ચણાના લોટનાં ઢોકળાં

0
1374

સામગ્રીઃ ચણાનો લોટ ૧૦૦ ગ્રામ, રવો ૧૦૦ ગ્રામ, દહીં ૨૦૦ ગ્રામ, ચપટી હળદર, મીઠું સ્વાદાનુસાર, ૧ ચમચી ઈનો પાવડર, પાણી

વઘાર માટેઃ તેલ, રાઈ, ૨- ૩ લીલાં મરચાં, મીઠું, થોડી સાકર (optional) કોથમીર, થોડું ખમણેલું નાળિયેર,

રીતઃ ઉપર આપેલી સૂકી સામગ્રી તેમજ દહીં મિક્સ કરીને જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરી લો. દરમ્યાન, ઢોકળાના વાસણમાં પાણી રેડીને એક જાળી મૂકો તેના પર તેલ ચોપડેલી થાળી મૂકો. હવે ખીરામાં એક ચમચી તેલ તેમજ એક ચમચી ઈનો પાવડર નાંખી ચમચાથી હલાવો, જેવું ખીરૂં ફુલવા લાગે અથવા ઉપર આવવા માંડે કે તરત થાળીમાં રેડી દો અને ઢાંકી દો. ૨૦-૨૫ મિનિટ બાદ ચપ્પુ ઢોકળામાં નાખી જુઓ, જો મિશ્રણ ચપ્પુ પર ના ચોંટે તો સમજવું ઢોકળા તૈયાર છે. થાળી નીચે ઉતારી લો.

તેલ વઘાર માટે મૂકી રાઈ નાખ્યા બાદ તતડે એટલે મરચાં ઉભાં ચીરીને તેલમાં નાંખો અને 1 વાટકી પાણી નાંખો અને તેમાં મીઠું તેમજ સાકર ઉમેરો. પાણીમાં એક ઉભરો આવે પછી એક લીંબુ નિચોવીને ગેસ બંધ કરી દો. હવે એક ચમચી વડે વઘાર ઢોકળાંની થાળી પર રેડી દો અને ઢોકળાના પીસ કરી લો. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને કોપરાંનું છીણ પાથરી દો.