Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બેંગલુરુ – ગયા વર્ષની આઈપીએલ ચેમ્પિયન ટીમ સનરાઈજર્સ હૈદરાબાદને મોટો ફટકો પડ્યો છે. તેનો ડાબોડી ફાસ્ટ બોલર આશિષ નેહરા ઈન્જર્ડ થતાં તે આઈપીએલની વર્તમાન મોસમમાં વધુ રમી નહીં શકે, એવું ટીમના વડા કોચ ટોમ મૂડીનું કહેવું છે.

હૈદરાબાદનો ફાસ્ટ બોલર આશીષ નેહરા ઈજાગ્રસ્ત થયો, આવતી કાલે, બુધવારે કોલકાતા સામેની ‘એલિમિનેટર’ મેચમાં રમી નહીં શકે

હૈદરાબાદ ટીમ આવતીકાલે, 17 મેના બુધવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનાર એલિમિનેટર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવાની છે.

ટોમ મૂડીએ કહ્યું છે કે નેહરા સ્પર્ધાના બાકીના હિસ્સા માટે ફિટ થઈ શકે એમ નથી. એને હેમ્સ્ટ્રીંગ પ્રોબ્લેમ થયો છે. આ તકલીફ એને ગઈ 6 મેએ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ સામેની મેચ વખતે થઈ હતી.

એલિમિનેટર મેચમાં જે ટીમ જીતશે એ ક્વોલિફાયર-2 મેચમાં રમશે. એનો સામનો 19 મેએ બેંગલુરુમાં ક્વોલિફાયર-1 મેચની પરાજિત ટીમ સામે થશે.

ફાઈનલ મેચ 21 મેએ હૈદરાબાદમાં રમાશે.

આશિષ નેહરા આઈપીએલની હાલની 10મી સીઝનમાં 6 મેચો રમ્યો હતો અને એમાં તેણે 8 વિકેટ લીધી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS