Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જ્યોતિષ શાસ્ત્રમાં અનેક યોગોનું વર્ણન આવે છે, આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે કુંડળીમાં ગજકેસરી યોગ થયેલો છે, બુધાદિત્ય યોગ થયેલો છે વગેરે… સાદીભાષામાં કહીએ તો યોગનો મતલબ એટલે જોડાવું, અને ગ્રહો પણ જયારે એકબીજા સાથે ‘યોગ’ કરે છે ત્યારે એક અલગ પ્રકારની ઊર્જા અને શુભ યોગ સારા તો અશુભ યોગ તકલીફોનો અનુભવ જાતકને કરાવે છે.

grah_nakshatraજન્મકુંડળીમાં કેન્દ્રના ભાવો એટલે ૧, ૪, ૭, અને ૧૦ તથા કોણ ભાવો એટલે કે ૧, ૫ અને ૯. કેન્દ્રના ભાવો એટલે વિષ્ણુ અને કોણ ભાવો એટલે સાક્ષાત લક્ષ્મી અને પૂર્ણ શુભ ફળ. આ બંને ભાવોના માલિક ગ્રહો જોઇ લો. જન્મકુંડળીમાં જો કેન્દ્રના માલિક અને કોણ ભાવોના માલિકની યુતિ કે સંબંધ – કેન્દ્ર કે કોણ ભાવોમાં સર્જાય તો રાજયોગ થાય. આ સંબંધમાં કોઈ નકારાત્મક કે પાપ ગ્રહની અસરના હોય તો અતિ ઉત્તમ. રાજયોગ હોય તો જાતકના જીવનમાં સફળતા અને ઉચ્ચ પદ પ્રાપ્તિની સંભાવનાઓ પ્રબળ છે તેમ કહી શકાય. રાજયોગ હોવો એ કુદરતના આશીર્વાદ કહી શકાય.

rajyog-2ઘણીવાર જાતકોને પ્રશ્ન થાય છે કે, રાજયોગ હોવા છતાં સામાન્ય જીવન જીવવું પડ્યું છે કે જીવન દરમિયાન કોઈ મોટી શુભ ઘટના બની નહીં સફળતા મળી નહીં, તેનું શું કારણ હોઈ શકે? અહી જણાવવાનું કે રાજયોગ હોવો એ એક ચોક્કસ શુભ બાબત છે, પરંતુ રાજયોગ રચનાર ગ્રહોની દશા અંતર્દશા પણ જીવન દરમિયાન આવે એ એટલી જ જરૂરી બાબત છે. વિશોત્તારી દશાફળ મુજબ જે જે ગ્રહોની દશા અંતર્દશાઓ આવે તેમ તેમ જાતક પોતાના જીવનમાં સારી ખરાબ અસરોમાંથી પસાર થાય છે. જો જીવન દરમિયાન કારકિર્દી ઘડવાના સમયે કે ઉચ્ચ અભ્યાસ સમયે જો જાતકને રાજયોગ કરનાર ગ્રહોની દશા અંતર્દશા ચાલતી હોય તો જાતકને અચૂક મોટી સિદ્ધિ કે સફળતા મળે છે.

અહીં મારે ખાસ જણાવવાનું કે, નવ અને દસમા સ્થાનના સ્વામી ગ્રહો જયારે કેન્દ્ર કે કોણ ભાવોમાં સંબંધ કે યુતિ સર્જે તો ‘ધર્મ- કર્માધિપતિ યોગ’ સર્જાય છે. આ પ્રકારનો યોગ એ અત્યંત શુભ યોગ છે. થોડા સમય પહેલાં મારી પાસે એક જન્મકુંડળી (ધન લગ્ન) આવી હતી, કુંડળી પ્રમાણે આશરે ૨૦૧૦ની સાલ સુધી વિપરીત ગ્રહોની દશાઓ ચાલતી હતી, ૨૦૧૦ પછીના સમય દરમિયાન નવમા અને દસમા ભાવના ગ્રહોની દશા અંતરદશાઓ ચાલવાની હતી. જાતકની ઉમર આશરે ૩૩વર્ષ અને સંજોગ પણ કારકિર્દીના, બધું મેળ ખાતું હતું અર્થાત ઉન્નતિ થઇ શકે તેવા કારણો પણ હતાં. ૨૦૧૦ પછીના સમય દરમિયાન સૂર્યની મહાદશામાં સતત પ્રગતિ કરી ઉચ્ચ પદ પ્રાપ્ત કરેલ છે. આદ્યગ્રંથોમાં લખ્યું છે તેમ, નવમો ભાવ પરમ શુભ છે, જયારે દસમો ભાવ કર્મનો ભાવ અને ખૂબ જ બળવાન ભાવ છે. આ બંને ભાવના માલિક ગ્રહોની યુતિ કે સંબંધ જો કેન્દ્ર કે કોણ ભાવોમાં થાય તો જાતકને જીવનમાં અવશ્ય પ્રગતિ અને સુખ જોવા મળે જ છે.

મેષ લગ્નમાં શનિ અને ગુરુની યુતિ આ ફળ આપી શકતી નથી, શનિ દસમા સાથે અગિયારમાં ભાવનો માલિક હોઈ તેમનો સંબંધ એટલો શુભ નથી જણાતો.

horoscope-kundliવૃષભ લગ્નમાં શનિ પોતે યોગકારક બને છે. નવમા અને દસમ ભાવનો માલિક શનિ બનવાથી શનિ એકલો કેન્દ્ર કે કોણ સ્થાનોમાં ઉત્તમ ફળ આપે છે.

મિથુન લગ્નમાં ગુરુ ગ્રહને કેન્દ્રાધિપતિ દોષ લાગે છે માટે આ પ્રકારે યોગ થઇ શકતો નથી, પરંતુ બુધનો શુક્ર સાથે યોગ ઉત્તમ ફળ આપે છે.

કર્ક લગ્નમાં મંગળ યોગકારક બને છે. પંચમ અને દસમ ભાવનો માલિક મંગળ બનવાથી મંગળ એકલો કેન્દ્ર કે કોણ સ્થાનોમાં ઉત્તમ ફળ આપે છે. મંગળ સાથે ગુરુ કે ચંદ્રની યુતિ ઉત્તમ ફળ આપે છે.

સિંહ લગ્નમાં મંગળ યોગકારક બને છે. ચતુર્થ અને નવમા ભાવનો માલિક મંગળ બનવાથી મંગળ એકલો કેન્દ્ર કે કોણ સ્થાનોમાં ઉત્તમ ફળ આપે છે. મંગળ અને સૂર્યની યુતિ શુભ સ્થાનોમાં હોય તો રાજયોગ કહી શકાય.

કન્યા લગ્નમાં બુધ અને શુક્રની યુતિ કે સંબંધ સારું ફળ આપે છે, શનિ અહીં યોગ આપી શકતો નથી.

તુલા લગ્નમાં શુક્રનો શનિ અને બુધ સાથે સંબંધ ઉત્તમ ફળ આપે છે. બુધ અને શનિની યુતિ કે સંબંધ જો શુભ ભાવોમાં હોય તો ઉત્તમ ફળ મળે છે.

વૃશ્ચિક લગ્નમાં ચંદ્ર અને સૂર્યનો યોગ ઉત્તમ ફળ આપે છે, જયારે સૂર્ય અને ગુરુનો યોગ જો શુભ સ્થાનોમાં થયો હોય તો જાતકને rajyogઉચ્ચપદ પ્રાપ્તિ થાય છે.

ધન લગ્નમાં ગુરુ યોગકારક કહી શકાય તેની સૂર્ય અને મંગળ સાથે શુભ સ્થાનોમાં યુતિ કે સંબંધ ઉત્તમ ફળ આપશે.

મકર લગ્નમાં શુક્ર અને શનિની યુતિ શ્રેષ્ઠ યોગ કહી શકાય. શનિ શાસિત લગ્નમાં શુક્ર ઉત્તમ યોગકારક છે.

કુંભ લગ્ન પણ શનિ શાસિત લગ્ન છે, અહીં પણ શનિ અને શુક્રની યુતિ કે સંબંધ આ લગ્ન માટે શ્રેષ્ઠ યોગ આપનાર છે.

મીન લગ્નમાં ગુરુનો ચંદ્ર અને મંગળ સાથે સંબંધ કે યુતિ જો કેન્દ્ર કે કોણ સ્થાનોમાં હોય તો સોનામાં સુગંધ ભળે છે અને જાતકને ગ્રહયોગોને લીધે જીવનમાં સફળતા અને કર્મફળ પ્રાપ્તિ થાય છે, અલબત્ત જાતકની વિશોતરી દશાઓ પ્રમાણે યોગ કરનાર ગ્રહોની દશા અંતરદશા હોવી તેટલી જ જરૂરી છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS