Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના આજીવન પ્રમુખો તરીકે સુરેશ કલમાડી અને અભિય ચૌટાલાની નિમણૂક કરવા બદલ કેન્દ્રના સ્પોર્ટ્સ મંત્રાલયે આજે IOAને કારણદર્શક નોટિસ મોકલી છે.

સ્પોર્ટ્સ પ્રધાન વિજય ગોયલે કહ્યું છે કે કલમાડી અને ચૌટાલા, બંને સામે ક્રિમિનલ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકાયેલા છે ત્યારે એમની આ નિમણૂક સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

સ્પોર્ટ્સ મંત્રાલયે IOAને ધમકી પણ આપી છે કે જો તે કલમાડી અને ચૌટાલા, બંનેને પદ પરથી દૂર નહીં કરે તો મંત્રાલય IOA સાથેનો સંબંધ તોડી નાખશે.

એક અન્ય ઘટનામાં, કલમાડીએ એમ કહીને આજીવન પ્રમુખપદનો સ્વીકાર કરવાની ના પાડી છે કે આ પદ સંભાળવાનો એમને માટે આ સમય યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે IOA સંસ્થાએ તેની વાર્ષિક સામાન્ય સભામાં કલમાડી અને ચૌટાલાને લાઈફટાઈમ પ્રેસિડન્ટ તરીકે નિયુક્ત કર્યા હતા.

કલમાડી 2010માં નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ વખતે ભ્રષ્ટાચારના કૌભાંડને કારણે બદનામ થયા છે.

ચૌટાલા 2012-2014 સુધી ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખપદે હતા. એમના જ કાળ દરમિયાન ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ IOAને સસ્પેન્ડ કરી હતી. એ પ્રતિબંધ 2014ના ફેબ્રુઆરીમાં ઉઠાવી લેવામાં આવ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS