અજ્ઞાતબાવાએ કહ્યું કઈ રાશિથી આર્થિક લાભ કે નુકસાન

જીવન એ આપલેનું લેખાજોખું છે. જીવન દરમિયાન મનુષ્ય આવાગમન અને લેણદેણ કરતો રહે છે. શું લેણદેણ પણ ગ્રહોને આધારિત હોય છે? શું લેણદેણની પ્રક્રિયા ગ્રહોને આધારિત હોઈ શકે? મારી મુલાકાત પેલા અજ્ઞાત બાવા સાથે થઇ હતી ત્યારે મેં આ પ્રશ્ન કર્યો. હંમેશાની જેમ તેઓ બહુ જ ગુસ્સે થઇ ગયાં અને મને ગમે તેમ બોલવા લાગ્યાં. પરંતુ ગુરુજનોનો કોઈ પણ ભોગે આદર થવો જ જોઈએ. ગુરુજનોના ક્રોધમાં પણ ‘કૃપા’ હોય છે. તેમનો ગુસ્સો શાંત થયો પછી તેઓ અસ્ખલિત વાણીમાં બોલવા લાગ્યાં.

કુંડળીમાં તમારા લાભસ્થાન વિષે તમે જાણો છો…સંચિત સ્થાન વિષે પણ તમે જાણો છો. બીજું સ્થાનએ સંચિત ધન છે અને અગિયારમું સ્થાનએ આય અથવા રોજી કે આવક છે. તમારા જીવનમાં સંપતિ આ બે દ્વારથી આવે છે. પંચમ ભાવ અને નવમ ભાવએ પુણ્યના ભાવ છે, પરંતુ તેઓ પણ સંપતિ બીજા અને અગિયારમાં સ્થાનથી જ આપે છે, તેમના અધિપતિ બીજે અને લાભે હોય તો સંપતિ આવે છે. તેમાં પણ લાભ ભાવ અનેક ગણો બળવાન કહેવાય છે.એક વાત કહેવાનું મન થાય છે, લાભ ભાવ સંપતિ આપે પુષ્કળ, પરંતુ તબિયત પણ બગાડે છે.

તમે જયારે કોઈ વ્યક્તિ સાથે આપલે કરો છો, ત્યારે તે વ્યક્તિની કુંડળીમાં બે સ્થાન એવા છે જ્યાંથી તેમની સંપતિ જાય છે. તે છે બારમું અને આઠમું. બારમાં સ્થાનેથી સંપતિ નિશ્ચિત જાય છે, અષ્ટમ સ્થાનેથી સંપતિ ભોગવાતી નથી અને નુકસાન થાય છે. જો તમારી રાશિ મેષ હોય તો લાભ સ્થાને કુંભરાશિ આવશેઅને બીજે વૃષભ રાશિ આવશે. મીન, કર્કમિથુનઅને તુલા રાશિઓ એવી છે જેમને આઠમે અને બારમે કુંભ કે વૃષભ રાશિ આવશે. માટે મેષ રાશિના જાતક માટે મીન, કર્કમિથુનઅને તુલા રાશિઓ સાથેઆર્થિકઆપલે કરવામાં લાભ પામવાની સંભાવના ખુબ વધુ છે.

ગ્રહો બાબતે પણ આવું જ થઇ શકે છે. તમારે લાભ ભાવે મંગળ હોય અને સામેવાળા પાત્રને મંગળ બારમે કે આઠમે હોય તો આ વ્યવહારમાં તમને લાભ થવાની સંભાવના અનેકગણી છે.કુંડળીમાં લાભ ભાવનો અભ્યાસ ખુબ મહત્વનો છે. તેમ આવતી રાશિ અને ગ્રહ તમારા જીવનમાં આવક બાબતે નિર્ણાયક બને છે. અલબત, જીવનમાં લાભ થાય તે માટે કુંડળીના બીજા ગ્રહ યોગો પણ મહત્વના છે જ. પરંતુ જ્યાં સુધી આર્થિકલેણદેણની વાત છે, તો અજ્ઞાત બાવાની આ વાત મને નોટબૂકમાં લખવા જેવી ચોક્કસ લાગી.

ઉપરની માહિતી પરથી ‘આર્થિક’આપલે કરવા માટે સફળતા સૂચક રાશિવાર માહિતી:

મેષ રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ: મીન અને કર્ક

વૃષભ રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:મેષ અને સિંહ

મિથુન રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:વૃષભ અને કન્યા

કર્ક રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ: મિથુન અને તુલા

સિંહ રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ: કર્ક અને વૃશ્ચિક

કન્યા રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:સિંહ અને ધન

તુલા રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:કન્યા અને મકર

વૃશ્ચિક રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:તુલા અને કુંભ

ધન રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:વૃશ્ચિક અને મીન

કુંભ રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:મકર અને વૃષભ

મીન રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:કુંભ અને મિથુન

 

સમજ: મીન રાશિના જાતક માટે લાભ (આવક) ભાવે મકર રાશિ આવશે. કુંભ અને મિથુન રાશિના જાતકો માટે મકર રાશિ અનુક્રમેબારમે(વ્યય) અને આઠમે (નુકસાન) ભાવે આવશે.રાશિઓનો આ જાદુ માત્ર આવક પૂરતો છે, મનમેળ અને પ્રેમના સંબંધો માટે પંચમ ભાવ વગેરેનો મેળાપક અલગ વિષય છે.