Home Video

Video

અમદાવાદ રીવરફ્રન્ટનું આકાશ બન્યું રંગબેરંગી… જુઓ વિડિયો

0

અમદાવાદ– અમદાવાદના રીવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2018નો પ્રારંભ થયો છે. આ પતંગોત્સવમાં દેશ વિદેશના અનેક પતંગબાજો જોડાયા છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે 45 દેશના 150થી વધારે પતંગબાજો આવ્યા છે. તે સિવાય દેશ-વિદેશથી આવેલા પતંગબાજો પોતાના કલ્ચરને રજૂ કરતાં અલગ-અલગ પ્રકારના પતંગો પણ સાથે લાવ્યા છે. અલગઅલગ પતંગોથી રીવફ્રન્ટનું આકાશ અત્યારે રંગબેરંગી બની ગયું છે. ત્યારે આકાશી સુંદરતાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ રીવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટીવલને જોવા ઉમટી પડ્યા હતા. અવનવા અને રંગબેરંગી પતંગો જોઈને નગરજનો ખુશ થઈ ગયા હતા.

વિડિયોગ્રાફી- પ્રજ્ઞેશ વ્યાસ

જિફા 2017 એવૉર્ડ સમારોહમાં ડાન્સ પરફોર્મન્સ, જુઓ વિડિયો…

0

અમદાવાદ– ગુજરાત આઈકોનિક ફિલ્મ એવૉર્ડ 2017નો સમારોહ અમદાવાદના કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયામાં યોજાયો હતો. જિફા 2017 દ્વારા ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારોને એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેની સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારોએ સ્ટેજ પર ડાન્સ પર્ફોમન્સ આપીને દર્શકોને ડોલાવી દીધા હતા.

વિડિયોગ્રાફી- પ્રજ્ઞેશ વ્યાસ

અમદાવાદ BRTS સ્ટોપના રોડ પર ખાડા

0

અમદાવાદ- અમદાવાદમાં બીઆરટીએસને જોવા માટે દેશવિદેશથી લોકો આવે છે, ત્યારે છેલ્લાં પાંચ મહિનાથી લગભગ બધાં બીઆરટીએસ બસના સ્ટોપ પરના રોડ પર મોટા ખાડા પડી ગયાં છે. કોણ જાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ ખાડા અનુભવાતાં નથી. પણ શહેરીજનો બીઆરટીએસમાં મુસાફરી કરે ત્યારે બસસ્ટોપ આવે ત્યારે આંચકો અનુભવે છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે જ્યારે અમદાવાદ આવ્યાં ત્યારે રાતોરાત આરટીઓથી અંધજન મંડળ સુધીનો બીઆરટીએસનો રોડ નવો નક્કોર કરી નાંખવામાં આવ્યો હતો. નાગરિકો ટીખળ કરતા હતા કે શિન્ઝો એબેને બીઆરટીએસના બધા રૂટ પર લઈ જવાની જરૂર હતી, તો બધા રૂટ પરના રોડ રીસરફેસ થયા હોત કાં તો નવા થઈ ગયા હોત. અમદાવાદના બીઆરટીએસ રોડ પરના ખાડાનો અહેવાલ રજૂ કરી રહ્યા છે chitralekha.comના રીપોર્ટર હાર્દિક વ્યાસ…

અમદાવાદે આ રીતે નવા વર્ષને વધાવ્યો, જુઓ વિડિયો

0

અમદાવાદ– 31 ડિસેમ્બરની મોડીરાત્રી સુધી અમદાવાદ શહેરના જુદા જુદા માર્ગો પર માનવ મહેરામણ ઉમટેલો જોવા મળ્યો હતો. અમદાવાદના સી.જી. રોડ, વસ્ત્રાપુર, મેમનગર, થલતેજના તમામ માર્ગો પર વાહનોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. રવિવારની રજા અને 31 ડિસેમ્બરની ઉજવણી સાથે આવતાં જ રેસ્ટોરાં, હોટેલ્સ, કલબો તેમજ અનેક સંસ્થાઓએ નવા વર્ષ 2018ના આગમનને ઉત્સાહભેર ઉજવ્યો હતો. સલામતી ના કારણે તેમજ લોકો માર્ગો પર આવી જતા હોવાથી સી.જી. રોડના કેટલાક ભાગમાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આખાય માર્ગો પર રંગેબેરંગી ફૂગ્ગા-કલરફૂલ માસ્ક, ચિત્ર વિચિત્ર પરિવેશ સાથે લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા.

બારના ટકોરે લોકોએ ચીચીયારીયો -હોર્ન -પીપુડાના અવાજ સાથે નવ વર્ષને વધાવ્યુ હતું, કેટલાક વિસ્તારોમાં ફટાકડા પણ ફૂટ્યા… લોકોએ એકબીજાને 2018ના નવા વર્ષે હેપ્પી ન્યૂ યર પાઠવ્યું હતું.

અહેવાલ અને વિડીયાે-પ્રજ્ઞેશવ્યાસ

કાંકરિયા કાર્નિવલ, અમદાવાદની વિડિયો ઝલક માણો…

0
અમદાવાદ– અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવને નવું સ્વરુપ આપ્યા પછી કાંકરિયા કાર્નિવલ શરૂ થયો છે.  વર્ષના અંતે ઉજવાતા કાંકરિયા કાર્નિવલને દસ વર્ષ થયા. આખા વર્ષમાં કાંકરિયા તળાવની મુલાકાતની ફી વસુલવામાં આવે છે, પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર નાગરિકો તળાવ ફરતે યોજાતા કાર્નિવલને નિઃશુલ્ક માણી શકે છે. આ વર્ષ અમદાવાદ શહેર માટે ખુબ જ મહત્વનું રહ્યું હેરિટેજ સિટી તરીકે દરજ્જો…

દેશ વિદેશમાં અમદાવાદ શહેર છવાઇ ગયું. આ વખતના કાંકરિયા કાર્નિવલમાં તળાવને ફરતે જુદી જુદી ઐતિહાસિક ધરોહરની પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. સાથે દિવસભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાંજે લાઇટ એન્ડ સાઉન્ડનો લેસર શો રજૂ કરવામાં આવે છે, જેમાં અમદાવાદનું ઐતિહાસિક મહત્વ રજૂ કરવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રના કળાકારોના સ્ટેજ શો કાર્નિવલમાં રજૂ થાય છે. સાથે આતશબાજીની જગ્યા એ હવે એક અદભૂત લાઇટીંગ શો રજૂ કરવામાં આવે છે. કાંકરિયા ફરતે ઉજવાતાં કાર્નિવલ દરમિયાન તળાવ-વૃક્ષોની સુંદરતા રોશનીના ઝળહળાટથી વધી જાય છે.

બટરફ્લાય પાર્ક, પ્રાણી સંગ્રહાલય-નવું નિશાચર પ્રાણીઓ માટેની જગ્યા, બાલવાટિકામાં જુદા જુદા કળાકારોને માણવા અને કાંકરિયા કાર્નિવલમાં હજારો લોકો સાક્ષી બને છે.

અહેવાલ અને વિડિયોગ્રાફી-પ્રજ્ઞેશ વ્યાસ  

ભજીયાની જેમ પાંચ વર્ષના ભવિષ્યને તળી નાંખ્યું છેઃ હાર્દિક પટેલની વિડિયો મુલાકાત

0

અમદાવાદ– પાટીદાર નેતા હાર્દિક પટેલે chitralekha.com ને જણાવ્યું હતું કે ભાજપ ભલે જીત્યું હોય પણ બાવીસ વર્ષો પછી વિપક્ષ મજબૂત બન્યો છે. આ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ગામડાનો વિકાસ થયો નથી. ઈવીએમમાં ગરબડી થઈ છે, ઈવીએમ જીત્યા છે. કોઈ વિરોધ કરતું નથી, ગુલામી કરવાની લોકોને ટેવ પડી ગઈ છે. ઈવીએમ અંગે કોઈ બોલતું નથી. જનતાને તેમના મતની કોઈ કીમત નથી. ભાજપ સત્તા પર આવતા હાર્દિક પટેલે કહ્યું હતું કે ભાજપના તળેલા ભજીયા ખાઈને આપણે આવનાર પેઢીના પાંચ વર્ષના ભવિષ્યને તળી નાંખ્યું છે. પણ ધીમે ધીમે લોકો જાગૃત થઈ રહ્યા છે. હું પણ માનું છુ કે ઈવીએમ હટાવો દેશ બચાવો…

પાટીદાર અનામત આંદોલનને લઈને અમે ખુબ દોડીશું, ખુબ મહેનત કરીશું. અનેક મુદ્દા પર અમે લડીશું. હાર્દિક પટેલનો સાથ છોડીને તેમના અનેક સાથીદારો જતા રહ્યા છે, પણ હાર્દિક પટેલ એકલા લડશે. મહેનત કરીશ સફળતા મળે, લડવા માટે જન્મ્યો છું, ગુજરાતમાં પણ આવા ગદ્દારો છે. હાર્દિક પટેલે વધુમાં શુ કહ્યું જાણવા  chitralekha.comના ન્યૂઝ એડિટર ભરત પંચાલને આપેલી એક્સક્લુઝિવ મુલાકાત જુઓ…

(વિડિયોગ્રાફી- પ્રજ્ઞેશ વ્યાસ)

ભાજપ નુકશાન સાથે સત્તાના સૂત્રો સંભાળશે… કેમ? જુઓ વિડિયો

0

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ગુજરાતના મતદારોએ વિકાસને પસંદ કર્યો છે, અને ભાજપને સ્પષ્ટ બહુમતી આપી છે, ત્યારે સામે કોંગ્રેસને પણ ફાયદો થયો છે. ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે પ્રચાર કર્યો હતો, પણ ભાજપને માત્ર 99 બેઠકો મેળવીને સંતોષ માનવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસને 79 બેઠકો મળી છે. આમ કેમ થયું, ભાજપ કેમ ટાર્ગેટ અનુસાર બેઠક ન મેળવી શકયું અને કોંગ્રેસને કેમ ફાયદો થયો, તે તમામ મુદ્દાઓની છણાવટ કરવા ચિત્રલેખાએ પ્રયાસ કર્યો છે. ચિત્રલેખાના રીપોર્ટર હાર્દિક વ્યાસના સવાલોના જવાબ આપી સચોટ વિશ્લેષણ કરી રહ્યા છે ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી…

(વિડિયોગ્રાફી- પ્રજ્ઞેશ વ્યાસ)

જયેશ રાદડિયા ‘ચિત્રલેખા’નેઃ આ વિકાસની જીત…

0

જેતપુર વિધાનસભા બેઠક પરથી જીત મેળવનાર ભાજપના ઉમેદવાર જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા ‘ચિત્રલેખા’ને કહે છે, આ જીત વિકાસની જીત છે…

ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવની ‘ચિત્રલેખા’ સાથે વાતચીત…

0

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર દેખાવને પગલે પક્ષ પ્રવક્તા રાજુ ધ્રુવની ‘ચિત્રલેખા’ સાથે વાતચીત…

 

18 ડિસેમ્બરે મતદારોનો મિજાજ જાણવા મળશે, જુઓ વિડિયો…

0

અમદાવાદ– ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બન્ને તબક્કામાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ થયું છે. બે-ત્રણ વિસ્તારમાં છુટીછવાયી જુથ અથડામણની ઘટના ઘટી હતી, પણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતીને કાબુમાં લીધી હતી. બીજા તબક્કામાં 65 ટકાથી વધુનું મતદાન થયું છે. દિવસ દરમિયાન મતદાર રાજા રહ્યો છે. મતદાતાઓએ શુ મિજાજ દર્શાવ્યો છે, તે તો 18 ડિસેમ્બરે ઈવીએમ ખુલશે પછી જ ખબર પડશે. આખા દિવસ દરમિયાનના મતદાનનો ચિતાર આપી રહ્યા છે chitralekha.com ના રીપોર્ટર હાર્દિક વ્યાસ… વિડિયોગ્રાફી- પ્રજ્ઞેશ વ્યાસ

 

WAH BHAI WAH

Facebook
RSS
YOUTUBE
YOUTUBE