Home Tags Visit

Tag: Visit

ઈસ્ટર હુમલા પછી શ્રીલંકા જનારા દુનિયાના પહેલાં નેતા હશે PM મોદી

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વિદેશી યાત્રા માટે શ્રીલંકા અને માલદીવ જવાના છે. શ્રીલંકામાં કેટલાક મહિના પહેલા ઈસ્ટરના તહેવાર બોમ્બ ધડાકા થયાં હતાં, જે પછી શ્રીલંકાની યાત્રા કરનાર...

ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, જનસભા સહિત છે ‘મોટો’ કાર્યક્રમ…

ગાંધીનગર-દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં ગૃહપ્રધાન તરીકે નંબર ટુ પોઝિશન લઇ લેનાર અમિત શાહ નજીકના સમયમાં ગુજરાત આવી રહ્યાં છે. લોકસભાની ગાંધીનગર બેઠક પર અમિત શાહે ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે...

ટુરિસ્ટોની રાહ જોઈ રહ્યું છે કશ્મીર…

- દેવાંશુ દેસાઈ (અહેવાલ: શ્રીનગર-ગુલમર્ગ) કશ્મીર એ ધરતી પરનું સ્વર્ગ છે. એ વિશે સાંભળ્યું છે... પણ આજે પહેલી વખત એની અનુભૂતિ થઈ. કશ્મીરના પુલવામા હુમલા પછી એકાએક પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ...

65 વર્ષથી વધુ, 15 વર્ષથી નીચેની વયના ભારતીયો આધાર કાર્ડ પર...

નવી દિલ્હી - નેપાળ અને ભૂટાનના પ્રવાસે જવા માટે હવેથી એવા ભારતીયો માટે આધાર કાર્ડ કાયદેસર રીતે માન્ય ટ્રાવેલ દસ્તાવેજ ગણાશે જેમની વય 65 વર્ષથી વધુ અને 15 વર્ષથી...

અમદાવાદઃ વડાપ્રધાનની મુલાકાતને પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત-2019ના ઉદ્ઘાટન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધારી રહ્યા છે. તો આ સીવાય અમદાવાદમાં આજે સાંજે વીએસ હોસ્પિટલના નવા સંકુલ એસવીપી હોસ્પિટલ અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન...

રામ મંદિર મુદ્દાને શિવસેના ફરી ચર્ચામાં લાવશે, ચાર નેતા અયોધ્યા પહોંચ્યા

નવી દિલ્હી- અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દરરોજ રાજકારણ ગરમાઈ રહ્યું છે. હવે રામ મંદિર પર શિવસેનાએ કડક વલણ અપનાવ્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગામી 25 નવેમ્બરે અયોધ્યા...

CPEC પર ઈમરાનના સવાલ બાદ ચીન પહોંચ્યા પાક. આર્મી ચીફ

બિજીંગ- પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના આર્થિક સલાહકાર દ્વારા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર (CPEC) સવાલ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન સેના પ્રમુખ ત્રણ દિવસની રાજકીય મુલાકાતે ચીનની રાજધાની બિજીંગ પહોંચ્યા છે....

ભારત-પાક. વચ્ચે બનશે તીર્થ કોરિડોર! ભારતીય હાઈ કમિશનરે લીધી મુલાકાત

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારીયાએ સરહદી વિસ્તારમાં આવેલા શીખ તીર્થસ્થાનની મુલાકાત લીધી હતી. એવું માનવામાં આવે છે કે, ભારતના ડેરા બાબા નાનકથી પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહેબ કરતારપુર...

આજથી ગુજરાતનું રાજભવન જોવા જવું હોય તો છૂટ છે!

ગાંધીનગર- સરકારી આવાસો જ્યાં સુરક્ષાને લઇને અત્યંત ચુસ્ત બંદોબસ્ત હોવાને લઇને જનસામાન્ય માટે એ મહાલયો નિહાળવા લગભગ અશક્ય હોય છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલીએ આજે પહેલી ઓગસ્ટથી...

ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના વડપણ હેઠળ ધારાસભ્યોના સંસદીય પ્રતિનિધિમંડળે  તારીખ ૨૫ થી ૨૭ જુલાઇ,૨૦૧૮ દરમ્યાન નવી દિલ્હીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય કાર્યવાહીના અભ્યાસ અર્થેલોકસભા અને રાજ્યસભાની પણ મુલાકાત લીધી હતી. લોકસભાની મુલાકાત દરમિયાન તેમણે પ્રશ્નકાળની કાર્યવાહી નિહાળી લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સુમિત્રા મહાજને સંસદીય પ્રતિનિધિ મંડળને લોકસભાના નિયમો અને સભાગૃહની કાર્યપ્રણાલીનીટૂંકી માહિતી પૂરી પાડી હતી, ત્યારબાદ પ્રતિનિધિ મંડળેરાજ્યસભાની મુલાકાત લઈ જીવંત કાર્યવાહી નિહાળી હતી. ગુજરાતનાપ્રતિનિધિ મંડળે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ સાથે શુભેચ્છા મુલાકાત  કરી હતી. જેમાં વેંકૈયા નાયડુએસંસદીય પ્રતિનિધિ મંડળને રાજયસભાના નિયમો અને સભાગૃહની કાર્યપ્રણાલીની ટૂંકી માહિતી પૂરી પાડી હતી. ગુજરાત વિધાનસભાના આ સંસદીય પ્રતિનિધિ મંડળમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત વિધાનસભાના સભ્ય માલતીબેન મહેશ્વરી,અરવિંદભાઇ પટેલ, કનુભાઇ પટેલ, જગદીશભાઇ પંચાલ, મહેશકુમાર રાવલ, રમણભાઇ પટેલ, નરેશભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ઇમરાનભાઇ ખેડાવાલા સહિતના લોકો જોડાયા હતા. તો આ  સાથે જ ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ ડી.એમ.પટેલ, માન.અધ્યક્ષના અંગત સચિવ નૈમેષ દવે, અધિક અંગતસચિવ એન.એલ.વણકર, નાયબ સચિવ ચેતન પંડયા  તથા શાખા અધિકારી પ્રવિણ પ્રજાપતિ જોડાયા હતા.