રાતની વધેલી રોટલીના ગુલાબજાંબુ

રાત્રે વધેલી રોટલી તવામાં ક્રિસ્પી થાય પણ બળે નહીં એ રીતે શેકી લો. થોડી ઠંડી થાય એટલે એના નાનાં ટુકડા કરી, મિક્સરમાં પિસી લો. આ રોટલીના પાવડરમાં થોડો એલચીનો પાવડર ઉમેરી દૂધ વડે લોટ બાંધી લો. (થોડું થોડું દુધ ઉમેરતાં જાવ અને લોટ બાંધતા જાવ). લોટ બંધાઈ જાય એટલે થોડું ઘી લગાડી લોટ લીસો કરી લો. હવે લોટના ગોળ અથવા લંબગોળ ગોળા વાળીને ઘીમાં મધ્યમ આંચે તળી લો.

બીજી બાજુ ખાંડની ચાસણી બનાવી લો. ચાસણી બનાવતી વખતે એમાં થોડો એલચીનો પાવડર ઉમેરવો. તળેલા ગુલાબજાંબુ ઠંડા થાય એટલે ચાસણીમાં નાખીને એક કલાક સુધી રહેવા દો.