ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

0
1209

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના વડપણ હેઠળ ધારાસભ્યોના સંસદીય પ્રતિનિધિમંડળે  તારીખ ૨૫ થી ૨૭ જુલાઇ,૨૦૧૮ દરમ્યાન નવી દિલ્હીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય કાર્યવાહીના અભ્યાસ અર્થેલોકસભા અને રાજ્યસભાની પણ મુલાકાત લીધી હતી. લોકસભાની મુલાકાત દરમિયાન તેમણે પ્રશ્નકાળની કાર્યવાહી નિહાળી લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સુમિત્રા મહાજને સંસદીય પ્રતિનિધિ મંડળને લોકસભાના નિયમો અને સભાગૃહની કાર્યપ્રણાલીનીટૂંકી માહિતી પૂરી પાડી હતી, ત્યારબાદ પ્રતિનિધિ મંડળેરાજ્યસભાની મુલાકાત લઈ જીવંત કાર્યવાહી નિહાળી હતી.

ગુજરાતનાપ્રતિનિધિ મંડળે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ સાથે શુભેચ્છા મુલાકાત  કરી હતી. જેમાં વેંકૈયા નાયડુએસંસદીય પ્રતિનિધિ મંડળને રાજયસભાના નિયમો અને સભાગૃહની કાર્યપ્રણાલીની ટૂંકી માહિતી પૂરી પાડી હતી.

ગુજરાત વિધાનસભાના આ સંસદીય પ્રતિનિધિ મંડળમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત વિધાનસભાના સભ્ય માલતીબેન મહેશ્વરી,અરવિંદભાઇ પટેલ, કનુભાઇ પટેલ, જગદીશભાઇ પંચાલ, મહેશકુમાર રાવલ, રમણભાઇ પટેલ, નરેશભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ઇમરાનભાઇ ખેડાવાલા સહિતના લોકો જોડાયા હતા. તો આ  સાથે જ ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ ડી.એમ.પટેલ, માન.અધ્યક્ષના અંગત સચિવ નૈમેષ દવે, અધિક અંગતસચિવ એન.એલ.વણકર,
નાયબ સચિવ ચેતન પંડયા  તથા શાખા અધિકારી પ્રવિણ પ્રજાપતિ જોડાયા હતા.