ભાજપ નુકશાન સાથે સત્તાના સૂત્રો સંભાળશે… કેમ? જુઓ વિડિયો

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ગુજરાતના મતદારોએ વિકાસને પસંદ કર્યો છે, અને ભાજપને સ્પષ્ટ બહુમતી આપી છે, ત્યારે સામે કોંગ્રેસને પણ ફાયદો થયો છે. ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે પ્રચાર કર્યો હતો, પણ ભાજપને માત્ર 99 બેઠકો મેળવીને સંતોષ માનવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસને 79 બેઠકો મળી છે. આમ કેમ થયું, ભાજપ કેમ ટાર્ગેટ અનુસાર બેઠક ન મેળવી શકયું અને કોંગ્રેસને કેમ ફાયદો થયો, તે તમામ મુદ્દાઓની છણાવટ કરવા ચિત્રલેખાએ પ્રયાસ કર્યો છે. ચિત્રલેખાના રીપોર્ટર હાર્દિક વ્યાસના સવાલોના જવાબ આપી સચોટ વિશ્લેષણ કરી રહ્યા છે ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી…

(વિડિયોગ્રાફી- પ્રજ્ઞેશ વ્યાસ)