તસવીરી ઝલકઃ જૂજવામાં PM મોદી…

0
1201

વલસાડઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે. આજે સવારે વડાપ્રધાન સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા જ હેલિકોપ્ટર મારફતે વલસાડના જૂજવા ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી વલસાડના જૂજવા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ઈ લોકાર્પણ માટે પહોંચ્યા ત્યારે આવાસ મોડેલ અને ગ્રામીણ વિકાસની યોજનાઓના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ વિવિધ વિકાસકાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તો આ સાથે જ 115551 આવાસના લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ
પણ કરાવ્યો હતો.