Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગ,જ્વાળામુખી ,યજ્ઞ,બળતણિયો સ્વભાવ, ઈર્ષા, જેવી બાબતોમાં સમાનતા શું ? ક્યારેક એવું પણ સાંભળવા મળે છે કે,” તેની વાત સાંભળીને મારા હૃદયમાં આગ લાગી ગઈ.” હૃદયમાં આગ લાગે તેવી અનુભૂતિ તો એસીડીટીથી થાય. તો શું આવા રોગને પણ પેલા શબ્દો સાથે કોઈ સંબંધ ખરો ? વળી એવો વિચાર આવે કે નારીમાં ઈર્ષાભાવ વધારે હોય તો નારીને આગ સાથે સંબંધ ખરો ? તો જવાબ છે હા.

આપણે જયારે વાસ્તુ વિષયના સંદર્ભમાં વિચાર કરીએ તો આ બધી જ બાબતોને એકબીજા સાથે જોડતી એક દિશા છે. સંસ્કૃતમાં તેને આગ્નેય અને ગુજરાતીમાં અગ્નિ દિશા કહેવામાં આવેછે. અગ્નિ તેના મૂળસ્થાનમાં ગરમ નથી હોતો પરંતુ તેની ઝાળ પણ દઝાડે છે. આવું જ આ દિશા માટે પણ ગણાય છે. જો આ દિશાની ઊર્જા સારી હોય તો તે ત્યાં રહેતા માણસને ચુમ્બકીય વ્યક્તિત્વ આપે છે. લોકો તેના પ્રભાવમાં આવતા વ્યક્તિ સફળ બને છે. પણ જો આ દિશાની ઊર્જા બરાબર ન હોય તો આ જ દિશા તણાવ, ચીડચીડિઓ સ્વભાવ, ઈર્ષા જેવી નકારાત્મક બાબતો સાથે વ્યક્તિને જોડી દે છે.

વળી ગર્ભાશયની તકલીફ, પેટની વિવિધ બીમારી, પિત્તજન્ય રોગો પણ તે આપી શકે છે. જો અગ્નિમાં વાયુનું પ્રતીક આવતું હોય તો તે નકારાત્મક વિચારધારા આપી શકે છે. જો આ જગ્યાએ સ્ત્રી રહેતી હોય તો તેનો સ્વભાવ ચંચળ બનતાં મન પર કાબૂમાં ન રહે તેવું પણ બને. આના કારણે બદનામી થવાની શક્યતા પણ વધે.

અગ્નિદિશાનું મહત્વ એ છે કે ત્યાં સવારે ઉર્ધ્વ ગતિનો સૂર્યપ્રકાશ આપે છે તેથી તેની ઊર્જાનો લાભ આ દિશાને મળે છે. તેથી જ અગ્નિની રૂમમાં પૂર્વતરફ મોટી બારી અને દક્ષિણતરફ નાની બારી રાખવાની વાત કરવામાં આવી છે. આજ વાતને અન્ય પરિમાણથી વિચારીએ તો નૈઋત્યમાંથી આવતા પવનો દક્ષિણ તરફની નાની બારીમાંથી આવે અને પૂર્વતરફની મોટી બારીમાંથી બહાર નીકળે તો એક તો નેચરલ એક્સઝોસ્ટ મળે છે અને હવાનું દબાણ ઓછું થવાથી પવન ઠંડા થતાં કુદરતી એર કંડિશનિંગ પણ થાય છે. આવા નિયમોના લીધે માનવ જાતિનું કુદરત સાથેનું સંતુલન પણ સચવાયેલું રહેતું.

આજે જયારે ઘરમાં ઠંડક લાવવા જતાં વાતાવરણની ગરમી વધી રહી છે ત્યારે હોબાળો મચાવવાના બદલે આપણાં જ ભારતીય નિયમોની સાચી સમજ ઉભી કરવી જરૂરી છે. આપણી કરુણતા એ છે કે આપણે ઇન્સ્ટન્ટના યુગમાં જતા રહ્યાં છીએ. તેથી બધાને કલાકોમાં પરિણામ જોઈએ છે. જો એ કામ આટલું સરળ હોત તો પૃથ્વીની રચનામાં લાખો વર્ષ ન લાગ્યાં હોત . આપણે માત્ર માનવનો જ વિચાર કરીએ તો પણ વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું છે, પણ બાળકને ઇન્સ્ટન્ટ જન્મ આપવાની ટેક્નિક શોધી નથી શક્યું. આપણાં શાસ્ત્રોની રચનામાં પણ હજારો વર્ષ લાગ્યાં છે તો તેમાંથી ઇન્સ્ટન્ટ પરિણામો મળશે તેવી બાબતોની અપેક્ષા વધારે પડતી ગણાય. આપણી ઇન્સ્ટન્ટ ની જરૂરિયાતે વાસ્તુમાં વાડકા ચમચી કે રમકડાં જેવા અમાન્ય પર્યાય આપ્યાં છે. જો ખરીદનાર તૈયાર હશે તો હાટ પણ લાગશે જ.

ભ્રમણાઃ

દરવાજો ત્રાંસો કરીને ઈશાન તરફ કરી દેવાથી વાસ્તુ દોષનું નિવારણ થઇ જાય છે.

સત્યઃ

કોઈ પણ દિશામાં જે તે દીવાલમાં દરવાજો ફિટ એવી રીતે કરવો જોઈએ કે જેથી તેની મજબૂતાઈ સચવાઈ રહે. દરવાજો ત્રાંસો કરવાથી તેની દીવાલ સાથેની પકડ ઓછી થઇ જાય છે તેથી તેને તોડવો આસાન થઇ જાય છે. માનો કે રોડ પર આવો દરવાજો હોય તો લોકોને ખોટી દિશામાંથી આવવા પ્રેરણા મળે. જેનાથી અકસ્માત થવાની સંભવાના વધી જાય છે. વળી આવી વાત કોઈ વાસ્તુનિયમોમાં છે ખરી ?


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS