રીંગણાની કાતરી

ઓછા તેલમાં બનતાં રીંગણાના આ શાકની સરખામણીએ બીજાં શાક તો સાવ ફીક્કાં લાગે.

સામગ્રીઃ

  • 1 ઓળા માટેનું મોટું રીંગણ (વજન આશરે 400-500 ગ્રામ)
  • 2 કપ ચણાનો લોટ
  • ¼ ટી.સ્પૂન હળદર
  • કોથમીર – 2-3 ટે.સ્પૂન
  • આદુ-મરચાંની પેસ્ટ ½ ટે.સ્પૂન
  • મીઠું સ્વાદાનુસાર, ચપટી હીંગ
  • ધાણાજીરૂં પાવડર 1 ટી.સ્પૂન
  • મરચાં પાવડર ½ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ¼ ટી.સ્પૂન
  • આમચૂર પાવડર ¼ ટી.સ્પૂન
  • તેલ સાંતડવા માટે 3-5 ટે.સ્પૂન

રીતઃ  એક થાળીમાં ચણાનો લોટ તેમજ તેલ સિવાયનો બધો મસાલો મિક્સ કરી લો.

હવે રીંગણને ધોઈને ½  સેંમી. જાડાઈની ગોળ સ્લાઈસમાં કટ કરી લો. એક એક સ્લાઈસ લઈ તેની બંને બાજુએ મસાલાનું મિશ્રણ ચોપડી લો. ગેસ ધીમી આંચે રાખી એની ઉપર ફ્રાઈપેનમાં થોડું તેલ નાંખીને પેનમાં આવે એટલી સ્લાઈસ ગોઠવી દો. ધીમી તેમજ મધ્યમ આંચે રીંગણાની કાતરી સાંતડો.

કાતરીની એક સાઈડ સંતડાય એટલે તવેથા તેમજ ચપ્પૂની મદદથી કાતરી ઉથલાવો. અને બીજી બાજુ સંતડાવા દો. કાતરી ગોલ્ડન બ્રાઉન રંગની થાય તેમજ થોડી નરમ થાય એટલે ગેસ બંધ કરી દો. અને બધી કાતરી પ્લેટમાં ગોઠવી દો.