૧૦ મિનિટમાં રબડી તૈયાર!!!

0
1317

સામગ્રીઃ 4 કપ મલાઈવાળું દૂધ, 2-3 ચમચા સાકર, 1 ચમચી એલચી પાવડર, 6-7 તાર કેસર અડધા કપ દૂધમાં પલાળેલું, 1 કપ તાજું પનીર, 1½  કપ માવો, 8-10 બદામ-પિસ્તા, 1 ચમચી ગુલાબનું એસેન્સ

રીતઃ એક જાડા તળિયાવાળી કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસની આંચ મધ્યમ કરી દો. પનીર તેમજ દૂધનો માવો લઈ એને ક્રમ્બલ એટલે કે એનો બારીક ભૂકો કરીને દૂધમાં હળવે હળવે ઉમેરી દો. 5-10 મિનિટ સુધી એક લાંબો ઝારો લઈ દૂધમાં હલાવતાં રહો, જેથી દૂધ કઢાઈમાં નીચે ન ચોંટે. હવે એલચી પાવડર, ગુલાબ જળ તથા દૂધમાં ઓગાળેલું કેસર દૂધમાં મેળવી ગેસ બંધ કરી કઢાઈ નીચે ઉતારી લેવી અને એમાં કાજુ તેમજ બદામની કાતરી મિક્સ કરી દો. ઈન્સ્ટન્ટ રબડી તૈયાર છે.