Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જના યુગમાં મોટા ભાગના લોકો ધનની લાલસામાં ભાગી રહ્યાં છે. સારા દેખાવાનું સારા હોવા કરતાં મહત્વ વધી રહ્યું છે ત્યારે કુબેરનો વિચાર અચૂક આવે. તે રાવણના ભાઈ હતાં, અને યક્ષોના રાજા.. પુષ્પક વિમાન તેમની પાસે હતું. જયારે રાવણ અને કુબેરનું યુદ્ધ થયું ત્યારે રાવણની માયાવી શક્તિઓ સામે તે હારી ગયાં. ત્યારબાદ શિવજીનું તપ કરવાથી તેમને દેવોના ભંડારીનું પદ મળ્યું. અને તેથી જ ધનપ્રાપ્તિ માટે કુબેરને યાદ કરવામાં આવે છે.

આ જગ્યાએ સવાલ જરૂર થવો જોઈએ કે માત્ર ધનપ્રાપ્તિથી સુખી થઇ શકાય? ભારતીય વાસ્તુમાં ઉત્તરને કુબેરની દિશા માનવામાં આવે છે. તેથી એક એવી માન્યતા ઉદભવી કે ઉત્તરમાં કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેનાથી ધન પ્રાપ્તિ થાય છે. મારા રીસર્ચમાં મેં જોયું કે ઉત્તર તે અપેક્ષા અને સંતોષની દિશા છે. જો અપેક્ષા વધે તો સંતોષ ઘટે અને જો અપેક્ષા ઘટે તો સંતોષ એની મેળે જ મળે. ઓફિસમાં ઉત્તરમુખી બેઠક હોય તે બધાં જ કર્મચારીઓની અપેક્ષા વધારે જ રહેવાની અને તેના લીધે અસંતોષની લાગણી પણ રહે.

જો ઉત્તરમાં રસોઈઘર આવતું હોય તો સ્ત્રીની અપેક્ષા પણ વધે અને અંતે તે અસંતોષમાં પરિણમે છે. જે ઘરમાં સ્ત્રીને અસંતોષની લાગણી રહેતી હોય ત્યાં કંકાશ અથવા અશાંતિ આવે તો ઘરમાં સંપત્તિ ઓછી થવા લાગે. કારણ કે કંકાશવાળા વાતાવરણમાં સારા વિચારો ઓછા આવે. ઉત્તરને પુરુષના આત્મ વિશ્વાશની દિશા પણ ગણી શકાય. અમુક જગ્યાએ મેં એવું પણ જોયું છે કે ઉત્તરનો મોટો વાસ્તુ દોષ નપુંશક્તા આપી શકે છે. આવા સંજોગોમાં સ્ત્રીને અસંતોષ રહે તેવું પણ બની શકે.

ઉત્તર માત્ર પૈસા માટેની દિશા નથી. પરંતુ આજકાલ ભૌતિકતાવાદી વાતાવરણમાં કુબેરને ધનપતિ ગણી તેની આરાધનાથી આર્થિક સમશ્યાનું નિવારણ લાવવાની વાત છે. કુબેર દેવોના ખજાનચી છે તેથી યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને ધન આપવું તે તેમનું કર્તવ્ય હતું પણ તે દરેકને ધનવાન ન બનાવે. ઉત્તર દિશાનું આર્કિટેક્ચરમાં પણ ખુબ મહત્વ છે. કારણ કે આ દિશામાં સૂર્યના સીધા કિરણો પડતા નથી. તેથી કોઈ પણ કાર્ય જેમાં ગ્લેર ફ્રી લાઈટની જરૂર હોય તે આ જગ્યાએ થઇ શકે છે. અને શાંત અને સ્વસ્થ મનથી થયેલા કાર્યમાં સફળતા અચૂક મળે છે.

ઓફિસમાં એકાઉન્ટનું કામ કરતા હોય યા તો માલિક કે મેનેજર ઉત્તરમુખી બેસે તો તે યોગ્ય ગણાય, પરંતુ સફાઈ કામદાર, ડેટા એન્ટ્રી સ્ટાફ , રીસેપ્શનિસ્ટ વગેરેને ઉત્તર મુખી બેઠક આપવી યોગ્ય નથી. ઉત્તર દિશાનો પ્રભાવ સારી વાણી અથવા તો વાક્પટુતા આપી શકે છે તેથી માર્કેટિંગ ટીમ માટે આ દિશા યોગ્ય ગણાય. પણ જો ઉત્તરનો દોષ હોય તો ક્યારેક ન કહેવાની વાત પણ અતિ ઉત્સાહમાં કહી દેવાથી ગેરફાયદો થવાની શક્યતા વધી જાય છે. ઉત્તર દિશા માટેનો રંગ લીલો છે તેવી પણ એક માન્યતા છે પણ કયો લીલો તેની સ્પષ્ટતા નથી અને ક્યાં અને કેટલા પ્રમાણમાં લગાડવો તેની સમજણ ઓછી હોય ત્યારે આ વાત ના ધાર્યા પરિણામો મળતાં નથી.

ભ્રમણા:

મનગમતું કરવાથી વાસ્તુ દોષ નડતાં નથી.

સત્ય:

મનગમતું કરવું જોઈએ. પણ અન્યને તકલીફ પડે તે રીતે નહીં. ગમતું કરવું બધાને ગમે પણ અન્યને ગમતું કરવાથી સારી ઊર્જા મળે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS