Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

તારીખ ૧૩ એપ્રિલ ૨૦૧૭ ને વહેલી સવારે ૦૪:૧૧ મીનીટે મંગળનો વૃષભ રાશિમાં પ્રવેશ થશે. મંગળનો વૃષભ પ્રવેશ થતાંની સાથે મંગળની ચોથી દ્રષ્ટિ રાહુ પર અને અષ્ટમ દ્રષ્ટિ શનિ પર રહેશે, આમ મંગળ, શનિ અને રાહુ જેવા પાપગ્રહો સાથે સંબંધ કરે છે, રાજકીય ક્ષેત્રે પણ સત્તાની ખેંચતાણનો પ્રસંગ થઇ શકે, સરકાર ભૂમિ અને પરિવહનક્ષેત્રે અસરકારક નિર્ણયો લઇ શકે. પાડોશી દેશો સાથે સરંક્ષણ મુદ્દે પ્રશ્નો ઉજાગર થઇ શકે. વિશ્વ રાજકારણમાં પણ મહાસત્તાઓ વચ્ચે સંરક્ષણ અને વર્ચસ્વના પ્રશ્નો રહી શકે.

મંગળનો વૃષભ રાશિમાં પ્રવેશ થતાં સાથે વૃષભ, સિંહ, વૃશ્ચિક અને ધન રાશિ પર તેની સીધી અસર જોવા મળશે, આ રાશિઓના જાતકો તેમના કાર્યસ્થળે અને પોતાના અંગત જીવનમાં સકારાત્મક બદલાવ અને બદલાતી ઊર્જાનો અનુભવ કરશે.

સિંહ રાશિના જાતકો માટે આ સમય નવી તકો સાથે પડકાર પણ લાવી શકે. ધન રાશિ પર મંગળની અષ્ટમ દ્રષ્ટિ અને જ્યાં શનિ મહારાજ પણ ઉપસ્થિત છે આ બાબતો ધન રાશિના જાતકો માટે અચૂક રીતે કાર્યસ્થળે ફેરફારનું સૂચન કરે છે. નોકરીમાં બદલાવનું આયોજન હશે તો તે સત્વરે સિદ્ધ થશે અને નોકરી બદલાઈ શકે. મંગળનો વૃષભ રાશિમાં પ્રવેશ થતાં સાથે બારેય રાશિના જાતકો પર આ ભ્રમણની અસરો અને ફળકથન નીચે પ્રમાણે છે:

મંગળનો વૃષભ રાશિમાં પ્રવેશઃ બાર રાશિનું ફળકથન

મેષઃ- મેષ રાશિના જાતકોને મંગળનું ધન ભાવે ભ્રમણ થશે, નાણાં વિષયક પ્રશ્નો ઉકેલાય. કુટુંબમાં કોઈ આર્થિક પ્રશ્ન હોય તો તેનો સભ્યો સાથે સુખદ નિર્ણય આવી શકે. હાથમાં રહેલ નાણાંનો યોગ્ય ઉપયોગ કે રોકાણ કરી શકાય.

વૃષભ:- વૃષભ રાશિમાં મંગળનો પ્રવેશ વૃષભ રાશિના જાતકોને ખર્ચ કરાવી શકે, સામાજિક કાર્યમાં કે જીવનસાથી પક્ષે આકસ્મિક ખર્ચ આવી શકે. વિદેશગમનના પ્રશ્ન ઉકેલાય. વ્યક્તિત્વમાં મહત્વના ફેરફારનો અનુભવ કરશો.

મિથુન:- મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન આર્થિક પ્રશ્ન રહી શકે, નોકરી કે કાર્યસ્થળે બદલાવની સ્થિત આવી શકે. આ સમય દરમિયાન રોકાણ સમજી વિચારીને જ કરવું જોઈએ. અન્યને લીધે પોતાના નિર્ણય બદલવા પડે તેવું બની શકે.

કર્ક:- કર્ક રાશિના જાતકો માટે મંગળ શુભ છે, મંગળનું લાભ ભાવે ભ્રમણ આકસ્મિક ધનલાભ સૂચવે છે. પોતાના મિત્રો અને વડીલોના સલાહ સૂચન પર કાર્ય આગળ વધારતા ફાયદો. વ્યક્તિગત ઈચ્છા પૂર્ણ થાય.

સિંહ:- સિંહ રાશિના જાતકોને મંગળનું કર્મભાવે ભ્રમણ વ્યવસાય અને નોકરીમાં ઉન્નતિ કરનાર સાબિત થશે. નોકરીના સ્થળે સકારાત્મક પરિવર્તન આવી શકે. વ્યવસાયમાં પ્રગતિ થાય, સંતાન પક્ષે વધુ ધ્યાન આપવું પડે.

કન્યા:- કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ધાર્મિક કાર્ય કે ઇષ્ટ દેવની ઉપાસના ખાસ કરવી જોઈએ, લાંબા પ્રવાસને ટાળવો જોઈએ. ઉચ્ચ અભ્યાસમાં રાહ જોવી પડી શકે. લાંબા ગાળાની યોજનો પર વિચારીને યોગ્ય નિર્ણય લેવો.

તુલા:- તુલા રાશિના જાતકોને મંગળનું અષ્ટમ ભાવે ભ્રમણ નાણાં વિષયક બાબતોને ઉજાગર કરશે, આ સમય દરમિયાન નાણાંના બચત માટે આયોજન કરી શકાય. સ્વાસ્થ્યની કાળજી રાખશો. જીવનમાં ટૂંકા સમય માટે તકલીફોનો અંત અને નવી શરૂઆત અનુભવશો.

વૃશ્ચિક:- વૃશ્ચિક રાશિના જાતકોને લગ્ન વિષયક પ્રશ્નો ઉકેલાય, વ્યવસાયમાં પ્રગતિ થાય. નોકરીમાં બદલાવ આવી શકે, નવી નોકરીની તકો મળી શકે. વ્યવસાય કે સામાજિક કાર્યમાં ભાગીદારીથી લાભ જણાય.

ધન:- સંતાન બાબતે વધુ ધ્યાન આપવું પડે, ખર્ચનું આયોજન કરવું જરૂરી જણાય. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે, ટૂંકા ગાળા માટે તકલીફ રહી શકે. અનેક કાર્ય એકસાથે આવી શકે, કાર્ય સફળતા મળે.

મકર:- મકર રાશિના જાતકોએ શેર કે નાના રોકાણોમાં ધીરજપૂર્વક આગળ વધવું જોઈએ. સંતાન બાબતે વધુ કાળજી લેવી જરૂરી જણાશે. પોતાની રચનાત્મક બાજુ ઉજાગર થાય. પ્રેમસંબંધ કે લગ્નવિષયક બાબતોમાં વધુ ધ્યાન આપવું.

કુંભ:- કુંભ રાશિના જાતકોને જમીન કે મકાન લેવેચના પ્રશ્નો ઉકેલાઈ શકે. વાહનની ખરીદી થઇ શકે. વ્યવસાયમાં ભાઈભાંડુંના સહકારથી લાભ થાય. કૌટુંબિક બાબતો પર વધુ ધ્યાન આપવું પડે.

મીન:- મીન રાશિના જાતકોને કાયદાકીય કાર્યોમાં સફળતા અને વાદવિવાદનો અંત આવી શકે, લાંબા સમયથી ચાલતો મતભેદ દૂર થઇ શકે. નવીન અભ્યાસમાં સફળતા મળે, વ્યવસાય અર્થે ટૂંકા પ્રવાસથી લાભ થઇ શકે, સફળતા મળે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS