રાશિ ભવિષ્ય

0
290966

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

(તા. 23/09/2019)

મેષ 40_2આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે,  વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.


વૃષભ 40આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય

———————————————————————-

મિથુન 40_1આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે


કર્ક 40આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે

.——————————————–

સિંહ 40_4આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે

——————————————-

કન્યા 40આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે

..——————————————

તુલા 40_2આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ

 

.——————————————–

વૃશ્ચિક 40આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે

——————————————–

ધન 40આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે

——————————————–

મકર 40આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે

———————————————————

આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ


મીન 40_1આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે

(તા. 23/09/2019 થી 29/09/2019) સોમવારથી રવિવાર સુધી

meshસ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમય અનુકુળ છે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, જમીન,મકાન, વાહન, સંબંધિત કોઈ અટકેલા કામ પુરા થઈ શકે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, લોન લેવામાકે ચૂકવામા સરળતાનો માર્ગ મળી શકે છે, લગ્નબાબતની વાતચીત આગળ ચાલવાના યોગ બની રહ્યા છે, પરિવારબાબત કોઈ ધાર્મિકકાર્ય થવાની ખુશી પણ અનુભવાય

———————————————————————————————————————-

vrushabhપરિવારકે મિત્રો સાથે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવશાળી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો  જોવા મળે તેવું બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવુ, મનપસંદ ખરીદી થઈ શકે છે, પ્રિયજન સાથે સુખદ સમય પસાર થાય

———————————————————————————————————————–

mithunકોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતોજ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, વાહન ધીમે ચલાવવુ ઇચ્છનીય છે

———————————————————————————————————————–

karakતમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસકરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વાસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ વિટંબણા ઉભી ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો, કાનૂની વાદ-વિવાદમા તકેદારી રાખવી

———————————————————————————————————————–

leoઆ સપ્તાહ દરમિયાન થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજનો અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે. ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે

———————————————————————————————————————–

kanyaઅશાંતિ અને દ્વિધા હોયતો તેનુ નિરાકરણ આવી શકે છે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને  દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાત વર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવુ પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે

———————————————————————————————————————–

tulaaઆર્થિકબાબતની ચિંતા હળવી થાય, નવા આયોજનબાબતમા અન્યનો સાથ-સહકાર મળી શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા રુકાવટ હોયતો તે દુર થવાની તક મળી શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ પણ મળી શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીતકે મિલમુલાકાત ફળદાયી બની શકે છે

———————————————————————————————————————–

wrussikકામકાજમા અચાનક વધારો થઈ જાય અને તમે થોડા માનસિકરીતે અસ્વસ્થ બનો પરંતુ તેમા તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. ઘરમા કે નજીક ના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિકકામકાજ માટેની યાત્રા લાભદાયી બની શકે છે

———————————————————————————————————————–

dhanઆત્મવિશ્વાસ સારો જોવા મળે અને પ્રભાવશાળી વ્યક્તિત્વ બને, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીયકે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડુ મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, કોઈ કાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારા પરિણામ મેળવી શકાય, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાત લાભપ્રદ બની શકે છે

———————————————————————————————————————–

makarમિત્રોકે પરિવાર સથે કોઈ કાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમને સારી ખુશી અનુભવાય, આર્થિકબાબત પરના આયોજન સારા થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે

——————————————————————————————————————————————

kumbhકામકાજમા વ્યસ્તતા,માનસિકથાક વધુ લાગે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગકે ઓફીસમા ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે, પસંદગીની વ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે તેમજ કોઈ ધાર્મિકસ્થળની મુલાકાત થવાના યોગ પણ છે, યુવાવર્ગ માટે મશ્કરી જેવી બાબતથી થોડા દુર રહેવુ સલાહભર્યું કહી શકાય

———————————————————————————————————————–

minઘરકે પરિવારમા શુભસમાચાર સાંભળવાથી ખુશીનુ માહોલ જોવા મળે, લાભની વાત આપ-લે થઇ શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી નવીનઅનુભવ કરાવે, કોઈ ખરીદી કે ફરવા જવાના યોગ પણ છે જેમા તમને સારી ખુશી થાય

(તા.16/09/2019 થી 30/09/2019 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)

અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે. કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)

આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યા કામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારીરીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)

કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે, દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે..

,

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)

નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારાસમાચાર સાંભળવા  મળી શકે છે

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)

કોઈપણ વાતની આતુરતા વધતીજ જાય અને સ્વભાવમા થોડી ઉગ્રતાકે ધીરજનો અભાવ જણાય, પાડવા, વાગવા,દાઝવા,કરંટ લાગવાની બાબતથી તકેદારી રાખવી જરૂરી છે, જેમને બ્લડપ્રેશર, હાડકા, આંખની કે લોહીની તકલીફ હોયતો તકેદારી રાખવી જરૂરી છે, કોઈપણ અટકેલા કામકાજને  કોઈઓળખાણથી કે પોતાની મહેનતથી પુરા કરવામાં આવેતો તેમાં પણ સારો પ્રતિસાદ મળે, વેપારના કામકાજમા ગણતરી અને હિંમતથી કામકરવામા આવેતો સફળતા પણ મળે. રાજકીયકામકાજમા કે સરકારીકામકાજમા તમને સારો ઉત્સાહ જોવા મળે. પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી તમે સારી ખુશીની લાગણી અનુભવો.

————————————————————————————————————————————

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)

સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવું, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)

માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસથતી જોવા મળે, વેપારના કામકાજમા ઉત્સાહને થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે, નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું

———————————————————————————

૮.: અંકસ્વામીઃ શનિ (8,17 અથવા 26 )

નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે  ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવું જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવુ બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે

—————————————————————————–

૯. અંકસ્વામી મંગળ (9,18 અથવા 27  )

સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવું બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાં કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમાં મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો