Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શુક્ર ગ્રહ તારીખ ૩૧ મે ૨૦૧૭ ના દિવસે ૦૮:૫૩ કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર મેષ રાશિમાં ૨૯ જુન ૨૦૧૭, ૧૯:૩૧ સુધી રહેશે. શુક્રનો મેષ રાશિમાં પ્રવેશ બારેય રાશિઓના જીવન વ્યવહાર પર શું પરિવર્તન લાવશે તે આપણે આજે જોઈશું. શુક્ર ગ્રહ સ્વયં લક્ષ્મી છે, શુક્ર જાતકને ધન અને વૈભવ બક્ષે છે. શુક્ર અનુકુળ થતાં જાતકના જીવનમાં મોજશોખ અને આનંદપ્રમોદ વધે છે. શુક્રનું રાશિ પરિવર્તન, કઈ રાશિઓને લાભ આપશે તેનો ફલાદેશ:

મેષ: મેષ રાશિના જાતકોને બુધ, શનિ અને રાહુ નવંપંચમ હોઈ, વીતેલો સમય આર્થિક દ્રષ્ટિએ પડકારજનક હોઈ શકે. શુક્રનો મેષ રાશિમાં પ્રવેશ તેમને લાભ આપનારો સાબિત થશે. નાણાકીય સમસ્યાનો અંત આવી શકે.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને મોજશોખ આનંદમાં વધારો થશે. ખર્ચ વધશે પરંતુ આર્થિક બાબતોમાં સરળતા જણાશે. પ્રેમ પ્રસંગમાં સફળતા મળી શકે.

મિથુન: મિથુન રાશિના જાતકોને આર્થિક આવકમાં અણધાર્યો લાભ થઇ શકે. વ્યવસાયમાં પ્રગતિ થાય. મિત્રો અને સામાજિક સંપર્કો લાભ આપે.

કર્ક: કર્ક રાશિના જાતકોને શુક્રનું રાશિ પરિવર્તન મધ્યમ ફળદાયી કહી શકાય. નોકરી અને વ્યવસાયમાં નવી તકો મળી શકે. પોતાની મહેનતથી તમે અન્ય લોકો પર પ્રભાવ પાડી શકશો.

સિંહ: સિંહ રાશિના જાતકોએ લાંબા પ્રવાસ ટાળવા જોઈએ. પ્રવાસ દરમ્યાન અગવડતા કે મુશ્કેલી જણાય. પોતાના ઇષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ.

કન્યા: કન્યા રાશિના જાતકોને આર્થિક આયોજન કરવું જરૂરી જણાશે. તમારી પાસે રહેલાં નાણાંનું યોગ્ય આયોજન કરશો અને ખર્ચથી દૂર રહેશો.

તુલા: તુલા રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને સંપતિ બંનેનો લાભ થઇ શકે. જીવનસાથી કે વ્યવસાયમાં ભાગીદારથી લાભ થાય.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને આ સમય દરમ્યાન ખર્ચ વધી શકે. જીવનસાથીની તબિયત નરમ રહે તેવું બની શકે.

ધન: ધન રાશિના જાતકોને શેર-સટ્ટાકીય બાબતોમાં વધુ રુચિ જાગે તેવું બને, પરંતુ ગણતરીપૂર્વકનું આર્થિક રોકાણ જ લાભ આપશે.

મકર: મકર રાશિના જાતકોને વાહન અને મકાનનો યોગ છે, મકાનમાં પરિવર્તન લાવી શકો. નવું વાહન ખરીદી થાય.

કુંભ: કુંભ રાશિના જાતકોને ધાર્મિક આસ્થા ફળે, પિતા પક્ષે લાભ થાય. વ્યવસાયમાં ભાગ્ય અને તકનો સુમેળ થતો જણાય.

મીન: મીન રાશિના જાતકોને કૌટુંબિક ખર્ચ આવી શકે. આર્થિક આયોજન કરવું જરૂરી જણાય. નજીકના સંબંધીને મદદરૂપ થઇ શકો.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS