Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જ્યોતિષના વિવિધ વિષયોમાં, લગ્ન પહેલાં જન્મકુંડળીનું ગુણ મિલન ખૂબ અગત્ય ધરાવે છે. જ્યોતિષીને પૂછાતાં પ્રશ્નોમાં બહુધા લગ્નજીવનનો પ્રશ્ન વધુ પૂછાતો હોય છે. કોઈના લગ્ન થઇ જાય એ માટે હજાર જૂઠાણાં બોલવા પડે તોય ચાલે, એવું લોકો કહેતા હોય છે પરંતુ જ્યોતિષમાં એવું ના ચાલે, જાતકના લાભાર્થે grah_nakshatraઘણીવાર તેને ના ગમતું પણ બોલવું પડે છે. સહજ છે કે, આખરે સત્યને કોઈ ટાળી શકતું નથી.

લગ્ન બાબતે જ્યોતિષનો અભિપ્રાય ચોક્કસ લઇ શકાય, પણ ઘણીવાર બધું નક્કી કાર્ય પછી લોકો છેલ્લે જ્યોતિષીને પૂછે છે કે લગ્ન યોગ્ય છે કે નહિ, પાત્ર સાથે બનશે તો ખરાંને? મારે કહેવું છે કે, જો બધું નક્કી હોય અને થનાર વરવધૂએ પણ પરણવાનું નક્કી કરી લીધું હોય, બધા રાજી હોય તો જ્યોતિષી જોડે જઈને વહેમ કે શંકાના કૂવામાં ના પડતાં. આવી ક્ષણોમાં જ્યોતિષીની અસ્થાને કસોટી થઇ જાય છે. લગ્નમેળાપક જયારે લગ્નબાબતે કંઈ જ નક્કી ના હોય ત્યારે કરી લેવો સલાહભર્યું છે.

lagn-1લગ્નમેળાપક બાબતે લોકો મંગળ દોષ અને નક્ષત્ર આધારિત ગુણ મિલનને વધુ મહત્વ આપે છે, આપવું પણ જોઈએ. પરંતુ આ બે બાબતો સિવાય પણ ઘણા મહત્વના આયામ પર કુંડળી મિલન મહત્વનું છે. નીચે જણાવેલ બાબતો કુંડળી મિલન વખતે ધ્યાનમાં લેશો.

સપ્તમ સ્થાન પત્ની/ પતિ, ભાગીદારી અને અન્ય માટે જાતકનો પ્રતિભાવ દર્શાવે છે. લગ્નજીવન સુંદર રહે તે માટે સપ્તમ સ્થાનમાં શુભગ્રહોની દ્રષ્ટિ અને આ સ્થાન પાપગ્રહોથી મુક્ત હોય તો જાતક લગ્નજીવન સુખી રીતે જીવી શકે. સપ્તમ સ્થાન સર્વથા દોષમુક્ત હોય તેવું તો ભાગ્યે જ બને, પણ શુભગ્રહો ગુરુ, શુક્ર, શુભ ચંદ્ર અને બુધની દ્રષ્ટિ હોય તો પણ ઘણું, દોષનું સમાધાન થઇ શકે. લગ્નજીવનનો રસ્તો શરીર, મન થઈને આત્માના મિલન સુધી જાય છે. લગ્નજીવનના કારક ગ્રહ શુક્ર અને ગુરુ (કન્યાની કુંડળીમાં) પણ જો બળવાન હોય તો પણ લગ્નજીવનમાં ખામી રહેતી નથી.

marriage-700x467લગ્નજીવનમાં ગમોઅણગમો, શોખ અને માન્યતાઓ બંને પાત્રને નજીક લાવે છે તો ક્યારેક આજ બાબતો બેય વચ્ચે ખટરાગનું કારણ હોય છે. આ માટે પરણનાર જાતકનો ચંદ્ર અને લગ્ન સ્થાન મહત્વના છે. ચંદ્રનો શનિ સાથે યોગ ચંદ્રને દૂષિત કરે છે. એકબીજાથી બારમી રાશિ કે છઠ્ઠી- આઠમી જન્મરાશિ ધરાવતી વ્યક્તિઓએ એકબીજા સાથે લગ્ન કરવા સલાહભર્યું નથી. એકબીજા માટે જરૂરિયાતોમાં વધઘટ ચલાવી લેવાની તૈયારી સુખી લગ્નજીવનનો નિર્દેશ કરે છે.

લગ્નજીવન જીવવા- માણવા માટે જીવનદોરી કે આયુષ્ય તો હોવું જોઈએ ને, આ માટે પરણનાર જાતકનું આયુષ્ય સ્થાન, લગ્ન સ્થાન અને લગ્નેશ મહત્વના છે. જાતક રોગી શરીર ધરાવતો હોય તો પણ લગ્નજીવન દુઃખમય વીતે છે, ઘણીવાર મોટા રોગ નવાસવા લગ્ન જીવનમાં તકલીફોનું પૂર લાવે છે. જો જાતકને સપ્તમેશ છઠ્ઠા સ્થાન સાથે સંબંધિત હોય અને પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો જાતકને લગ્ન પછી થોડા સમયમાં જ રોગગ્રસ્ત થવું પડે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. જાતકને લગ્ન સમયે જ ચાલતી મારક, બાધક ગ્રહોની દશા અને કપરા સંજોગો ક્યારેક ખુશીને પણ ગમમાં પરિવર્તિત કરી નાખે છે. માટે જ લગ્નમેળાપકમાં લાંબુ આયુષ્ય અને રોગમુક્ત જીવનને પણ તપાસી લેવા જોઈએ.

online-kundali-readingસુખી લગ્નજીવનનું બીજું ચરણ છે, સમયસર સંતાનપ્રાપ્તિ. બંને જાતકોની કુંડળીમાં પંચમ અને અગિયારમો ભાવ શુભ થયા હોય તો જાતકને સંતાન પ્રાપ્તિમાં તકલીફ પડતી નથી, સંતાન પ્રાપ્તિ થતા લગ્નજીવનમાં સ્થિરતા સહજ આવી જાય છે.

ઘણીવાર મારી પાસે જન્મકુંડળી લઈને જિજ્ઞાસુ લોકો આવે છે, અનેક કુયોગ હોય છે, જન્મકુંડળીમાં ભાર્યાસ્થાન પારાવાર દૂષિત હોય છે. જ્યોતિષમાં શ્રદ્ધા પણ ખૂબ હોય છે. આવા કુયોગોનો ઈલાજ શું? જયારે લગ્નજીવનના દુઃખ ભાવિની ભીતર પડ્યા હોય તો જાતકે જીવનમાં સમાધાન કરીને આગળ વધવું જોઈએ. ઘણીવાર બધું સુખમય હોવા છતાં જાતકો પસંદગી નક્કી નથી કરી શકતા, યોગ્ય ઉમર અને સમય ચાલ્યાં જાય છે, પછી છેલ્લે જન્મકુંડળીના દોષની ચર્ચા અને જ્યોતિષીનો અભિપ્રાય લેવા પહોંચી જતા હોય છે. જન્મકુંડળી અર્થાત વિધાતાના લેખ કે કરેલા કર્મને કોઈ બદલી શકતું નથી પરંતુ આવા જાતકોએ પોતે જન્મકુંડળીના દોષ જાણતા હોઈ જીવનમાં યોગ્ય સમયે નિર્ણય લેવો પણ એટલો જ જરૂરી બને છે.

કન્યાની કુંડળીમાં સપ્તમ સ્થાન તો જોયું પણ ગુરુ, મંગળ (પતિના કારક) તથા વરની કુંડળીમાં શુક્ર તપાસવાનું પણ જરુરી બને છે. શુક્ર કે મંગળ/ ગુરુનું રાહુ કે કેતુ સાથે બેસવું અકાળે લગ્નજીવનમાં ભંગાણ આપે છે. મોટેભાગે આવા જાતકોને બે લગ્ન કે નીરસ લગ્નજીવન ગાળતા જોઈએ છીએ.

લગ્ન વિષે ઘણું બધું મનન ચિંતન કર્યું હવે વારો છે, જો બધું સારું હોય અને લગ્નજીવન માટે મંગળ પ્રસ્થાન કરવાનું પણ નક્કી થઇ ગયું હોય તો લગ્નના મુહૂર્તનો પણ વિચાર કરવો જોઈએ. શુભ મુહુર્ત કાર્યોમાં રહેલા દોષને હરી લે છે અને સૌભાગ્ય બક્ષે છે. મહા, ફાગણ, વૈશાખ, જેઠ, અષાઢ શુભ મહિનાઓ છે. કારતક અને માગશર પણ શુભ છે.

લગ્નજીવનમાં મંગળનું જન્મકુંડળીમાં સ્થાનગત મહત્વ છે, જેનું આવતા અંકોમાં વિગતે ફળકથન કરીશું.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS