પકોડા તે પણ હેલ્ધી!!

0
1250

પાલખ પકોડા બનાવવા માટે પાલખના પાનની દાંડીઓ તોડી લો. બધાં પાનને સરખાં પાણીમાં ધોઈને પેપર પર મૂકીને પાણી નિતારી લો.

હવે, પકોડા માટે ખીરૂં બનાવવા માટે ચણાના લોટમાં થોડો અજમો, થોડા સફેદ તલ, ચપટી હીંગ, આદુ-મરચાંની પેસ્ટ (તમે ઈચ્છો તો લાલ મરચાં પાવડર પણ ઉમેરી શકો છો),  મીઠું સ્વાદાનુસાર,  ચપટી સોડા ખાર લઈ બધી સામગ્રી ભેગી કરી થોડું પાણી નાખી ખીરૂં બનાવો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પાલખનાં એક-એક પાન લઈ ખીરામાં બોળીને તેલમાં તળી લો. બધાં ભજીયા તૈયાર થાય એટલે પ્લેટમાં મૂકતી વખતે દરેક ભજીયા પર ચાટ મસાલો છાંટી દો. આ ભજીયા લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસો.