Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ન્યુ યોર્ક – દુનિયા આખી જે નિહાળવા માટે આતુરતાપૂર્વક રાહ જોતી હતી તે અમેરિકાની દંતકથાસમાન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે એની પુત્રીની તસવીરો આજે જાહેર કરી છે. સેરેનાએ એની પુત્રીની તસવીરો પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કરી છે.

સેરેનાએ એનાં પ્રથમ સંતાન તરીકે જન્મેલી દીકરીનું નામ એલેક્સીસ ઓલિમ્પિયા ઓહેનિયન જુનિયર રાખ્યું છે.

સેરેનાએ આ તસવીરો સાથે એક વિડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં એની ગર્ભાવસ્થાની વિગતો આપવામાં આવી છે. વિડિયોને અંતે પુત્રીની ઝલક બતાવી છે.

સેરેનાએ ગઈ 1 સપ્ટેંબરે દીકરીને જન્મ આપ્યો હતો. તેનું વજન 6 પાઉન્ડ, 14 ઔંસ હતું.

ગયા જાન્યુઆરીમાં ગર્ભાવસ્થા ધારણ કર્યાના આઠ અઠવાડિયા થયા હતા ત્યારે સેરેના ઓસ્ટ્રેલિયન ઓપન સ્પર્ધા રમી હતી અને એમાં વિજેતા બની હતી.

સેરેનાએ રેડીટના સ્થાપક એલેક્સીસ ઓહેનિયન સાથે સગાઈ કરી છે. એણે એમની આ દીકરીને એલેક્સીસ ઓલિમ્પિયા ઓહેનિયન નામ આપ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS