Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગામી તારીખ ૨૧ જુન ૨૦૧૭ સવારે ૦૪:૪૧ (નિરયન), શનિદેવનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થશે. શનિ વૃશ્ચિક રાશિમાં ૨૬ ઓક્ટોબર ૨૦૧૭, ૧૫:૨૪ સુધી રહેશે. વૃશ્ચિક રાશિમાં શનિની વક્ર ગતિ તારીખ ૨૫ ઓગષ્ટ ૨૦૧૭ સુધી રહેશે, ત્યારબાદ એ માર્ગી થઇ ૨૬ ઓક્ટોબર ૨૦૧૭એ ધન રાશિમાં પ્રવેશ કરશે. શનિ વૃશ્ચિક રાશિમાં ૨૭ અંશ અને ૦૪ કળા સુધી જ વક્રી થશે. વૃશ્ચિક રાશિના મધ્યબિંદુથી પણ આ ગ્રહ દૂર જ રહે છે, માટે વૃશ્ચિક રાશિમાં આ પરિભ્રમણ વૃશ્ચિક સાથે અન્ય રાશિઓને અંશાત્મક અસરો આપી શકે તેવું જણાય છે. શનિએ નિયંત્રણ અને કર્મફળ દાતા ગ્રહ છે, શનિનું આ પરિભ્રમણ રાહુ અને મંગળની જ્યાં હાજરી કે દ્રષ્ટિ છે તેવી રાશિઓને ચેતવણીરૂપ તો છે જ.

શનિગ્રહનું વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ વક્ર ગતિએ થશે, વૃશ્ચિક રાશિ મંગળ ગ્રહ શાસિત હોઈ, વૃશ્ચિક રાશિના જાતકોને આ પરિભ્રમણ તકલીફ આપે તે સહજ છે. વૃશ્ચિક રાશિના જાતકોને નવા કાર્યોમાં નિરાશા મળી શકે, નવા કાર્યનો પ્રારંભ વિલંબમાં આવી શકે.

શનિના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ સાથે, તુલા રાશિ અને ધન રાશિના જાતકોને શનિનું આ પરિભ્રમણ તકલીફદાયી નીવડી શકે. શનિગ્રહના વૃશ્ચિક પ્રવેશ સાથે શનિ સિંહ અને મેષ રાશિથી અનુક્રમે ચોથે અને આઠમે હોઈ, આ રાશિના જાતકોને કાર્યમાં વિઘ્નનો સામનો કરવો પડી શકે (નાની પનોતી). મેષ રાશિના જાતકોને શનિનું પરિભ્રમણ આઠમે થવાથી ટૂંક સમય માટે આર્થિક બાબતોમાં સ્થગિતતા તથા સ્વાસ્થ્ય વિષે ચિંતા રહી શકે.

શનિનો વૃશ્ચિક પ્રવેશ થતાંની સાથે તે મકર રાશિથી લાભ ભાવે આવશે તો કન્યા રાશિથી ત્રીજે આવશે, આ બંને રાશિઓના જાતકોને આ રાશિ પરિવર્તન પહેલાં તકલીફ અને બાદમાં નાનામોટા લાભ આપે તેની ભરપુર શક્યતાઓ છે.

બારેય રાશિઓ પર શનિના વૃશ્ચિકમાં વક્રીભ્રમણ સહિત રાહુ, મંગળ, ગુરુ અને કેતુ ગ્રહોની ટૂંકા ગાળાની સ્થિતિ અને ગતિને ધ્યાનમાં લેતાં ફળકથન નીચે મુજબ છે:

મેષ:  મેષ રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં સાચવીને આગળ વધવું પડે. મોટી ઉમરની વ્યક્તિઓને સ્વાસ્થ્ય બાબતે ચિંતા વધી શકે. રાહુ પંચમસ્થ છે, પંચમ સ્થાન પર શનિની દ્રષ્ટિ હોઈ, સંતાનપક્ષે વધુ ધ્યાન આપવાથી લાભ થાય.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને વ્યવસાયમાં વધુ ધ્યાન આપવું જરૂરી છે. જીવનસાથીની તબિયત નરમ હોઈ શકે કે ઘરના સભ્યોના સ્વાસ્થ્યનો પ્રશ્ન આવી શકે. મકાન કે વાહનની ખરીદીમાં ધીરજ રાખવી પડે. વિદેશ કે નવી વ્યક્તિ સાથે વ્યાપારમાં વધુ સતર્ક રહેવું જોઈએ.

મિથુન: મિથુન રાશિના જાતકોને વ્યવસાયમાં ભાગીદાર સાથે મનમેળ વધારવો જોઈએ. કોર્ટ કચેરી કે શત્રુ પક્ષ સાથે વિવાદમાં તમને જીત મળી શકે. ભાઈબહેનને મદદરૂપ થવું જોઈએ. નોકરીમાં લાભ થઇ શકે.

કર્ક: કર્ક રાશિના જાતકોને શનિ પંચમ ભાવે ભ્રમણ કરશે, દસમી દ્રષ્ટિ ધન ભાવ પર રહેશે, આર્થિક બાબતોમાં તકલીફ ના પડે તે માટે આગોતરું આયોજન કરવું પડશે. શેર કે સટ્ટાકીય બાબતોમાં નુકસાન ના થાય તે માટે ખૂબ સતર્ક રહેવું.

સિંહ: સિંહ રાશિના જાતકોને નાની પનોતી થકી, ટૂંકા સમય માટે માનસિક વ્યગ્રતા રહી શકે. તમે કાર્યને પાર પાડવામાં મુશ્કેલી અનુભવો તેવું બને. નવું વાહન કે મકાનની ખરીદી હાલ પુરતી ટાળવી સલાહભર્યું રહેશે.

કન્યા: કન્યા રાશિના જાતકોને શનિ પરાક્રમ ભાવે આવશે. શનિનું આ પરિભ્રમણ તમને વ્યવસાયમાં પ્રગતિ આપી શકે. તમે નવા કાર્યનો પ્રારંભ કરી શકો. લે-વેચમાં લાભ થઇ શકે. વિદેશ સાથે વ્યાપારમાં લાભ થઇ શકે.

તુલા: તુલા રાશિના જાતકોને નાણાકીય બાબતોમાં સ્થગિતતા જણાય, તમારે આ સમય દરમ્યાન નાણાકીય લેવડદેવડના વ્યવહારમાં વધુ ત્વરા રાખવી પડે. સામાજિક કે કૌટુંબિક બાબતોમાં ખર્ચ આવી શકે. આત્મવિશ્વાસ વધારવો જરૂરી જણાય છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિમાં શનિનો પ્રવેશ થશે, આ રાશિના જાતકોએ વાણી અને વર્તનથી શુભ અને સત્ય આચરણ કરવું જોઈએ. નાની ભૂલ મોટું સ્વરૂપ ના લઈ લે તેનું ધ્યાન રાખશો. વ્યવસાયમાં કે નોકરીના સ્થળે વધુ સમય આપવો પડે, કાર્યોમાં ચોકસાઈ રાખવી. માનસિક વ્યગ્રતા રહે.

ધન: ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન લાંબા પ્રવાસ ટાળવા જોઈએ, મુસાફરી દરમ્યાન શારીરિક તકલીફ થઇ શકે. વાહન કે મકાનના વેચાણમાં જોઈએ તેવો લાભ ના મળે. નોકરીમાં સફળતા માટે વધુ પ્રયત્ન કરવા પડે. વ્યવસાયમાં રોજિંદા કાર્યથી અલગ સુધાર લાવી શકાય.

મકર: મકર રાશિના જાતકોને નોકરી કે વ્યવસાયમાં બદલાવ આવે, તે થાકી તેમને લાભ થાય. શરૂઆતનો સમય તમને પડકારજનક લાગી શકે, પરંતુ શનિનું માર્ગી ભ્રમણ થતાંની સાથે તમને આર્થિક લાભ થઇ શકે તેની શક્યતા નકારી શકાતી નથી.

કુંભ: કુંભ રાશિના જાતકોને વ્યવસાય અને નોકરીમાં બદલાવની સ્થિતિ આવી શકે. નજીકના ભૂતકાળમાં કરેલ કાર્યોનું ફળ તમને આ સમય દરમિયાન મળી શકે. ઉપરીવર્ગ સાથે તમારે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા પડશે. કારકિર્દીમાં મહત્વનો સમય પસાર થઇ શકે.

મીન: મીન રાશિના જાતકોને માતૃપક્ષે ચિંતાનો અનુભવ થઇ શકે. વાહન ચલાવતી સમયે કે પ્રવાસ દરમ્યાન વધુ સાવચેત રહેવું પડે. નોકરીમાં તમે પ્રગતિ કરી શકો તેવું જણાય છે. ઘરના સભ્યો સાથે મનમેળ વધારવો જોઈએ, સામાજિક બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે.

શનિ ગ્રહ શાંતિ માટે પીપળાના વૃક્ષની નવ પરિક્રમા કરી, શનિવારે સાંજે પૂર્ણ સૂર્યાસ્ત થાય ત્યારબાદ ઘીનો દીવો કરવો જોઈએ. શનિની જણસ જેવી કે તેલ, લોખંડ, કાળા અડદ, મેશની ડબ્બી વગેરેનું કાળા કપડાં સાથે દાન કરવું જોઈએ. કાગડાને અન્ન નાખવાથી શનિગ્રહના દુષ્પ્રભાવથી બચી શકાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS