Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

માણસની મૂળભૂત ત્રણ જરૂરિયાત છે, રોટી, કપડાં અને મકાન. રોટી એટલે ખોરાક, જે તેનું શરીર ચલાવવાની શક્તિ આપે છે. કપડાં જે અંગ ઢાંકવાનું કામ કરે છે જેનાથી બાહ્ય પરિબળોથી શરીરને બચાવી શકાય. મકાન વાતાવરણથી રક્ષા આપે છે અને પરિવારને સાથે રહેવાની ભાવના આપે છે. આ તો થઇ શારીરિક જરૂરિયાત. માણસને જીવવા માટે જે ખરેખર જરૂરી છે તે છે જીવવા માટેની ઊર્જા. આ ઊર્જા તેને તન અને મન બંનેથી સુખ આપે છે. જો આ બંને સ્વસ્થ હોય તો માણસ સુખી ગણાય. તન એટલે કે શરીરને સુખી રાખવા માટે વાસ્તુમાં ઘણી સરસ વાતો કરવામાં આવી છે. વિજ્ઞાને હવે શોધી કાઢ્યું છે કે જો મન સ્વસ્થ હશે તો શરીર સ્વસ્થ રહેશે. આ વાત આપણે ત્યાં હજારો વર્ષ પહેલાં કહેવામાં આવી હતી. યોગનું વિજ્ઞાન જ્યાં સુધી આપણા દેશમાં પ્રચલિત હતું ત્યાં સુધી આપણે દવાઓની જરૂર ઓછી પડતી. તે જ રીતે પહેલાં બાંધકામ કરનારને જાતે જ વાસ્તુના નિયમોની જાણકારી રહેતી તેથી દરેક માણસ સુખી રહેતો.નગર રચના પણ વાસ્તુ આધારિત થતી. હવે નગર રચના પશ્ચિમના અનુકરણથી થાય છે . તેથી જ પશ્ચિમ ની સમસ્યાઓ પણ આપણે ત્યાં પ્રચલિત થઇ છે. ભારતીય વાસ્તુમાં આપેલા સ્વસ્થ શરીર માટેના નિયમો પણ સમજીએ.

ઉત્તર અને પૂર્વની વચ્ચે ની દિશા એટલે ઈશાન. ઈશાનને ઈશ એટલે કે ઈશ્વર માટેની દિશા ગણવામાં આવે છે. એક એવી માન્યતા છે કે આપણી અંદર ઈશ્વર હૃદયની અંદર બિરાજમાન છે. તેનું કારણ એવું હોઈ શકે કે હૃદય આપણા શરીરનું સંચાલન કરે છે. હૃદય બંધ થાય તો જીવન સમાપ્ત થઇ જાય. ઈશાન હૃદયની સાથે જોડાયેલી દિશા પણ છે. આ જગ્યાની શુભ ઉર્જા વ્યક્તિને વિશાળ હૃદયનો બનાવે છે. વ્યક્તિમાં જતું કરવાની ભાવના મોટી હોવાથી તેને માનસિક સમસ્યાઓ ઓછી આવે છે અને તેના કારણે તેને શારીરિક સ્વાસ્થ્ય પણ મળે છે. ખાસ કરીને સાત્વિક જીવન જીવવાની ભાવના હોવાથી અને જરુરિયાતો ઓછી રહેવાથી , હૃદય પર દબાણ ઓછું આવે છે અને હૃદયને લગતી તકલીફ ઓછી રહે છે. તેનાથી વિપરીત, જો આ જગ્યા નકારાત્મક હોય તો વ્યક્તિનો સ્વભાવ ધાર્યું કરવા વાળો થઇ જાય છે. જેના લીધે તેને સમસ્યાઓ વધારે રહે છે.માણસમાં એડજસ્ટમેન્ટની ભાવના ઓછી હોય ત્યારે આવતી ઘણી બધી સમસ્યાઓ ઈશાનના વાસ્તુ દોષથી આવી શકે છે. આમાંથી સહુથી પહેલી સમસ્યા એટલે, અહંની સમસ્યા. પોતે જ સાચા હોવાની અને અન્યને તુચ્છ સમજવાની ભાવનાથી વ્યક્તિ આત્મકેન્દ્રિત થવા લાગે છે. આવી વ્યક્તિઓની સ્વીકૃતિ ઓછી રહે છે. જેના લીધે તે માનસિક રીતે અસ્વસ્થ રહે છે. સતત તિરસ્કારની ભાવના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેને અન્ય બીમારીઓ માટેનું ઉદભવ સ્થાન ગણી શકાય. માણસ સામાજિક પ્રાણી છે. તેને જો લાગણી અને પ્રેમ ન મળે તો તે હતાશ થવા લાગે છે. અને અંતે બીમાર પડી જાય છે.

ભ્રમણા:

ઈશાનમાં દેવસ્થાન રખાય. એટલે ઘરના કોઈપણ રૂમના ઈશાનમાં તે મૂકી શકાય.

સત્ય:

ઈશાન દિશાની જે સ્ટાન્ડર્ડ ગણતરી છે તે સમજવી જરૂરી છે. જો દરેક રૂમના ઈશાનને જ ઘરનો ઈશાન ગણવામાં આવતો હોત તો ઘર અને રૂમને એક જ ગણાતા હોત.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS