Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભારતીય અવકાશક્ષેત્ર અને ભારતીયોના આ વિષયમાં પ્રદાનની વાત ઉખેળીએ તો એ શક્ય જ નથી કે તમે અવકાશયાત્રી કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સને અવગણો. બે અવકાશ પ્રોજેક્ટ સાથે સંકળાનાર ત્રીજી ભારતીય અને આપણે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે ગુજરાતી મૂળીયાં ધરાવતાં સન્માનીય મહિલા લાઇમલાઇટમાં આવી રહ્યાં છે. આ નામ છે શાવના પંડ્યા..તમે સાચું જ અનુમાન કરી રહ્યાં છો. 32 વર્ષીયા શાવનાના મૂળીયાં પણ સુનિતા વિલિયમ્સની જેમ ગુજરાતને અડે છે. તેના પેરેન્ટ મુંબઇ અને પછીથી કેનેડામાં સ્થાયી થયાં હતાં.

કેનેડાના અલબર્ટામાં શાવનાનો જન્મ અને ઉછેર અને શિક્ષણ થયાં છે. વ્યવસાયે શાવના જનરલ ફિઝિશિયન છે.તેનો પ્રોફાઇલ એટલો હાઇ છે કે સિટિઝન સાયન્સ એસ્ટ્રોનૉટ પ્રોજેક્ટમાં ઘણાં સ્પર્ધકોમાંથી પસંદ થયેલા વ્યક્તિઓમાં તે એક હોઇ શકે છે. બની શકે કે  2018માં સ્પેસ મિશન પર જનાર આઠ અવકાશયાત્રીઓ સાથે તે પણ અવકાશયાનમાં ઉડશે. હાલમાં તે બે સ્પેસ મિશનની તૈયારીમાં છે.

શાવનાએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. કેનેડાની અલબર્ટા યુનિવર્સિટી હોસ્પિટલની ફિઝિશિયન છે. ઓપેરા સિંગિંગ કર્યું, લેખક પણ  છે, આંતરરાષ્ટ્રીય ટેઇકવાન્ડો ચેમ્પિયન છે અને નેવીસીલની મૌએ થાઇની તાલીમાર્થી પણ છે. ફ્રેન્ચ, સ્પેનિશ અને રશિયનનું ફાંકડું નોલેજ છે, સિલિકોન વેલીની મલ્ટિટાસ્કર એન્તોરપ્રિન્યોર, મોડેલિંગ કરેલું છે અને TEDx સ્પીકર છે…!!!

સ્પેસ અને મેડિકલ સાયન્સમાં બળકટ રસ ધરાવતાં શાવનાને આક્ષેત્રમાં રસ પડવા માટે કારણરુપ કેનેડાના પ્રથમ અવકાશયાત્રી મહિલા રોબર્તા બોન્ડર પણ ન્યૂરોઓપથ્લમોલોજિસ્ટ હતાં. તબીબીવિદ્યાની આ શાખા સ્પેસ ફ્લાઇટમાં સેન્ટ્રલ નર્વ્ઝ સીસ્ટમ પર કામ કરે છે જે સ્પેસ મિશન દરમિયાન શરીરમાં પડતી અસરોનો અભ્યાસ કરે છે.

શાવના કહે છે, બાળવયની હતી ત્યારથી તારા અને અવકાશ ખૂબ ગમે છે.10 વર્ષની વયથી જ એસ્ટ્રોનોમીનું વળગણ લાગી ગયું હતું. મારા બધાં જ જૂનિયર હાઇ સાયન્સ પ્રોજેક્ટ કે રીપોર્ટ્સ સ્પેસ રીલેટેડ હતાં. મારા મતે કંઇક સાહસભર્યું અને સીમાઓની પાર લઇ જતું હોય એવું કશું હોય તો તે અવકાશ છે. આ જાણે મારામાં ભર્યું છે….અલબર્ટાની યુનિવર્સિટીમાંથી બીએસસી ન્યૂરોસાયન્સ કર્યાં પછી શાવનાએ એમએસસી કર્યું સ્પેસ સાયન્સમાં ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીમાં. એ પછી મેડિસિનમાં એમડી યુનિવર્સિટી ઓફ અલ્બર્ટામાં સંપન્ન કર્યું.

જાણવા જેવું છે કે શાવનાએ મેડિકલ સ્કૂલ અને સ્પેસ પ્રોગ્રામમાં સેમ ટાઇમ અપ્લાય કર્યું હતું.તેને સ્પેસ ન્યૂરોસાયન્સમાં કેરિયર બનાવવાનું સપનું સેવ્યું હતું. આ ક્ષેત્ર જ તેને આકર્ષક અને રોમાંચક લાગતું હતું.

2018માં શાવના જે અવકાશ સંલગ્ન પ્રોજેક્ટમાં ભાગ લેશે તે પોલાર સબઓર્બિટલ સાયન્સ ઇન ધ અપર મેસોસ્ફીયર-PoSSUM છે જે ક્લાયમેટ ચેન્જના પ્રભાવનો અભ્યાસ કરે છે. યુએસના એમ્બ્રી રીડલે એરોનોટિકલ યુનિવર્સિટી પ્રોજેક્ટમાં તાલીમ દરમિયાન તેણે સ્પેસશૂટ પહેર્યાં છે, એરોબેટિક ફ્લાઇટ્સ લીધી છે અને શૂન્યાવકાશમાં કેવા અનુભવ થાય તે શીખતાં સાયન્ટિસ્ટ એસ્ટ્રોનોટ કોર્સ ભણીગણી છે.

આટલું જ નહીં, શાવના પોસાઇડોન પ્રોજેક્ટમાં મહત્ત્વની સભ્ય છે. આ પ્રોજેક્ટ 100 દિવસ પાણીની અંદર ચાલે છે જે ફ્લોરિડાની એક્વારિસ સ્પેસ રીસર્ચની તક છે, જ્યાં દુનિયાની એકમાત્ર દરિયાની અંદર સ્થિત લેબોરેટરી છે જે સાયન્સ અને શિક્ષણને સમર્પિત છે. દરિયો અને અવકાશ વચ્ચેની સાંમજસ્યતાનું જ્ઞાન આપતાં આ શિક્ષણની અનેક વિશેષતાઓ છે જે સ્વંય પોતાની રીતે યુગપ્રવર્તક છે.

શાવના પંડ્યા તાજેતરમાં પોતાના પરિવારને મુંબઇમાં મળવા આવી હતી ત્યારે શાળા સંસ્થાનોમાં વિદ્યાર્થીઓને સિટિઝન સાયન્સ, ટેકનોલોજી, નેતૃત્વ અને સંશોધનો સંદર્ભે અઢળક જ્ઞાનભંડાર આપ્યું હતું. એક અખબારને મુલાકાત આપતાં શાવનાએ ક્હ્યું કે, ભારતમાં અદભૂત સામર્થ્ય છે. હું જ્યારે બાળકો, કોલેજિયન્સ સાથે વાત કરું છું ત્યારે અનુભવું છું કે સાહસની અદમ્ય ઇચ્છા છે પરંતુ તે કઇ રીતે કરી શકાય તેના રસ્તાથી અજાણ છે. જે કરવાનું છે તે એટલું જ કે આપણે સાયન્સમાં થતાં રોજબરોજના વિકાસથી અવગત થતાં રહેવાનું છે.લવચીક કહો અને હંમેશા કંઇ વધુ વિશાળ મેળવતાં રહો….

સાહસિકતાની સીમાઓને સ્પર્શી તારાઓને અડી જનાર શાવના તેને આવી મળતી દરેક પરિસ્થિતિમાં તકને જુવે છે. પોતાની ઓળખ આ રીતે આપે છેઃ હું માનવ્યતાના બે અંતિમો તરફ ખૂબ જ આકર્ષિત રહું છું. સર્વાઇવિંગ એન્ડ થ્રાઇવિંગને ટેકનોલોજી સંશોધન અને માનવતાના જ્ઞાન સંદર્ભે જોઉં છું. મારી મનુષ્યતા માટે મોટો પડકાર જ એ છે કે તેનાથી સામાજિક પરિવર્તનનો પડકાર પાર પડે..ચોક્કસ જ, શાવનાની સિદ્ધિઓ એ દર્શાવે છે કે એકાગ્રતાથી જીવાતાં આ શબ્દોની શક્તિએ જ તેને તેના દરેક ક્ષેત્રમાં સર્વોચ્ચતા અપાવી છે. જેમ શાવના કહે છે કે..
“If you prioritise your passions and commitments, it’s wonderful how much you can achieve.”


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS