સીએમના વડપણમાં રચાઈ 15 સભ્યોની અમલીકરણ સમિતિ, કરશે આ ઉજવણીનું આયોજન

0
1764

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રુપાણીના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધીજીના ૧પ૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી માટે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિ ગાંધીજીની ૧પ૦ વર્ષની જન્મજયંતિની બે વર્ષ ચાલનારી ઉજવણીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સમિતિના સૂચનોના અસરકારક અને પરિણામલક્ષી અમલ માટે કાર્યરત રહેશે.

આ સમિતીના અન્ય સભ્યોમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત યુવા બાબતોના પ્રધાન ઇશ્વરસિંહ પટેલ, મુખ્ય સચીવ  ડૉ. જે. એન. સિંહ, નાણાંના અધિક મુખ્ય સચીવ અરવિંદ અગ્રવાલ, પ્રવાસન અગ્ર સચીવ હૈદર તેમ જ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ અધ્યક્ષ કુશળસિંહ પઢેરિયા, અમદાવાદના મેયર  બીજલ પટેલ, ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ અનામિક શાહ અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઇ, વાંચે ગુજરાત અભિયાનના મહાદેવ દેસાઇ, કસ્તુરબા ધામ રાજકોટના ટ્રસ્ટી મીરાબેન ચટવાણી અને શ્રીમદ રાજચંન્દ્ર આશ્રમ ધરમપુરના ભાવિન રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સચીવ વી. પી. પટેલ આ સમિતિના સભ્ય સચીવ તરીકે કાર્યરત રહેશે.