Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page
કેપ્ટન કોહલીનું બેટિંગ ફોર્મ હાલ નબળું ચાલી રહ્યું છે… તો શું થઈ ગયું, ઈંગ્લેન્ડમાં આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ટ્રોફી પોતાની પાસે જાળવી રાખવા ટીમ ઈન્ડિયા ફેવરિટ છે…

આવતી 1 જૂનથી 18 જૂન સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 8-ટીમના ક્રિકેટરો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાખરીનો જંગ ખેલશે. ભારત વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ આ જંગમાં ઉતરવાનું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધાની શરૂઆત થઈ ત્યારથી દરેક સ્પર્ધામાં ભારત રમ્યું છે. ભારતે બે વાર આ ટ્રોફી જીતી છે. 2002માં અને 2013માં. 2002માં શ્રીલંકામાં આયોજિત સ્પર્ધામાં ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ફાઈનલમાં વરસાદને કારણે પરિણામ આવી શક્યું નહોતું. બે દિવસ ચાન્સ લેવામાં આવ્યો હતો, પણ બંને દિવસે શ્રીલંકાનો દાવ પૂરો થયા બાદ ભારતના દાવ વખતે જ વરસાદ પડ્યો હતો અને મેચ ધોવાઈ ગઈ હતી. એ વખતે ભારતીય ટીમનો કેપ્ટન સૌરવ ગાંગુલી હતો.

2013માં ઈંગ્લેન્ડમાં રમાયેલી સ્પર્ધાની ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને પાંચ-રનથી હાર આપી હતી. એ વખતે ભારતનો કેપ્ટન હતો મહેન્દ્ર સિંહ ધોની.

આ વખતે 15-સભ્યોની ટીમની પસંદગી કરતી વખતે સિલેક્ટરોએ એક્સ્ટ્રા બેટ્સમેનને સામેલ કરવાનું ખાસ ધ્યાનમાં રાખ્યું છે. એટલે ત્રીજા સ્પિનરને ટીમમાં સ્થાન મેળવવાનો ચાન્સ મળ્યો નથી. રોહિત શર્મા અને શિખર ધવન દાવનો પ્રારંભ કરશે એટલે ત્રીજા ઓપનર અજિંક્ય રહાણે અને મનીષ પાંડેને કદાચ બેન્ચ પર બેસવું પડશે.

સ્પિન બોલિંગ વિભાગ અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સંભાળશે. 2013ની સ્પર્ધામાં ભારતના વિજયમાં આ બંને બોલરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં કુલદીપ યાદવને સ્ટેન્ડ-બાય તરીકે રાખવામાં આવ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધાની તમામ મેચોની લગભગ બધી ટિકિટો વેચાઈ ગઈ છે. 4 જૂને એજબેસ્ટનમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનાં તો કાળાંબજાર બોલાય છે.

1983માં ભારતને વર્લ્ડ કપ અપાવનાર ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે ભારતીય ટીમમાં આ વખતે પણ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની અને એને ટકાવી રાખવાની ક્ષમતા છે. કપિલે એક ચોખવટ કરી છે કે કેપ્ટન વિરાટ કોહલી ભલે કંગાળ બેટિંગ ફોર્મનો શિકાર બન્યો છે, પણ ભારતીય ટીમ સંપૂર્ણપણે કોહલી પર નિર્ભર નથી.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે તો ભવિષ્ય ભાંખી પણ દીધું છે – ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ભારત ટકરાશે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં ઈનામી રકમ વધારી દીધી છે. ગયા વખતની સ્પર્ધા કરતાં આ વખતે તેણે પાંચ લાખ ડોલરની રકમ વધારી દીધી છે. આ વખતે કુલ ઈનામી રકમ 45 લાખ ડોલર છે.

વિજેતા ટીમને 22 લાખ ડોલર એટલે કે 14 કરોડ 11 લાખ રૂપિયા મળશે જ્યારે રનર્સ-અપ ટીમને મળશે 11 લાખ ડોલર એટલે કે રૂપિયા 7 કરોડ પાંચ લાખ.

બંને સેમી ફાઈનલિસ્ટ ટીમને 4.5-4.5 લાખ ડોલર મળશે.

ચેમ્પિયન્સ ટ્રોફી-2017 સ્પર્ધાનો કાર્યક્રમ…

 

         ભૂતકાળની ચેમ્પિયન્સ ટ્રોફીઓમાં ભારતીય ખેલાડીઓના દેખાવ પર એક નજરઃ

– રાહુલ દ્રવિડ સૌથી વધારે – 19 મેચ રમ્યો છે.

સૌરવ ગાંગુલી

– ભારત વતી સૌથી વધારે રન સૌરવ ગાંગુલીએ કર્યા છે – 665.

– વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોર 141 રનનો છે – સૌરવ ગાંગુલી (2000માં દક્ષિણ આફ્રિકા સામે) અને સચીન તેંડુલકર (1998માં ઓસ્ટ્રેલિયા સામે)

– સ્પર્ધામાં સૌથી વધારે સદી કરનાર છે સૌરવ ગાંગુલી (3).

– સ્પર્ધામાં સૌથી વધારે અડધી સદી કરનાર બે ભારતીય છે – સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ (બંને 6-6 હાફ સેન્ચૂરી)

– સ્પર્ધામાં હાઈએસ્ટ સરેરાશ ધરાવનાર છે શિખર ધવન (90.75).

– 2013ની સ્પર્ધામાં શિખર ધવનના 363 રન આ ટુર્નામેન્ટની એક આવૃત્તિમાં કોઈ ભારતીય બેટ્સમેનનો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે

– સ્પર્ધામાં સૌથી વધારે સિક્સર ફટકારનાર છે સૌરવ ગાંગુલી (17).

– સ્પર્ધાની એક જ મેચમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર છે સૌરવ ગાંગુલી (6) – 2000માં દક્ષિણ આફ્રિકા સામે.

– સ્પર્ધામાં ભારતની સૌથી મોટી ભાગીદારી રહી 192 રનની – સૌરવ ગાંગુલી-વિરેન્દર સેહવાગ વચ્ચે (2002માં ઈંગ્લેન્ડ સામે)

ઝહીર ખાન

– ભારત વતી સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે ઝહીર ખાન (15).

– સ્પર્ધાની કોઈ એક આવૃત્તિમાં સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય બોલર છે રવિન્દ્ર જાડેજા (12 વિકેટ, 2013માં)

– સ્પર્ધાની મેચમાં પાંચ વિકેટનો દેખાવ કરનાર એકમાત્ર ભારતીય બોલર છે રવિન્દ્ર જાડેજા (36 રનમાં પાંચ, 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે)

– સ્પર્ધામાં સૌથી વધુ શિકાર ઝડપનાર વિકેટકીપર છે મહેન્દ્ર સિંહ ધોની (15).

– સ્પર્ધામાં સૌથી વધારે કેચ પકડનાર ભારતીય છે સૌરવ ગાંગુલી (12).

ચેમ્પિયન્સ ટ્રોફીના વિક્રમસર્જક બેટ્સમેનો-બોલરો…

 

ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, મનીષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ઈંગ્લેન્ડઃ ઓઈન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેરસ્ટો, જેક બોલ, સેમ બિલિંગ્સ, જોસ બટલર (વિકેટકીપર), એલેક્સ હેલ્સ, લિઆમ પ્લન્કીટ, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.

ઓસ્ટ્રેલિયાઃ સ્ટીવ સ્મીથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, આરોન ફ્લિન્ચ, જોન હેસ્ટિંગ્સ, જોશ હેઝલવુડ, ટ્રાવિક હેડ, મોઈઝીસ હેન્રીક્સ, ક્રિસ લીન, ગ્લેન મેક્સવેલ, જેમ્સ પેટીન્સન, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), એડમ ઝમ્પા.

ન્યુ ઝીલેન્ડઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), કોરી એન્ડરસન, ટ્રેન્ટ બોલ્ટ, નીલ બૂમ, કોલીન ડી ગ્રેન્ડહોમ, માર્ટિન ગપ્ટીલ, ટોમ લેધમ, મિચેલ મેકક્લેનેગન, એડમ મિલ્ને, જિમી નીશામ, જિતન પટેલ, લ્યૂક રોન્ચી, મિચેલ સેન્ટનર, ટીમ સાઉધી, રોસ ટેલર.

પાકિસ્તાનઃ સરફરાઝ એહમદ (કેપ્ટન), એહમદ શેહઝાદ, અઝહર અલી, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમન, હસન અલી, ઈમાદ વસીમ, જુનૈદ ખાન, મોહમ્મદ અમીર, મોહમ્મદ હફીઝ, શાદાબ ખાન, શોએબ મલિક, ઉમર અકમલ, વહાબ રિયાઝ.

દક્ષિણ આફ્રિકાઃ એબી ડી વિલિયર્સ (કેપ્ટન), હાશીમ અમલા, ફરહાન બેહર્ડીન, જે.પી. ડુમિની, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ફાફ ડુ પ્લેસી, કેશન મહારાજ, ડેવિડ મિલર, મોર્ની મોર્કલ, ક્રિસ મોરિસ, વેઈન પાર્નેલ, એન્ડીલ ફેલુવેયો, ડ્વેઈન પ્રીટોરિસ, કેગીસો રબાડા, ઈમરાન તાહીર.

શ્રીલંકાઃ એન્જેલો મેથ્યૂસ (કેપ્ટન), દિનેશ ચાંદીમલ, નિરોશન ડિકવેલા, એસેલા ગુણરત્ને, ચમારા કાપુગેડેરા, નુવન કુલસેકરા, સુરંગા લકમલ, લસીથ મલિંગા, કુસલ મેન્ડિસ, નુવન પ્રદીપ, સીકુગે પ્રસન્ના, કુસલ પરેરા, થિસારા પરેરા, લક્ષન સાંદાકન, ઉપુલ થારંગા.

બાંગ્લાદેશઃ મુશરીફ મુર્તઝા (કેપ્ટન), ઈમરુલ કેઈસ, મેહમદુલ્લા, મેહદી હસન મિરાજ, મોઝદેક હુસેન, મુસ્ફીકુર રહીમ (વિકેટકીપર), મુસ્તાફીઝુર રેહમાન, રુબેલ હુસેન, સંજામુલ ઈસ્લામ, શબીર રેહમાન, સૈફુલ ઈસ્લામ, શકીબ અલ હસન, સૌમ્યા સરકાર, તમીમ ઈકબાલ, તાકસીન એહમદ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS