Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલનું માનવું છે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન એમની ગ્રુપ મેચમાં ટકરાશે ત્યારે એ મેચ જીતવા માટે ભારત ફેવરિટ હશે.

37 વર્ષીય ગેલે એવી સ્પષ્ટતા કરી છે કે આમ તો ભારત અને પાકિસ્તાન બંને ટીમ સ્પર્ધા જીતવા માટે ફેવરિટ છે.

આઠ-ટીમોવાળી આ સ્પર્ધા 1 જૂનથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવાની છે.

ગેલનું કહેવું છે કે 4 જૂને એજબેસ્ટનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ગ્રુપ મેચ આખી સ્પર્ધાની સૌથી મોટી મેચ હશે. અને હા, એ મેચમાં પાકિસ્તાન કરતાં ભારત મજબૂત સ્થિતિમાં હશે. આમેય આઈસીસી યોજિત સ્પર્ધાઓમાં ભારતનો દેખાવ પાકિસ્તાન કરતાં હંમેશાં સારો જ રહ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનને બી-ગ્રુપમાં સ્થાન અપાયું છે. આ ગ્રુપની અન્ય બે ટીમ છે – દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા.

એ-ગ્રુપમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS