શાકભાજીને લીલાં કેમ રાખશો?

0
1169

શાકભાજીનો રંગ રાંધ્યા પછી પણ લીલો કેવી રીતે જાળવશો?

  • પાલખ-પુલાવનો લીલો રંગ જળવાઈ રહે તે માટે પુલાવ બનાવતા પહેલાં, પાલખને ઊકળતા પાણીમાં નાખીને તુરંત કાઢી લીધા બાદ બરફવાળા ઠંડા પાણીમાં થોડીવાર રાખી મૂકવી અથવા ફ્રીજમાં પણ મૂકી શકો છો. ત્યારબાદ પાલખની ગ્રેવી બનાવવી.
  • શાકભાજીનો રંગ જળવાઈ રહે તે માટે શાકભાજી બાફતી વખતે પાણીમાં થોડુંક મીઠું (નમક) ઉમેરવું. શાક બફાઈ ગયા બાદ એને તુરંત બરફના ટુકડા નાખેલા ઠંડા પાણીમાં નાખવા.
  • ફ્લાવરનો રંગ સફેદ જળવાઈ રહે તે માટે ફ્લાવરને બાફતી વખતે પાણીમાં થોડુંક મીઠું(નમક) તેમજ દૂધ ઉમેરવું.

ઉપરની પ્રક્રિયા કરવાનો સમય ના હોય તો શાક સુધારીને તુરંત વઘાર કરતી વખતે તેલમાં થોડીક હળદર ઉમેરો. અથવા શાકનો વઘાર કર્યા પછી એમાં સાકરના થોડાંક દાણાં ઉમેરો. અને ઢાંકણ ઢાંક્યા વગર શાક રાંધો.