Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગામી તારીખ ૨૭ મે ૨૦૧૭ ૦૧:૩૧ કલાકે મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ થશે. મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ થતાંની સાથે મંગળ અને શનિની પ્રતિયુતિ રચાશે. મંગળ અને શનિ બંને ગ્રહો સામસામે આવતાં, રાજનૈતિક અને કાયદાકીય બાબતો પ્રકાશમાં આવી શકે છે, મોટી રાજનૈતિક હિલચાલ જોવા મળી શકે.લાંબા સમયથી ચાલતાં મોટા સરકારી કેસ બાબતે અચાનક નિર્ણય થઇ શકે. મંગળ અને શનિ શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ વધારશે. મોટા દિગ્ગજ નેતાઓનો કારકિર્દી વિષયક નિર્ણય આવે અને નવા સમાચાર મળે તેની શક્યતા ટાળી શકાય નહીં.

સ્વતંત્ર ભારતની કુંડળીમાં આ મંગળ બીજા ભાવે આવતાં, સરકારી આવક અને નાણાકીય વ્યવસ્થા બાબતે સરકાર તરત નિર્ણય લે તેવું બને. મંગળની ચોથી દ્રષ્ટિ ગુરુ પર રહેશે, જે નજીકના ભવિષ્યમાં આકાર લેતી કાયદાકીય બાબતો અને ધાર્મિક બાબતોને સાંકળે છે. વૈશ્વિક ફલક પર શનિ અને મંગળ જેવા બે બળીયા ગ્રહોની પ્રતિયુતિ મોટા રાષ્ટ્રો વચ્ચે થોડા સમય માટે સંઘર્ષ અને સામાન્ય પ્રજાજનો માટે ડરનો માહોલ પણ ઉભો કરી શકે, જેની શક્યતા નકારી શકાતી નથી.

બારેય રાશિઓ પર મંગળનું રાશિ પરિવર્તન શું અસર કરશે?

મેષ: ભાઈ બહેનને મદદરૂપ થવું જોઈએ, મોટા સાહસથી દૂર રહેવું હિતકર છે. મંગળનું રાશિ પરિવર્તન તમને નવી તકો આપે.

વૃષભ: વૃષભ રાશિના જાતકોએ વધુ પડતા ખર્ચથી દૂર રહેવું પડશે, આર્થિક બાબતોમાં ધ્યાન રાખી નિર્ણય લેવો પડશે.

મિથુન: મિથુન રાશિના જાતકોએ અન્ય વ્યક્તિઓ સાથે વાદવિવાદથી દૂર રહેવું જોઈએ, લગ્નવિષયક બાબતોમાં કાળજી રાખવી પડશે.

કર્ક: કર્ક રાશિની વ્યક્તિઓને વિદેશગમન બાબતે શુભ સમાચાર મળી શકે, ધાર્મિક આસ્થા વધે. વ્યવસાયમાં રોકાણ થઇ શકે.

સિંહ: સિંહ રાશિની વ્યક્તિઓને આર્થિક લાભના યોગ છે. અટવાઈ ગયેલા નાણાં મળી શકે, રોકાણમાં મોટો લાભ થઇ શકે.

કન્યા: કન્યા રાશિના જાતકોને નોકરી કે વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન આવી શકે, નોકરીના સ્થળે મન સ્થિર રાખી કાર્ય કરવું જોઈએ.

તુલા: તુલા રાશિના જાતકોને ટૂંકા પ્રવાસથી લાભ થઇ શકે. પિતા પક્ષે લાભ થઇ શકે. ધાર્મિક કાર્યનું આયોજન કરી શકો.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે પ્રશ્નો રહી શકે, માંદગી કે પીડામાં વધારો થઇ શકે. લાંબો પ્રવાસ ટાળવો જોઈએ.

ધન: ધન રાશિના જાતકોએ જીવનસાથી સાથે મનમેળ રાખીને આગળ વધવાનું છે, પોતાની જીદ કે ઈચ્છાને લીધે તકલીફ ના થાય તેનું ધ્યાન રાખશો.

મકર: મકર રાશિના જાતકો પોતાન શત્રુઓને હંફાવી શકે,તમે બદલાતી પરિસ્થિતિમાં પોતાને ઢાળી શકશો. આહાર બાબતે સજાગ રહેવું જોઈએ.

કુંભ: કુંભ રાશિના જાતકોને વ્યવસાયમાં નવી તકો મળી શકે, તમારી પાસે નાણાંકીય વ્યવસ્થા માટે ઘણા બધાં વિકલ્પો હોઈ શકે, સમજી વિચારીને નાણાં રોકવા.

મીન: મીન રાશિના જાતકોને મકાન, જમીન અને વાહન બાબતે નિર્ણય થઇ શકે. માતાનું સ્વાસ્થ્ય મધ્યમ રહે. ઘરના સભ્યોને મદદરૂપ થઇ શકો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS