Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જીએસટી હવે અમલી બની ચૂક્યો છે. 1947ની આઝાદી પછી દેશમાં સૌથી મોટું અને ઐતિહાસિક કહી શકાય તેવું ટેક્સ રીફોર્મ્સ થયું છે. ટેક્સ માળખું નહી, પણ ‘વન નેશન વન ટેક્સ’ લાગુ થયો છે.

અખબારોએ પ્રથમ પાને જીએસટીના સમાચાર ચમકાવ્યાં છે, પણ તેના મથાળાં જોઈએ તો આર્થિક ક્રાન્તિ, કર ક્રાન્તિ, અડધી રાત્રે આર્થિક ક્રાંતિનો ઉદય, મધ્યરાત્રિએ ન્યૂ ઈન્ડિયાનો સૂર્યોદય, India awakes to one market, Ready or not, Here Comes GST  લખીને પડઘો પાડ્યો છે કે કંઇક મોટી ઘટના છે આ જીએસટી.

ખરેખર જોવા જઈએ તો અગાઉની સરકાર દ્વારા જ જીએસટીનો પાયો નંખાયો હતો, આ કોઈ એક સરકારની દેન નથી. તેની પાછળ ઘણો પરિશ્રમ થયો છે. હા… એક વાત ચોક્કસ છે કે મોદી સરકારે અથાગ પ્રયત્નો કર્યા છે, જીએસટીને અમલી બનાવવા માટે જેટલીની ટીમે ખૂબ મહેનત કરી છે અને રાજ્ય સરકારોનો સહકાર મળ્યો છે. આ બધું કર્યા પછી પણ જીએસટીનો કન્સેપ્ટ લાવનારી કોંગ્રેસ જીએસટી લોન્ચિગના પ્રસંગે તે ઐતિહાસિક ક્ષણની સાક્ષી ન બની શક્યું. ખૂબ જ દુઃખની વાત છે.

ખરું કહું તો 18 વર્ષથી જીએસટી અટવાયું હતું રાજકારણના આટાપાટામાં… કોઈને પડી જ નહોતી કે જીએસટી લાગુ થાય. પણ મોદી સરકારની ઈચ્છાશક્તિ અને દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકાર રચાઈ, એટલે જીએસટી લાગુ થઈ શક્યું છે. બાકી તો રાજકારણીઓ માત્રને માત્ર વોટ બેકની રાજનીતિ કરી રહ્યાં છે. વિરોધાભાસી નિવેદનો આપવા, કોઈ સારું કામ થાય કે દેશની પ્રગતિ થાય કે વિકાસ થાય તેમાં પણ રોડા નાંખવાના… આજના રાજકારણીઓના આ જ કામ રહ્યાં છે.

મોદી સરકાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર છે. રાજ્યસભામાં બહુમતીની બિલકુલ નજીક છે. હવે વિરોધ પક્ષો પાસે કોઈ કામ રહ્યું નથી, સરકારની કામગીરીની ટીકા કરવી… વગર વિચારે બોલવું, પણ પ્રજા સમજી ગઈ છે. જીએસટીના લોન્ચિગની ઐતિહાસિક ક્ષણ કોંગ્રેસ અને અને અન્ય વિપક્ષો ચૂકી ગયા છે. પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને સંસદના સેન્ટ્રલ હોલમાં જે સન્માન મળ્યું તે સન્માન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મળ્યું હોત. કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે. ઠીક છે આ બધી વાતો પણ હવે જીએસટી હકીકત બની ગયું છે, અમલમાં આવી ગયું છે, સ્વીકારવું જ રહ્યું, વિરોધ ન કરવો જોઈએ. હમેશાં નવા સુધારા પહેલાં આકરા લાગે છે, પણ તેના ફળ મીઠાં હોય છે.

ટેક્સના સરળીકરણમાં જીએસટી બહુ મોટું પગલું છે. વેપારીઓને અત્યારે નહીં પણ સમય ગયે ખબર પડશે. ઈમાનદાર વેપારીઓ માટે કોઈ પ્રોબ્લેમ જ નથી. જેને ટેક્સ ચોરી કરવી છે, તેઓનો વિરોધ છે. હા… ટેક્સટાઈલ ઉદ્યોગ, ફર્નિચર અને હાર્ડવેર પર જીએસટીનો રેટ ઊંચો છે, તે અંગે સરકારે ફેરવિચારણા કરવી જોઈએ. જીએસટીના દર નક્કી કરતી વખતે કેટલી બધી ચીજવસ્તુઓના દર સર્વસંમતિથી નક્કી થયાં છે, કોઈ જગ્યાએ વિરોધ નથી, તેમ નાણાંપ્રધાને ટેક્સટાઈલ ઉદ્યોગને પણ રાહત કરી આપવી જોઈએ. હાલ ટેક્સટાઈલ ઉદ્યોગની હાલત સારી નથી. એક વાત છે કે ટેક્સ રેટ જેટલો ઓછો હોય તો વેપારી 100 ટકા ટેક્સ ભરવા પ્રેરાશે. ટેક્સ રેટ ઊંચા હશે તો ટેક્સ ચોરી થવાની છે, આ વાતને ધ્યાને રાખીને સરકારે ફેરવિચારણા કરીને સર્વસંમતિથી ટેક્સ રેટનું વધુ સરળીકરણ કરવું જોઈએ.

સપ્ટેમ્બર 2016માં જીએસટી કાઉન્સીૃિલની રચના થઈ, ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 27,000થી વધારે માનવ કલાકો સુધી બેઠકોનો દોર ચાલ્યો છે. જીએસટી કાઉન્સિલની 18 બેઠકો મળી છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નાણાંપ્રધાનો અને અધિકારીઓ બેઠકમાં હાજર રહેતાં હતાં. તેમના દ્વારા જ જીએસટી દરથી માંડીને જીએસટીને અમલી બનાવવાની પુરી પ્રોસેસ નક્કી કરાઈ છે.

જીએસટીને હકીકત બનાવવા પાછળ એકલા પ્રધાનોનો ફાળો છે, એવું નથી. પણ વરિષ્ઠ અધિકારીઓનો હાથ પણ છે. તેની પાછળ કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓની મેરેથોન બેઠકનો પણ મહત્વનો રોલ રહ્યો છે. 10 મહિનામાં 220થી વધારે બેઠકો મળી છે. આ બેઠકમાં જીએસટીના ચાર સ્લેબ અને સર્વિસ ટેક્સ નક્કી કેવી રીતે કરવો, તે ફાઈનલ થયું છે. કઈ પ્રોડક્ટને જીએસટીના કયા સ્લેબમાં લઈ જવી, કોને બહાર રાખવી. તે બાબતો આ બેઠકમાં નક્કી થયું છે. જીએસટીનો ડ્રાફ્ટ પણ આ બેઠકમાં તૈયાર થયો છે.

જીએસટીનો ડ્રાફટ તૈયાર કરવાથી માંડીને તેના અમલ સુધી સૌથી વધુ વિચાર માગી લે તેવી બાબત હતી. જીએસટી પહેલી જુલાઈથી અમલી બન્યાં પછી કેવી રીતે કામ કરશે, વેપારીઓને કોઈ મુશ્કેલી પડશે ખરી, તેના માટે અંદાજે 70,000 અધિકારીઓને જીએસટીની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેના દરેક પાસાંની જાણકારી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે જીએસટીથી ગરીબો અને મધ્યમવર્ગના માનવીને સૌથી વધુ લાભ થશે. તેમ જ વિવિધ કરના નામો વચ્ચે વેપારીને મુશ્કેલીઓ પડતી હતી, તેમાં તેના રાહત થશે. પણ સવાલ એ ઉભો થાય છે કે જીએસટી આવ્યા પછી ઈન્સપેક્ટર રાજ ખતમ થશે ખરું…? તેનો જવાબ હજી કોઈને મળ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશતાં ટોલ નાકાઓ પર વાહનોની લાંબી લાઈનો લાગતી હતી. જેને કારણે 1,40,000 કરોડ રૂપિયાનું નુકશાન થતું હતું. પણ હવે જીએસટીને કારણે આ ટોલ નાકા ખતમ થઈ જશે અને લોકોના પૈસા બચશે. આખા દેશમાં કોઈપણ વસ્તુના એકસમાન ભાવ થઈ ગયા છે. ગ્રાહકો છેતરાશે નહી. બીજી તરફ જીએસટી એકદમ ડિજિટલી એટલે કે ઑનલાઈન- પારદર્શી હશે. વેપારીએ બિલ ઈસ્યુ કરવા ફરજિયાત રહેશે. કાચા બિલ બનાવવાની પ્રથા ઈતિહાસ બની જશે. તમામ સ્તર પર ખરીદ-વેચાણ પર પાકા બિલ ફરજિયાત થશે. જીએસટીથી ટેક્સ ચોરી રોકાશે, કારણ કે તમામ પ્રોસેસ ઑનલાઈન છે.

જીએસટી આવ્યાં પછી વિવિધ ટેક્સમાંથી મુક્તિ મળી છે. જીએસટી લાગુ થવાથી 17 ટેક્સ અને 26 સેસ નાબૂદ થયા છે. જેથી હવે આ ગુડ અને સિમ્પલ ટેક્સ બની ગયો છે. વેપારીઓને સરળતા, સરકારને સરળતા અને જીએસટી સંપુર્ણ પારદર્શી છે. માટે કોઈને ઉજાગરા રહ્યા નથી.

 

સોશિયલ મીડિયામાં જીએસટીની ખૂબ ચર્ચા

(1)  GST-2017

G+S+T+2+0+1+7

7+19+20+2+0+1+7= 56 ઈંચ

ફિર સે 56, હમ ભી કયા કરે, બંદે મે દમ તો હૈ…

(2) 1 જુલાઈ પછી ઓફિસમાંથી સાંજે છૂટતી વખતે 4 કે તેથી વધારે જણ સાથે જશે તો GST લાગશે…

😝😝

(3) GST ~ 2 दिन बाकी है…! ऐसा लग रहा है घर मे शादी है और कुछ भी तैयारी नही है…

😝😝

(4) Husband: aaj kyu shaak banavyu che?

Wife: GST.

Husband : 🤔🤔🤔🤔🤔

Wife: Garmagaram Sev Tameta nu…

😳😳🤣🤣🤣

આ GST એ તો ઉપાડો લીધો છે…

(5) Breaking:- जिन Whatsapp groups का daily turnover 20 messages से अधिक है वे सभी 1 जुलाई से GST के दायरे में मानें जायेंगे।

😁😁

(6) કુંવારા હોવ ત્યારે

તમારી કમાણીમાંથી  તમે

માબાપ  ,

ભાઈબહેન  ,

ભાણેજ, ભત્રીજાને

દોસ્તારને

પૈસા  આપતા હોવ ને

લગન થાય પછી બધા રૂપિયા

ફકત ઘરવાળીને આપવા પડે

બસ આનું નામ   જ

”  G   S   T   “

ઘરવાળીનો સર્વિસ ટેક્સ

(7) यदि GST कांग्रेस के शासन काल में लागू होता तो इसका नाम RGST होता

‘राजीव गांधी सर्विस टैक्स’

😝😝

(8) કાલે સવારે 🌇બધાંને  નાસ્તા☕ માં GST  મળશે..

G-ગાંઠીયા .🍟..

S – સંભારો. 🥒..

T – તીખા મરચાં. ..🌶🌶

😂😂😂

(9) GST के भय से देवराज इंद्र भी confuse थे कि बारिश एक जुलाई से पहले करनी है या बाद में…. finally उन्होंने भी stock clearance का ही फैसला किया। Enjoy the rain. 😄😄🌨🌨🌧🌧💦💦💧💧☔☔☔

(10) એક GST

અને…

બીજા શંકરસિંહ વાઘેલા

આ બેનું નક્કી થઇ જાય એટલે જાન છૂટે…

થાક્યાં હવે તો…

(11) G – GAMDE

S –  SET

T –  THAIJAO🏃🏻‍♀🏃🏼

😂😂

(12) There will be 0% GST on your smile, so keep smiling always.😊

(13) 1000 लड़कियां सदमे से मर गई और 500 कौमा में चली गई क्युंकि किसी बेवकूफ ने अफवाह फैला दी थी कि GST मतलब Girls Selfie Tax.😁😁😜

(13)

બહૂ બધા પૂછતા હતા ને કે વરસાદ વહેલો આવશે કે GST?

લો બેય સાથે આવ્યા.

નાહી લ્યો હવે. 😃

(14)

“હેલ્લો, ફર્નિચર માર્ટ.. અમારે બારીઓ જોઈએ છે. “

“મળી જશે શેઠ. બોલો, કેટલી જોઈએ છે ??”

“50-100 જેટલી હોય તેટલી. પણ તાત્કાલિક જોઈએ છે.”

“મળી જશે, શેઠ. સાંજ સુધી પહોંચી જશે.”

“બોલો, કઈ બારીઓ જોઈએ છે..?”

“છટકબારીઓ જોઈએ છે. જીએસટી માટે જોઈએ છે.”
😜😂🤣🤣


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS