શિયાળો આવ્યો, તંદુરસ્તી લાવ્યો…

શિયાળો આવી ગયો છે, હેલ્ધી ખાવાનું શું ખાશો?

  • લીલું લસણ ધોઈને ઝીણું સમારીને દેશી ઘીમાં થોડા પ્રમાણમાં સાંતળીને બાજરાના લોટમાં ઉમેરો, તેમજ સ્વાદ માટે આદુ-મરચાંની પેસ્ટ તેમજ કોથમીર સમારીને નાંખો અને રોટલાનો લોટ બાંધો.
  • બાજરીના વડાનો નાસ્તો ચા સાથે જામશે.
  • મેથીની ભાજીના મૂઠીયા અથવા થેપલા બનાવો એમાં તલ ઉમેરો.
  • લીલીછમ્મ પોંકમાં લીંબુ નીચોવી મરીની સેવ સાથે ખાઓ અથવા પોંકના ભજીયા બનાવો.
  • લીલાં તુવેર તથા વટાણાની લીલવા કચોરી બહુ જ ટેસ્ટી લાગે છે.
  • અડદિયું, મેથીપાક તો પૌષ્ટિક છે જ પણ ખજૂરમાં સૂકો મેવો ક્રશ કરીને તેમજ સૂકું કોપરું ઉમેરીને બનાવેલા લાડવા પણ બહુ જ પૌષ્ટિક છે.
  • ઉંધિયું તેમજ ગાજરનો હલવો તો શિયાળુ વાનગી છે જ.