અમદાવાદ BRTS સ્ટોપના રોડ પર ખાડા

અમદાવાદ- અમદાવાદમાં બીઆરટીએસને જોવા માટે દેશવિદેશથી લોકો આવે છે, ત્યારે છેલ્લાં પાંચ મહિનાથી લગભગ બધાં બીઆરટીએસ બસના સ્ટોપ પરના રોડ પર મોટા ખાડા પડી ગયાં છે. કોણ જાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ ખાડા અનુભવાતાં નથી. પણ શહેરીજનો બીઆરટીએસમાં મુસાફરી કરે ત્યારે બસસ્ટોપ આવે ત્યારે આંચકો અનુભવે છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે જ્યારે અમદાવાદ આવ્યાં ત્યારે રાતોરાત આરટીઓથી અંધજન મંડળ સુધીનો બીઆરટીએસનો રોડ નવો નક્કોર કરી નાંખવામાં આવ્યો હતો. નાગરિકો ટીખળ કરતા હતા કે શિન્ઝો એબેને બીઆરટીએસના બધા રૂટ પર લઈ જવાની જરૂર હતી, તો બધા રૂટ પરના રોડ રીસરફેસ થયા હોત કાં તો નવા થઈ ગયા હોત. અમદાવાદના બીઆરટીએસ રોડ પરના ખાડાનો અહેવાલ રજૂ કરી રહ્યા છે chitralekha.comના રીપોર્ટર હાર્દિક વ્યાસ…