Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – ટેસ્ટ અને વન-ડે ટીમનો ભૂતપૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફ વિવાદના કેન્દ્રમાં આવેલો નવો ક્રિકેટર બન્યો છે. પોતાને સૂર્યનમસ્કાર કરતો દર્શાવતી તસવીરો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યા બાદ અમુક કટ્ટરવાદી મુસ્લિમોએ એની મજાક ઉડાવી છે.

કૈફે સૂર્યનમસ્કાર કરતી પોતાની તસવીરો ટ્વિટર પર અપલોડ કરી હતી. એમાં તે અલગ અલગ રીતે સૂર્યનમસ્કાર કરી રહ્યો છે. પરંતુ, સોશિયલ મિડિયા પર અમુક લોકોએ આને સારા અર્થમાં લીધું નથી. બે જણે ત્યાં સુધી કહ્યું છે કે યોગા તો ઈસ્લામિક સંસ્કૃતિની વિરુદ્ધમાં છે.

એક ચાહકે એને એવી સલાહ આપી છે કે તું ભલે સૂર્યનમસ્કાર કરે, પણ સાથોસાથ કુરાનની આયતનું રટણ પણ કરવું જેથી ઈસ્લામની દ્રષ્ટિએ એ ખરાબ નહીં ગણાય.

તે છતાં કૈફે મજાક ઉડાવનારાઓને આપેલો જવાબ જોરદાર છે.

નીચે દર્શાવી છે કૈફની એક ટ્વીટ, એની ટીકા કરતી અમુક ટ્વીટ્સ અને કૈફે એમને આપેલો વળતો જવાબ…


મોહમ્મદ કૈફની ટીકા કરતી ટ્વીટ્સ…


એક ચાહકે કૈફને આવી સલાહ આપી છે…


કૈફને એક પ્રશંસક તરફથી આવો ટેકો પણ મળ્યો છે

આ છે, કૈફનો વળતો જડબાતોડ જવાબ…


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS