રાશિ ભવિષ્ય

0
266565

 

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

(તા. 18/07/2019)

મેષ 40_2આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે,


વૃષભ 40આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.

———————————————————————-

મિથુન 40_1આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


કર્ક 40આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે

.——————————————–

સિંહ 40_4આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે

——————————————-

કન્યા 40આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે

..——————————————

તુલા 40_2આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય,

.——————————————–

વૃશ્ચિક 40આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે

——————————————–

ધન 40આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે

——————————————–

મકર 40આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.

———————————————————

આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે,


મીન 40_1આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે .

(તા. 15/07/2019 થી 21/07/2019) સોમવારથી રવિવાર સુધી

meshઆ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણનું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ

———————————————————————————————————————-

vrushabhતમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો

———————————————————————————————————————–

mithunનાનીનાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.

———————————————————————————————————————–

karakજાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલાકામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારોપ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારું કરવાની લાગણી જન્મી શકે છે અને જો આયોજન પૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે

———————————————————————————————————————–

leoવ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર સાંભળવા મળે, કામકાજ દરમિયાન વધુ વિચારો આવવાના કારણે તમને તમારા કામમા ગતિ ઓછી જળવાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદીકરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવાજેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુજોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનું કામકાજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગી શકે છે

———————————————————————————————————————–

kanyaઅચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારોઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારીઆશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુનામિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળનાસ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહદરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજમા તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.

———————————————————————————————————————–

tulaaઆ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાની વૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડો રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે

———————————————————————————————————————–

wrussikવિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવું બની શકે છે, કામકાજમા કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્યતરફથી કોઈ ખટપટ ના થાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું

———————————————————————————————————————–

dhanસમાન્યપરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈસમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે

———————————————————————————————————————–

makarઆશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનું થાય, અચાનક કોઈપસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામટાળવાની નીતિ જોવા મળી શકે છે

——————————————————————————————————————————————

kumbhકામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવું પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારીરીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે તેવું બને.

———————————————————————————————————————–

minતમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનું જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈઅટકેલા કામકાજમા મહેનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનું અને આયોજનપૂર્વકનુજ કામ કરવું ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી

(તા.16/07/2019 થી 31/07/2019 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)

મહત્વના કામ પ્રત્યે વધુ ધ્યાન રાખવું, મનમાં થોડું અધીરા પણું રહશે. સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન રાખવું, મિત્રો,પરિચિત લોકો સાથે ક્યાંક વિચાર મતભેદ જોવા મળી શકે, કાર્યક્ષેત્રમાં મહેનત વધુ થાય પરંતુ કામકાજ પણ સારી રીતે થઇ શકે, બજારમાં કામકાજમાં અધીરા બની ઉતાવળિયા નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લાગણી,પ્રેમ જેવી બાબતમા જીદ્દી ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જાહેરજીવનમા તમે રૂચી ઓછીલો તેવું બની શકે. યુવાવર્ગ માટે પ્રેમપ્રસંગમા અથવા લગ્નબાબતની    મુલાકાતમા ગેરસમજ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું તેમજ સામેની વ્યક્તિના ભાવ સમજવા યોગ્ય છે.

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)

આ પખવાડિયું લાભ અને પ્રગતિના સમાચાર આપે તેવું છે,  જુના અટકેલા કામ ધીમેધીમે આગળ વધે તેવું બની શકે, તમે આ દિવસો દરમિયાન ઘણા રચનાત્મક અને સહયોગી ભાવનાવાળા બનો, જૂની લાગણી,સુખદપ્રસંગ કે ઓળખાણ બહુયાદ આવે. સ્વાસ્થ્યબાબત તમે થોડા ચોકસાઈવાળા બનો. ધાર્મિકકે સામાજિકપ્રસંગમા જવાના યોગ પણ બની રહ્યા છે. આર્થિકક્ષેત્રમા ફાયદાજનક વાત થઈ શકે.  ક્યાંક સંબંધમા મતભેદ થયા હોય તેને સુધારવાની તક મળે, અવિવાહિતવર્ગ માટે લગ્નયોગ માટેની તક ઉભી થાય અને અન્યનો તેમા સહકાર પણ જોવા મળે, પ્રિયજન સાથે સારાસ્મરણો તાજા થવાથી ખુશ થવાય

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)

આ પખવાડિયમા આત્મવિશ્વાસ સારો જોવા મળે તેમજ કાર્યક્ષેત્રમા ધાર્યા કામ વધુ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે સારા સમયનું આયોજન પણ આ પખવાડિયા દરમિયાન થઈ શકે. બજારમાં તમારા ગણતરી મુજબના કામ થઇ શકે છે. સ્વાસ્થ્યબાબત થોડા બેદરકાર બની શકો છો પણ કઈ તકલીફ થાય નહિ. ક્યાંકથી તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. કાર્યક્ષેત્રમા તમને અન્યનો સાથસહકાર સારો મળે. સામાજિકપ્રસંગમા તમને માનપાન સારું મળી શકે. યુવાવર્ગને પોતાની પસંદગીની વાત સાંભળવાથી ખુશીની લાગણી અનુભવાય તેવા સંજોગો પણ બની શકે છે.

,

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)

તમારું ધાર્યું થવાથી ઉત્સાહિત વધુ બનો, તમારું ક્યાંક આત્મસન્માન વધુ જળવાય તેવું પણ બની શકે છે. સ્વસ્થબાબત થોડી કાળજી રાખવી ઇચ્છનીય છે. ઘરમા વડીલવર્ગ કે કાર્યક્ષેત્રમા ઉપલીકે સાથી કર્મચારીવર્ગ સાથે સંઘર્ષ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાર્તાલાપ દરમિયાન ક્યાય વાણીવિલાસ ના થાય તેની તકેદારી રાખવી જરૂરી છે. વાહન ચલાવવામાંકે મુસાફરી દરમિયાન કાળજી રાખવી. ખોટાખર્ચકે  બિનજરૂરી ચીજની ખરીદીમાં નાણાવ્યય થઈ શકે છે. યુવાવર્ગ માટે પસંદગીની વ્યક્તિ સાથે સારી વાર્તાલાપ થાય અને તેમાં તમારો પ્રભાવ પણ સારો જોવા મળે તેવું જોવા મળે

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)

ધાર્યા કામ વધુ થઇ શકે છે, તમારી માનપ્રતિષ્ઠામા વધારો થાય તેવા સંજોગ બને. બજારના કામકાજમા તમારા અનુભવ મુજબ કામ કરોતો લાભ થઈ શકે છે, જાહેરજીવનમા તમે ભૂતકાળના કોઈકામ કર્યા હોયતો તેની કદર પ્રશંશા સાંભળવા મળી જાય. સ્વાસ્થ્યબાબતમા તમારી ચોકસાઈ વધી શકે તેવા સંજોગ બની શકે છે, કોઈ ધાર્મિકકે સામાજિકપ્રસંગમા જવાના યોગ બને. નવીનોકરીકે ફેરબદલીની ઈચ્છા ધરાવનારવર્ગ માટે સારી તક મળી શકે છે, કોઈપણ જગ્યાએ ઓળખાણથી કામ માટે પ્રયત્ન કરતા હોવતો તેમાં પણ સારી સફળતા મળી શકે છે. યુવાવર્ગ માટે કોઈ યાદગાર પ્રસંગ બને તેવું બનવા જોગ છે.

————————————————————————————————————————————

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)

વ્યવસાયમાંકે વ્યવહારમાં કોઈપણ પ્રકારની ગણતરીથી કામકાજ કરવામાં આવેતો ધારી સફળતા મળી શકે. મિત્રવર્તુળમા સારી લાભની વાત સંભાળવા મળે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર સારો મળે, આરોગ્યબાબતમા સ્થિતિ સારી રહે, મુસાફરીના યોગ તેમજ દુરઅંતર રહેતા સગાસ્નેહી સાથે મિલનમુલાકાતકે સારીવાર્તા લાભ થઈ શકે છે. બજારના કામકાજમા તમારા અનુભવ મુજબ કામકાજ કરવાથી કામકરવાનો સારો સંતોષ મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી રહે તેવા સંજોગો ઉપસ્થિત થઇ શકે છે. યુવાવર્ગને ગમતી કોઈ વાત સંભાળવા મળી શકે છે.

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)

નાનીનાની વાતમાં ગુસ્સો આવે, કામકાજમા ધીરજનો અભાવ વર્તાય, બજારના કામકાજમા ઉતાવળિયો નિર્ણયના લેવાય તેની કાળજી રાખવી જરૂરી છે. મુસાફરીમા નાણાકીયખર્ચ અને કંટાળાજનક પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. પોતાના વર્તન અને વાર્તાલાપથી ક્યાય ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્ત્રીવર્ગને ખટપટથી દુર રહેવાની સલાહ છે. કોઈને વણમાગી સલાહ ના આપવી વધુ યોગ્ય છે. યુવાવર્ગ માટે લગ્નબાબતની વાર્તાલાપમા ધીરજ રાખવી તેમજ વધુ આત્મવિશ્વાસ ક્યાંક ગેરસમજ ઉભી ના કરે તેની કાળજી રાખવી અને વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું સારું કહી શકાય

———————————————————————————

૮.: અંકસ્વામીઃ શનિ (8,17 અથવા 26 )

વિચારને કાબુમાં રાખવા જરૂરી છે. ઘરમા વડીલવર્ગ અને ઓફીસમા ઉપલાઅધિકારી સાથે ક્યાય મતભેદ કે વાર્તાલાપમા ઉગ્રતા ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારમા કામકાજ દરમિયાન તકેદારી રાખવી જરૂરી છે, કોઈને સલાહસુચન આપતા તકેદારી રાખવી ક્યાક તમે કોઇની મજાકના પાત્ર ના બનો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. નવીનોકરીકે વ્યવસાયકરનારને ધીરજ અને કુનેહપૂર્વક કામકાજ કરવાની સલાહ છે. યુવાવર્ગ માટે લગ્નબાબતની કોઇપણ વાતમાં સલાહસુચન મુજબજ આગળ વધુવું હિતાવહ છે તેમજ મિલન મુલાકાતમા સામેની વ્યક્તિ પર ખોટોપ્રભાવ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું યોગ્ય છે.

—————————————————————————–

૯. અંકસ્વામી મંગળ (9,18 અથવા 27  )

કોઈપણ વાતની આતુરતા વધતીજ જાય અને સ્વભાવમા થોડી ઉગ્રતાકે ધીરજનો અભાવ જણાય, કોઈપણ અટકેલા કામકાજને  કોઈ ઓળખાણથી કે પોતાની મહેનતથી પુરા કરવામા આવેતો તેમા પણ સારો પ્રતિસાદ મળે, બજારના કામકાજમા ગણતરી અને હિમતથી કામ કરવામા આવેતો સફળતા મળે. યુવાવર્ગને પોતાની ગમતી વાત રજુ કવાની તક મળે પરંતુ રજૂઆતમાં ક્યાય ઉતાવળ ના થાય તેનું ધ્યાન રાખવું. યોગ્યસમય અને તક અનુસાર વાત રજુ કરવાથી સારું ફળ મળે તેવું કહી શકાય અને તમને તમારા કામમા યોગ્યવ્યક્તિની સલાહકે મદદ મળી જાયતો વધુ સારું ફળ મળી શકે છે