માલપૂઆ

0
1041

સામગ્રીઃ 1 કપ ઘઉંનો લોટ, ½ કપ દૂધ, ½ કપ પાણી, ½ કપ સાકર, ¼ ચમચી એલચી પાવડર, ચપટી ખાવાનો સોડા, ¼ કપ બારીક ખમણેલું નાળિયેર, માલપૂઆ સાંતડવા માટે ઘી

રીતઃ ઘઉંનો લોટ, સાકર, ખમણેલું નાળિયેર, એલચી પાવડર તેમજ ખાવાનો સોડા તેમજ દૂધ એક બાઉલમાં લઈ મિક્સ કરી લો. ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરો અને માલપૂઆ માટેનું ખીરૂં તૈયાર કરો. ખીરૂં મિડિયમ હોવુ જોઈએ. આ ખીરાંને 1-2 કલાક રહેવા દો.

હવે એક નોન-સ્ટીક પેન ગરમ કરી એક ચમચા વડે ખીરૂં રેડો અને ઢોસાની જેમ ફેલાવી દો. એક ચમચી ઘી લઈ પૂડલાની ફરતે રેડી મધ્યમ આંચે માલપૂઆ થવા દો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે માલપૂઆને ઉથલાવી દઈ બીજી સાઈડ પણ ઘી રેડીને શેકાવા દો.

માલપૂઆ જેટલાં પતલાં ઉતારશો એટલાં જ એ ટેસ્ટી બનશે.