Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મરનાથયાત્રાનો પ્રારંભ 29 જૂન નારોજ થઇ રહ્યો છે. પ્રતિવર્ષ હિમાલયની પર્વતમાળામાં  બરફમાંથી સ્વયંભૂ પ્રગટ થતાં શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે પણ અમરનાથદાદાના દર્શન માટે લાખો ભક્તોની ભીડ લાગવાની છે. અમરનાથ યાત્રાનાં દર્શન માટે અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અમરનાથ યાત્રીઓની સુવિધા માટે દિવસ રાત કામ ચાલી રહ્યું છે. પરંતુ આ વખતની યાત્રામાં સૌથી મોટો પડકાર યાત્રિકોની સલામતીનો છે. અમરનાથ ગુફા સુધી પહોંચવા માટેનાં માર્ગ પર સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ  વર્ષે તેને વધું ચુસ્ત બનાવવામાં આવી છે ,જો કે વખતની અમરનાથ યાત્રા એનડીએ સરકાર માટે અગ્નિપરીક્ષા સમાન છે.

અમરનાથ યાત્રાને અટકાવવાનાં પ્રયાસો વર્ષોથી થાય છે. પરંતુ યાત્રાળુઓ ‘નહીં ડરેગેં દર્શન કરેગેં’ ના નારા સાથે ઉમટી રહ્યાં છે. ગત વર્ષે 2.20.295 યાત્રાળુઓએ અમરનાથનાં દર્શન કર્યા હતા. આ વર્ષે રજિસ્ટ્રેશન બે લાખની પર પહોંચી ગયું છે. 29મી જૂનથી શરુ થતી  અમરનાથ યાત્રા આગામી 7મી ઓગસ્ટને રક્ષાબંધન સુધી ચાલશે. 2016માં યાત્રા 48 દિવસ ચાલી હતી . આ વર્ષે યાત્રા 9 દિવસ ટૂંકાવીને 39 દિવસની કરવામાં આવી છે. સામાન્યરીતે યાત્રા સમયે બરફ વર્ષા, ભારે વરસાદ , લેંડ સ્લાઇડિંગ જેવી કુદરતી આપત્તિઓ યાત્રિકોને નડતી હોય છે પરંતુ હવે તેમાં માનવસર્જિત આપત્તિઓ ઉમેરાઇ છે. એ છે આતંકીઓનાં હૂમલાની દહેશત. અમરનાથની ગુફા સુધી પહોંચવાનાં માર્ગમાં અવરોધ ઉભો કરવાનાં પ્રયાસો આતંકો દ્વારા કરવામાં આવે છે પરંતુ આર્મીએ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યાં છે.

આ વર્ષે પણ અમરનાથ યાત્રા માટેનાં બને રુટ પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. બાલતાલ વાયા સોનમર્ગના 14 કિલોમીટરના રુટ અને 42 કિલોમીટરના પહેલગાંવ ચંદનવાડીના રુટ પર યાત્રા શરું થવાનાં એક સપ્તાહ પહેલા જ આર્મીએ પોઝિશન લઇ લીધી છે. ગત વર્ષે આર્મીની 189 કંપનીઓ સુરક્ષા માટે ખડે પગે હતી. આ વખતે તેમાં વધારો કરીને 279 કંપની તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા માટે આર્મી ઉપરાંત સીઆરપીએફ,જમ્મુ કાશ્મીર પોલીસ આઇટીબીપી,એસએસબીના જવાનો પણ ખડેપગે રહેશે. જમ્મુથી શ્રીનગર જવાના માર્ગ પર પણ સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને શ્રીનગર જવાનાં માર્ગની વચ્ચે આવતા અનંતનાગમાં સુરક્ષા સઘન બનાવાઈ છે. ભૂતકાળમાં આ જગ્યા પર આતંકીઓએ યાત્રિકો પર પથ્થરમારાની ઘટના અનેકવાર બની છે.

જમ્મુ- કાશ્મીરમાં પ્રવર્તી રહેલી વર્તમાન પરિસ્થિતિ અગાઉનાં વર્ષોની સરખામણીમાં સ્ફોટક છે. દર વર્ષે યાત્રા સમયે આતંકીઓના હુમલાની દહેશત હોય છે અને તેને પહોંચી વળવા આર્મી અડિખમ હોય છે. ભૂતકાળમાં યાત્રાને અવરોધવાની અપવાદરુપ ઘટનાને બાદ કરતા યાત્રાને ઉની આંચ આવી નથી. પરંતુ આ વર્ષે સ્થિતિ જુદી છે. આ વખતે આતંકીઓની સાથે સ્થાનિક લોકો પણ ભળ્યા છે. આજે સુરક્ષાકર્મીઓ આતંકીઓની સાથે સ્થાનિક ભાંગફોડિયા તત્વો સામે લડી રહ્યાં છે. પથ્થરમારો કરીને આતંકીઓને બચાવવાનું કામ કરતાં સ્થાનિક લોકો સામે આર્મી લડી રહી છે. સ્થાનિક લોકોનો સાથ મળવાને પગલે આતંકીઓની હિંમત વધી ગઇ છે. આર્મી કડક હાથે કામ લઇ રહી છે, તેમછતાં અશાંતિની  એકાદ ધટના રોજ બને છે. તાજેતરની ધટના પર નજર કરીએ તો ફરજ બજાવતા ડીજીપીને જે રીતે મોતને ધાટ ઉતારવામાં આવ્યા તે સ્થાનિક લોકોમાં આતંકીઓની વધતી જતી ધાકને દર્શાવે છે. સમગ્ર કાશ્મીરમાં નહીં ,માત્ર બે કે ત્રણ જિલ્લામા જ અશાંતિ છે. પરંતુ આ જિલ્લાઓ અમનાથયાત્રાનાં રુટ પર જ આવેલા છે. એટલું જ નહીં અમરનાથયાત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર શ્રીનગરની હાલની સ્થિતિ વિસ્ફોટક છે.

અમરનાથયાત્રા હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આસ્થા પર નાં હુમલાને ક્યારેય કોઇ સાંખી ન શકે. જમ્મુ કાશ્મીરની વર્તમાન સરકારના ભરોસે યાત્રાળુઓને ન મુકી શકાય. કેન્દ્રની ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે જ યાત્રાળુઓની સલામતીની ખાતરી આપવી પડે અને તે માટે જે કંઇ પગલા લેવા પડે તે લેવા પડશે. એટલે જ આ વખતની અમરનાથયાત્રા એનડીએ માટે અગ્નિપરીક્ષા બની રહેશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS