Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ણીવાર સામાન્ય લાગતી જન્મકુંડળીમાં છૂપા યોગ પડ્યાં હોય છે અને સમય આવતા માણસને એ ઊંચા આસને બિરાજમાન કરે છે, તો ઘણીવાર જન્મકુંડળીમાં રહેલા હીનયોગો કે અવ્યોગોને પ્રતાપે માણસનું જીવન અનેક તકલીફોથી ઘેરાયેલું રહે છે. ગ્રહો એકબીજાથી વિશિષ્ટ સ્થાને બેઠા હોય ત્યારે જન્મકુંડળીમાં યોગ રચાય છે. આ યોગ એ સારો પણ હોય અને ખરાબ પણ હોય. કાળસર્પ દોષ એક પ્રકારે ખરાબ યોગ છે, કાળસર્પ દોષમાં રાહુ અને કેતુની ધરી મુખ્ય ભાગ ભજવે છે.

જન્મકુંડળીમાં રાહુના સ્થાન મુજબ ભિન્ન ભિન્ન પ્રકારે કાળસર્પ દોષ થાય છે. જેમકે, રાહુ પહેલાં સ્થાનમાં હોય તો તેનાથી થતો કાળસર્પ દોષ અનંત કાળસર્પ દોષ કહેવાય છે. આ પ્રકારે થતા કાળસર્પ દોષને લીધે જાતક અન્ય પર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. તેના કાર્ય કે સિદ્ધિ સમાજથી અજાણ્યાં રહે છે.

રાહુ બીજા સ્થાનમાં હોય તો કુલિક કાળસર્પ દોષ થાય છે, આ દોષને પરિણામે જાતકની આર્થિક સ્થિતિ સુધરતી નથી. આર્થિક બાબતોમાં અનેક પ્રયત્નો છતાં નિરાશા રહે છે.

રાહુ ત્રીજા સ્થાનમાં હોય તો વાસુકી કાળસર્પ દોષ થાય છે, આ દોષના પરિણામે જાતક નવું સાહસ કરી શકતો નથી. અન્ય ગ્રહો જો શુભ થયા હોય તો ત્રીજે રાહુ મધ્યમ ફળદાયી કહી શકાય.

રાહુ ચોથા સ્થાનમાં હોય તો શંખપાલ કાળસર્પ દોષ થાય છે, આ દોષનું પરિણામ માધ્યમ અશુભ છે. જાતકે પોતાના ઘર સંસારને મહત્વ આપું જોઈએ, પોતાના સંતાનોનો ઉછેર યોગ્ય થાય તે માટે વધુ પ્રયત્ન કરવા જોઈએ.

રાહુ પાંચમાં સ્થાનમાં હોય તો પદ્મ કાળસર્પ દોષ થાય છે, પાંચમે રાહુ સંતાન પ્રાપ્તિમાં બાધક બને છે. ઘણીવાર સંતાન પ્રાપ્તિ પછી પણ સમસ્યાઓ વધી જાય છે.

રાહુ છઠ્ઠા સ્થાનમાં હોય તો મહાપદ્મ કાળસર્પ દોષ થાય છે, અહી રાહુ લાંબા સમય સુધી રોગ આપી શકે છે. પરંતુ અહી રાહુ યોગકારક પણ બને છે, અન્ય ગ્રહોની સ્થિતિ સારી હોય તો રાહુ સત્તા અપાવી શકે.

રાહુ સપ્તમ સ્થાનમાં હોય તો તક્ષક કાળસર્પ દોષ થાય છે, રાહુ સપ્તમ ભાવે હોય તો જાતકના લગ્ન મોડાં થાય છે. જાતકનો સ્વભાવ શંકાશીલ બનાવે છે અને અજાણ્યો ડર સતાવે છે.

રાહુ આઠમા સ્થાનમાં હોય તો કર્કોટક કાળસર્પ દોષ થાય છે, આઠમાં ભાવે થતો આ દોષ જીવલેણ બીમારી કે અકસ્માત આપી શકે. જાતકના જીવન દરમિયાન વારંવાર અકસ્માત થયા કરે છે.

રાહુ નવમાં સ્થાનમાં હોય તો શંખચુડ કાળસર્પ દોષ થાય છે, રાહુ નવમે આવવાથી પિતા પક્ષે કષ્ટ થાય છે. જો રાહુ સાથે સૂર્ય પણ હોય તો પિતૃદોષ ગણાય છે.

રાહુ દસમા સ્થાનમાં હોય તો ઘાતક કાળસર્પ દોષ થાય છે, ઘાતક કાલસર્પ દોષ જાતકને જીવન દરમિયાન જીવલેણ તકલીફ આપી શકે છે, આવા જાતકો ઘણીવાર નાની બીમારીમાં મૃત્યુની નજીક જતાં રહેતાં હોય છે. છતાં અન્ય ગ્રહો જો યોગકર્તા હોય તો આ રાહુ ઉચ્ચસત્તા આપી શકે છે.

રાહુ લાભસ્થાનમાં હોય તો વિષધર કાળસર્પ દોષ થાય છે, આ દોષ હોય તો જાતકે મિત્રો અને સમાજ સાથે કોઈમોટી નાણાકીય લેણદેણ ટાળવી જોઈએ. આ દોષને પરિણામે જાતકને માનહાનિ ભોગવવી પડી શકે.

રાહુ વ્યયસ્થાનમાં હોય તો શેષનાગ કાળસર્પ દોષ થાય છે, આ દોષ હોય તો જાતકને નાણાંની બચત થઇ શકતી નથી. જીવનમાં વધુ મહેનત અને પરિણામ ઓછું મળે છે.

જન્મકુંડળીમાં રાહુથી કેતુ તરફ જતાં જે સ્થાનો આવે તેમાં જો બધા જ ગ્રહો આવી જાય તો કાલસર્પ દોષ થયો ગણાય. રાહુ અને કેતુના પાશમાં બધા ગ્રહો આવી જવાની ઘટના, અસામાન્ય યોગ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ યોગને લીધે મનુષ્યના જીવન દરમિયાન પ્રગતિ થઇ શકતી નથી. માણસના અથાગ પ્રયત્નો છતાં સમસ્યાઓનો અંત આવતો નથી. પરંતુ સામાન્ય અભ્યાસ પ્રમાણે આ યોગના પરિણામો એટલાં પણ માઠાં નથી જેટલાં તેને રજૂ કરવામાં આવે છે.

ધીરુભાઈ અંબાણી અને સચીન તેંડુલકર જેવી નામાંકિત વ્યક્તિઓની જન્મકુંડળીમાં કાળસર્પ દોષ છે. સચીન તેંડુલકરની કુંડળીમાં તો ખેલકૂદ અને કૌશલ્યના સ્થાન પાંચમા ભાવે જ કાળસર્પ દોષ છે, છતાં સચીન તેંડુલકરે ક્રિકેટમાં અનન્ય અને સર્વોચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી છે. અન્ય ઉદાહરણોમાં સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુ બારમે રાહુ રહી, આંશિક કાલસર્પ યોગ થયો હતો. આમ જન્મકુંડળીમાં કાળસર્પ દોષ છે એટલે જીવનમાં હાર જ મળશે અને તકલીફો જ આવશે તેવું કહેવું એ હકીકતથી તદ્દન વેગળું છે. જે જાતકોને કાળસર્પ દોષ હોય તેમણે જરા પણ ગભરાવાની જરૂર નથી. વાચકોને જાણવું રસપ્રદ થઇ પડશે કે જ્યોતિષના આધારભૂત ગ્રંથોમાં પણ કાળસર્પ દોષનો ઉલ્લેખ નથી.

કાળસર્પ દોષ થયો હોય ત્યારે જો રાહુ પર બળવાન ગુરુ કે શુક્રની દ્રષ્ટિ હોય તો રાહુનું પરિણામ શુભમાં ફેરવાઈ જાય છે. કાળસર્પ દોષ થયો હોય ત્યારે જો આ રાહુ જો યોગકર્તા ગ્રહો સાથે બેઠો હોય કે શુભ યોગકર્તા હોય ત્યારે પણ રાહુનું પરિણામ શુભ યોગ પ્રમાણે શુભ જ આવે છે અને કાળસર્પ દોષ ભંગ થઇ જાય છે.

કાળસર્પ દોષ થયો હોય ત્યારે જો રાહુ ત્રીજે કે દસમે મિથુન કે કન્યા રાશિમાં હશે તો આ રાહુ કાળસર્પ દોષ ને જાણે રાજયોગમાં બદલાતો હોય તેમ વર્તે છે. ત્રીજે અને દસમે રાહુ ભલે કાળસર્પ દોષ કરતો હોય પરંતુ આવો રાહુ અચૂક યોગ આપે છે, તેમાં પણ કોઈ શક નથી.

કાળસર્પ દોષનું નિવારણ કરવા માટે જાતકે પોતે શિવ ઉપાસના કરવી જોઈએ, શંકર ભગવાનની ઉપાસના કાળસર્પ દોષનું નિવારણ કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. શિવલિંગ પર રહેલા નાગદેવતા એ રાહુ અને કેતુનું જ સ્વરૂપ છે. રાહુ અને કેતુના સ્વરૂપ તરીકે નાગને દર્શાવાય છે. જાતકે રુદ્રાભિષેક કરવો જોઈએ, શિવલિંગ પર જયારે પણ અભિષેક કરો ત્યારે દૂધની ધાર શિવલિંગ પર રહેલાં શેષનાગની ફેણ અને મુખને અડીને લિંગ પર અભિષેક કરે તેમ કરવી જોઈએ. જાતકે શિવ ઉપાસના સાત સોમવાર સુધી કરવી જોઈએ, રુદ્રાભિષેક કરાવી જન્મકુંડળી મુજબ ચાંદીના સર્પ શિવમંદિરમાં દાન કરવા જોઈએ. અગાઉ જણાવ્યું તેમ કાળસર્પ દોષથી ખરાબ જ ફળ મળશે તેમ માનીને ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી. જાતક જો પોતાના જન્મના ગ્રહો પ્રમાણે પૂજા વિધિ કરે તો કાલસર્પ દોષનું નિવારણ સરળતાથી શક્ય છે.

ચાણોદ-કરનાળીમાં નર્મદાજીને કાંઠે બુધવારને અમાસ હોય તે દિવસે કાળસર્પ દોષના નિવારણ માટે વિધી થાય છે. અને ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાલસર્પ દોષની વિધી કરાવવા આવે છે.  એમ કહેવાય છે કે નર્મદાજીને કાંઠે જેટલા પથ્થર છે, તે શિવલિંગનું સ્વરૂપ છે. આથી ચાણોદમાં નર્મદાજીને કાંઠે કરેલી વિધી અનેકગણું ફળ આપે છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS