અમદાવાદઃ ચોમાસાથી હિલસ્ટેશન જેવો માહોલ

0
717

અમદાવાદઃ સમુદ્રમાં સર્જાયેલું ચક્રાવાત ધીમું થઇ ગયું છે. હાલ ઓખી વાવાઝેાડાની અસરથી સર્જાયેલા વાતાવરણના કારણે આખાય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે.શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરુઆત પછી અચાનક જ વરસાદી માહોલ અને સૂસવાટા સાથેના ઠંડા પવનોથી અમદાવાદ શહેર હિલ સ્ટેશન જેવું બની ગયું છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ તો ક્યાંક ઝાપટાના કારણે ભીના માર્ગો અને પાણીના ખાબોચિયા ઠંડકને બમણી કરી રહ્યા છે. માર્ગો પર જ જે લોકો પોતાનું જીવન વિતાવતા હોય છે એવા શ્રમિકો, વિચરતી જાતિઓ અચાનક જ ચાલી રહેલા ઠંડા પવનોથી ઠંઠવાઇ રહ્યા છે. કારણ ખુલ્લામાં રહેતા લોકોને હાલ ઠંડી અને વરસાદ બંન્ને ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

 

 

 

 

 

 

 

અમદાવાદના શહેરીજનો માર્ગો પર ગરમ કપડાં સાથે ઠંડા પવનો સામે રક્ષણ મેળવતા જોવા મળે છે. સાથે વરસાદની આગાહીના કારણે રાહદારીઓ છત્રી પણ સાથે રાખે છે.વહેલી સવારમાં માર્ગો પર ફરતા કામ કરતાં લોકો ઠંડીને દૂર કરવા તાપણાંનો સહારો લેતા જોવા મળ્યા હતા.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)