભવો, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા કંટાળાજન બને, ધાર્મિકબાબતમાં પણ તમારી રૂચી સ્થિરના રહી શકે મનના વિચારો તમને વધુ વિચલિત કરી દે

———————————————————————————————————————–

dhanતમારી કોઈ જૂની મહત્વાકાંક્ષા પૂરી થાય તેવા યોગ ઉભા થઈ શકે છે અને તેમાં આનંદ-ઉત્સાહનો સારો અનુભવ કરી શકો છે વેપારના કામકાજમાં અન્યનો સહકાર સારો જોવા મળે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, સામાજિકકે વ્યવસાયી કામકાજની કદર થવાથી તમારા મોભામાં વધારો થાય અને અન્ય લોકો પર તેની સારી છાપ પડે, ધાર્મિકકાર્યનું આયોજનકે સ્થળની મુલાકાત થાય, દાન-દક્ષિણા આપવાના યોગ બને, સદ્કાર્ય વડે તમને મનમાં શાંતિ અને સ્થિરતાની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે પરીક્ષાલક્ષી તૈયારીમાં સારો સમય ફળવાય,પ્રિયજન સાથેનો સમય સારી રીતે પસાર થઈ શકે છે.

———————————————————————————————————————–

makarનાણાકીયસ્થિતિમાં સુધારા થાય તેવા યોગ છે, વેપારના કામકાજમાં લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને મનની સ્થિરતા સારી રહે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે,  લોકોનો સહયોગ સારો જોવા મળે, જુના મતભેદ સુધારી શકાશે ધીરજથી કામકરવામાં સફળતા મેળવવી સરળ બનશે, યુવાવર્ગને મિત્રો-પરિચત સાથે લાભની વાત થાય, પ્રિયજન સાથે ફરવા જવાનાકે પસંદગીની ખરીદી કરવાના યોગ પણ છે, તમારામાં ભક્તિની ભાવના સારી રહે અને ધાર્મિકસ્થળ પર દાન આપવાની વૃતી પણ જોવા મળે

————————————————————————————-

kumbhસ્વાસ્થ્યબાબતની ચિંતા હળવી બને,  કામકાજની કદર થાય અને કોઈનો સહયોગ પણ જોવા મળે, વેપારમાં કામકાજ દરમિયાન આત્મવિશ્વાસ સારો દેખાવ, લોન લેવાની કે નાણાકીયઆયોજનની કામગીરી સારી રીતે થઈ શકે, આવક વધારવાના પ્રયત્નમાં સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય, પૂજાભક્તિમાં સમય સારી રીતે પસાર થાય, મુસાફરી કરવામાં ઉત્સાહ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે લાભના સમાચાર સંભાળવા મળે, પસંગીની ખરીદી થઈ શકે જેમાં તમને ખુબ સારો આત્મસંતોષ જોવા મળે

———————————————————————————————————————–

minસપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા-સ્નેહી સાથે મિલનમુલાકાતમાં   તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનું આયોજન થઈ શકે છે, વડીલવર્ગને જુના સંભારણા વધુ તાજા થાય, કામકાજમાં મેહનત વધુ થયા પછી સફળતા મળે તવું બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને, નાની નાની શારીરિક તકલીફથી તકેદારી રાખવી હિતાવહ છે

.

(તા.15/01/2019 થી 31/01/2019 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)

મિત્રોતરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, હરવાફરવાની વૃતિ વધુ જોવા મળી શકે, વેપારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવું યોગ્ય કહી શકાય, કોઇપણ અગત્યનું કામકાજ કરતી વખતે ધીરજ,અનુભવ અને યોગ્ય સલાહસુચન મુજબ આગળ વધવું સલાહ ભર્યું કહી શકાય. વાહન ધીમે ચલાવવું સારું, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, લગ્નની વાત જેમની ચાલતી હોય તેઓ માટે વડીલવર્ગના માર્ગદર્શન મુજબ આવળ વધવું હિતાવહ છે

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)

મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, યુવાવર્ગને  પ્રિયજન સાથે સારો સુમેળ જોવા મળે, વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો રહે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ બની શકે છે, કોઈ યાત્રા કે જાત્રા માટેના પ્રસંગ પણ બની શકે છે, નવા કોઈ કામકાજ ધીરજ અને યોગ્ય સમય મુજબ આગળ વધવું સારું કહી શકાય, લગ્નબાબતમાં સારો પ્રતિભાવ જોવા મળે પસંદગીની કોઈ વાત હોય તો તેમાં પણ વાત કરતા વાત આગળ વધે તેવા સંજોગો બને છે, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો તે પણ ફળીભૂત થઈ શકે છે

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)

યુવાવર્ગ માટે કોઈની વાતમાં દોરવાઈના જવાય અને ખોટાકે ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, હરવાફરવામાં કોઈની સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી, શક્ય હોય ત્યાંસુધી વ્યવહારુ અભિગમ આપના માટે યોગ્ય કહી શકાય, તમને તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ અન્યનો સાથસહકાર પણ ઓછો જોવા મળી શકે છે વેપારમાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં પણ થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમાં ધીરજ અને વ્યવહારુ અભિગમ અપનાવો સારો તેમજ મિલનમુલાકાત દરમિયાન ક્યાય વાતચીતમાં ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું

,

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)

તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું બની શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો, ક્યાય મુસાફરી અને નવીનઓળખાણ થાય તેવું પણ બની શકે છે, નોકરીમાં કોઇપણ પ્રકારના ફેરફારકે બદલીના યોગ છે, લોકો તરફથી સારોઆદરકે પ્રતિભાવ જોવા મળે, યુવાવર્ગને પ્રિયજન તરફથી પસંદગીની વાત સંભાળવા મળે, ક્યાય કોઈક જગ્યાએથી લાભ થાય તેવા યોગ પણ છે, લગ્નબાબતની વાતચીતમાં તમારો પ્રભાવ સામેની વ્યક્તિ પર સારો જોવા મળે અને વાત સકારાત્મક બને તેવા સંજોગો પણ કહી શકાય, વધુ વિચારશીલના થઈ વ્યવહારુ બનવું સારું

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)

આ પાક્ષિક તમારા માટે કોઈ દ્વિધા સર્જી શકે છે પણ તેમાં તમને કોઈ મોટીસમસ્યા થાય તેવું જણાતું નથી. ક્યાય મુસાફરી થઇ શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ લગ્નની વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું. વેપારના કોઈપણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, મજાકમશ્કરી જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગ માટે વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું તેમજ કોઈ અગત્યના નિર્ણય લેતી વખતે ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો કહી શકાય, પ્રિયજન સાથે દલીલબાજીના કરવી છે————————————————————————————————————————————-

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)

તમે થોડા ક્યાંક બેજવાબદાર બની શકે છો તમારી બેદરકારી કામકાજ અને વર્તનમાં વર્તાય. વેપારના કામકાજમાં તમે થોડી ઢીલ રાખો, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે પરંતુ તે દરમિયાન ક્યાય તેની નારાજગીનો સામનો ના કરવો પડે તેનું ધ્યાન રાખવું સલાહ ભર્યું છે, સ્વ!સ્થબાબત કોઈ નાની તકલીફ રહેતી હોયતો તેમાં કાળજી રાખવી સારી, રજાના દિવસોમાં ક્યાય ફરવાનાકે કોઈ પ્રસંગમાં જવાના યોગ બની શકે છે અને તે માટે કોઈ ખરીદી કરવાના સંજોગો પણ છે, પ્રસંગમાં તમને ક્યાંક કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે અને શબ્દપ્રયોગ પર અંકુશ રાખવો હિતાવહ છે

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)

દામ્પત્યજીવન કે ભાગીદારીમાં સારા સંજોગો બની શકે છે, ક્યાંક નાણાની તંગીનો અનુભવ થતો હોય તો તેમાં પણ રાહત મળી શકે છે, વેપારમાં થોડી જાગૃતા રાખવી સારી, વિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા ઓછી અને ઈતરપ્રવૃત્તિ વધુ જોવા મળે તેવું બની શકે છે,  મુસાફરીદરમિયાન કે વાહનચલાવવામાં તકેદારી રાખવી, નોકરીમાં કામકાજદરમિયાન ક્યાંક કોઈની દેખાદેખીના બનાવમાં થોડા અજંપાનો અનુભવ થઇ શકે છે, યુવાવર્ગને પ્રિયજન તરફથી સારો સહકાર મળે, લગ્નબાબતની વાર્તાલાપમાં તમને સારી સફળતા અને અન્યનો સહયોગ જોવા મળે, પસંદગીના પાત્ર સાથે મિલનમુલાકાત થાય તેવા યોગ પણ છે

————————————————————————————————————————————–

અંક સ્વામી: શનિ (જન્મતારીખ ૮, ૧૭ અથવા ૨૬)

જુના કોઈ અટકેલા કામકાજમાં મહેનત કરોતો કામમાં થોડી ગતિ જોવા મળી શકે છે તેમાં પણ કોઈ લગ્નબાબતની વાતચીત હોયતો તેમાં ફરીથી પ્રયત્ન કરવો,  તમારા પ્રતિસ્પર્ધી ક્યાંક તમને ખોટી રીતે ઉશ્કેરી શકે છે પણ તે તમારી વિરુદ્ધ કોઈ રીતે ફાવી શકશે નહિ, વેપારમાં આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ભાઈ-બહેન,પરિવાર સાથે સુમેળ સારો જોવા મળી શકે છે અને તમારામાં સારી નિખાલસતા જોવા મળે, યુવાવર્ગ માટે કોઈ જાહેરકાર્યક્રમમાં તેમનો પ્રભાવ સારો જવા મળે અને કોઈ પસંદગીની વાત કે કાર્ય કરવાની તક પણ ઉભી થાય તેવું બની શકે છે.

—————————————————————————————————————————————

અંક સ્વામી: મંગળ (જન્મતારીખ ૯, ૧૮ અથવા ૨૭)

કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો ,ઘરમાંકે ઓફીસમાં તમારી કાર્યપદ્ધતિના કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. વેપારના કામકાજમાં તમને થોડો અસંતોષ દેખાય પરંતુ કામકાજ યોગ્ય રીતે ચાલતું રહે, મુસાફરીકે વાહનચલાવવામાં ધીરજ રાખવી, વાર્તાલાપ દરમિયાન શબ્દનું અર્થઘટન ખોટી રીતેના થાય તેનું ધ્યાન રાખવું માટે જરૂરીયાત પુરતીજ વાર્તાલાપ યોગ્ય કહી શકાય, યુવાવર્ગ માટે કોઇપણ કાર્યમાં ઉતાવળના કરવાની સલાહ છે, ધીરજ અને અનુભવથી વર્તવું સારું